લિંકન જોઈ વિસ્મય અને શ્રદ્ધાથી ભરાઈ આવ્યાં અમિતાભ
મુંબઈ, 30 માર્ચ : બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન આ વર્ષની ઑસ્કાર વિજેતા લિંકન ફિલ્મ જોઈ વિસ્મય અને શ્રદ્ધાથી ભરાઈ આવ્યાં. તેમણે પોતાના આ અનુભવોનો ખુલાસો પોતાના બ્લૉગના માધ્યમથી કર્યો. અમિતાભ બચ્ચને બે દિવસમાં બે વાર આ ફિલ્મ જોઈ નાંખી.
તેમણે જણાવ્યું કે લિંકન ફિલ્મ જોઈ તેમને ઐતિહાસિક મહત્વની માહિતી મળી અને ફિલ્મના વ્યાપ તેમજ ક્ષમતાને જોઈ તેઓ દંગ રહી ગયાં. અમિતાભ બચ્ચને જણાવ્યું - હું આ ફિલ્મથી એટલો પ્રભાવિત છું કે મારી પાસ શબ્દો નથી વ્યક્ત કરવા માટે.
હૉલીવુડ દિગ્દર્શક સ્ટિવન સ્પીલપર્ગની ફિલ્મ લિંકનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો રોલ કરવા માટે હૉલીવુડ અભિનેતા ડેનિયલ ડે લેવિસને વર્ષના સર્વશ્રેષ્ઠ અભિનેતનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું - મેં બે દિવસમાં બીજી વાર લિંકન જોઈ. ફિલ્મનું લેખન શાનદાર, રસપ્રદ તથા ક્ષમતાથી પરિપૂર્ણ છે.
નોંધનીય છે કે લિંકનનું નિર્માણ સ્પીલબર્ગની આ નિર્માણ કમ્પની ડ્રીમ વર્ક્સ તથા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફિલ્મ નિર્માણ કમ્પની રિલાયંસ એંટરટેનમેંટે મળીને કર્યું હતું.












Click it and Unblock the Notifications
