For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્લિનમાં છવાયું આલિયાનું ગ્લૅમર : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ફેબ્રુઆરી : આલિયા ભટ્ટ આજકાલ બર્લિનમાં છે. પ્રસંગ છે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ કે જ્યાં ઇમ્તિયાઝ અલીની ટુંકમાં જ રિલીઝ થનાર ફિલ્મ હાઈવેનું વર્લ્ડ પ્રીમિયર ચાલી રહ્યું છે. પ્રીમિયરમાં ભાગ લેવા માટે હાઈવેની આખી ટીમ બર્લિનમાં છે કે જેમાં આલિયા ઉપરાંત રણદીપ હુડા, ઇમ્તિયાઝ અલી અને એ આર રહમાનનો સમાવેશ થાય છે.

બર્લિન આલિયા ભટ્ટ માટે ખાસ છે, કારણ કે તેમના નાની બર્લિનના હતાં. રેડ કારપેટથી પહેલા આલિયાએ જણાવ્યું - આ સાંજ મારા માટે ખૂબ જ યાદગાર રહેશે. આજે અહીં હોવું મારા માટે બેહદ ખાસ છે. આજે સવારે જ્યારે મેં બર્લિનથી પોતાની નાની સાથે વાત કરી તો તેમના આંસુ છલી પડ્યાં. મારા નાની બર્લિનના છે, પણ નાનીના પિતા ખાનગી રીતે હિટલર વિરુદ્ધ સમાચાર પત્ર કાઢતા હતાં. તેથી તેમને બે વરસની સજા થઈ ગઈ. પછી તે લોકો બર્લિનમાં રહેવું અશક્ય બની ગયું. તેમના પરિવારને ચેકોસ્લોવાકિયા મોકલી દેવાયો અને થોડાક સમય બાદ તેઓ બ્રિટન જતા રહ્યાં.

ચાલો તસવીરોમાં જોઇએ બર્લિનમાં આલિયાનો જલવો અને જાણીએ વધુ વિગતો :

હાઈવે ટીમ બર્લિનમાં

હાઈવે ટીમ બર્લિનમાં

બર્લિન ફિલ્મ મહોત્સવમાં હાઈવેના વર્લ્ડ પ્રીમિયરમાં ભાગ લેવા માટે ઇમ્તિયાઝ અલી, એ આર રહમાન, આલિયા ભટ્ટ અને રણદીપ હુડા બર્લિન પહોંચી ચુક્યાં છે.

નાની આશ્ચર્યચકિત

નાની આશ્ચર્યચકિત

આલિયાએ જણાવ્યું કે તેમની નાનીએ તેમને ફોન ઉપર કહ્યું - મને વિશ્વાસ નથી થતો કે તમે ત્યાં છો. આપે ક્યારેય વિચાર્યું નથી હોતું કે એવું પણ થશે કે એક દિવસ આપની દોહિત્રી ક્યારેક બર્લિન જશે, તે પણ પોતાની ફિલ્મના પ્રીમિયર માટે.

દાદા પણ આવ્યા'તાં

દાદા પણ આવ્યા'તાં

આલિયાએ જણાવ્યું - મારા દાદા જ્યારે 19 વર્ષના હતાં, ત્યારે તેઓ પણ શિલર થિયેટરમાં અભિનય કરવા બર્લિન આવ્યા હતાં. આજે હું 20 વર્ષની છું ને બર્લિન આવી છું. આ મારા માટે બહુ ખાસ દિવસ છે. હું આ દિવસ જિંદગી ભર નહીં ભુલું.

ઇમ્તિયાઝ ઉત્સાહિત

ઇમ્તિયાઝ ઉત્સાહિત

બર્લિન ફિલ્મ મહોત્સવ દુનિયાના ચુનંદા ફિલ્મ મહોત્સવોમાં એક ગણાય છે. અહીં હાઈવેના પ્રીમિયર અંગે દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી ખૂબ જ ઉત્સાહિદ દેખાયાં.

ચેપ છે વાર્તા

ચેપ છે વાર્તા

ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું - ફિલ્મો ચેપની જેમ હોય છે. જો કોઈ એવી વાર્તા છે કે જે આપને પ્રભાવિત કરે છે, તો આપ બે જ રીતે તેનાથી છુટકારો પામી શકો. કાં તો તેને ભુલી જાવ કાં ફિલ્મ બનાવીને જણાવી દો.

મહોત્સવ-દર્શકમાં ફરક

મહોત્સવ-દર્શકમાં ફરક

ઇમ્તિયાઝે જણાવ્યું - ભારતમાં દર્શકો માટે બનાવાતી ફિલ્મો તેવી ફિલ્મો કરતાં બહુ જુદી હોય છે કે જે ફિલ્મો મહોત્સવોમાં પસંદ કરાય છે.

પરિવર્તન આવે છે

પરિવર્તન આવે છે

ઇમ્તિયાઝે જણાવ્યું - આ સારી બાબત છે કે હવે સિનેમામાં થોડાંક પરિવર્તનો આવી રહ્યાં છે. તેથી પણ તેને હાઈવે જેવી ફિલ્મ બનાવવાની હિમ્મત મળી.

પંદર વરસથી મગજમાં

પંદર વરસથી મગજમાં

ઇમ્તિયાઝે જણાવ્યું - હાઈવે તેમના મગજમાં 15 વરસથી હતી, પણ તેને બનાવતાં અગાઉ તેમણે ચાર વધુ ફિલ્મો બનાવી નાંખી. હાઈવેનું નંબર આવતા ચાર વરસ વીતી ગયાં, કારણ કે હું પોતે નહોતો જાણતો કે આ પ્રકારની ફિલ્મ બનાવવી કઈ રીતે?

વગર સ્ક્રિપ્ટે શૂટિંગ

વગર સ્ક્રિપ્ટે શૂટિંગ

ઇમ્તિયાઝે જણાવ્યું - ચાર ફિલ્મો બનાવ્યા બાદ હું સમજી શક્યો કે હાઈવેના પાત્રો કેવા પ્રકારના છે અને વાર્તા શું છે? ફિલ્મના અનેક દૃશ્યો વગર સ્ક્રિપ્ટે શૂટ કરાયાં છે.

મહોત્સવ લાયક ફિલ્મ

મહોત્સવ લાયક ફિલ્મ

ઇમ્તિયાઝના જણાવ્યા મુજબ - હાઈવે ફિલ્મમાં ઘણુ બધુ એવું છે કે જે ફિલ્મ મહોત્સવોમાં પણ પસંદ કરી શકાય અને દર્શકોને પણ ગમે.

English summary
Alia Bhatt was at the Berlin Film Festival for the premiere of Highway. She wore a red Dior suit at the Photo Call and a black gown at premiere.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X