અમિતાભ બચ્ચન ઇંસ્ટાગ્રામ સર્વિસ સાથે જોડાયાં
મુંબઈ, 30 માર્ચ :બૉલીવુડના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચને ફોટો શૅરિંગ સર્વિસ ઇંસ્ટાગ્રામમાં પોતાની હાજરી નોંધાવતાં 11 તસવીરો પણ શૅર કરી છે. આપને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામમાં 100 મિલિયન કરતાં પણ વધુ યૂઝર છે કે જેઓ રોજ લગભગ 32 મિલિયન ફોટો શૅર કરે છે. તેમાં હૉલીવુડની જાણીતી હસ્તીઓ મૅડોના, કિમ કાર્દશિયન, રિહાના તથા જસ્ટિન બીવરનો પણ સમાવેશ થાય છે.
બૉલીવુડમાં અમિતાભ બચ્ચન અગાઉ પ્રિયંકા ચોપરા પણ ઇંસ્ટાગ્રામ જૉઇન કરી ચુક્યાં છે. નવા ઇંસ્ટાગ્રામ ઍકાઉંટમાં અમિતભ બચ્ચને પોતાની કેટલીક તસવીરો પણ શૅર કરી છે કે જેમાં એક તસવીરમાં તેઓ દિલીપ કુમાર સાથે બેઠેલાં છે. સાથે તેમણે પુત્ર અભિષેક બચ્ચનની તસવીર પણ પોતાના નવા ઍકાઉંટમાં શૅર કરી છે. તેમના ઍકાઉંટમાં અત્યાર સુધી તેમના 831 ફૉલોઅર્સ થઈ ચુક્યાં છે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન સોશિયલ નેટવર્કનો ખૂબ ઉપયોગ કરે છે. તેઓ પોતાના બ્લૉગ ઉપર પણ ઘણું બધું લખતાં રહે છે અને ફોટો વગેરે શૅર કરતાં રહે છે.













Click it and Unblock the Notifications
