ફર્સ્ટ લૂક લિક થતાં ભડક્યા બિગ બી, જાહેર કર્યો રિયલ લુક

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના બે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર જલ્દી જ એક ફિલ્મમાં સાથે જોવા મળશે. થોડા સમય પહેલાં જ તેમની આ ફિલ્મ 102 નોટ આઉટનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો. ખરેખર તો આ લુક લિક થયો હતો, જે અંગે અમિતાભે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

તેમણે પોતાની આ ફિલ્મનો સાચો લુક જાહેર કરતાં મીડિયા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે, કારણ કે મીડિયાએ પહેલી તસવીર લિક કરી દીધી છે, હવે હું આ ફિલ્મની સાચી તસવીર આપી જ દઉં છું.

amitabh bachchan

ફિલ્મ 'ઓહ માય ગોડ'ના ડાયરેક્ટર ઉમેશ શુક્લાની ફિલ્મ 'ઓલ ઇઝ વેલ' ફ્લોપ ગઇ હતી. હવે તેમણે આ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે. '102 નોટ આઉટ' ફિલ્મ માટે ઉમેશ શુક્લાએ એક સાથે ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચનને અપ્રોચ કર્યા છે.

ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચન આ પહેલાં કુલી, અમર અકબર એન્થની, નસીબ અને કભી કભી જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. કેહવાઇ રહ્યું છે કે, આગામી ફિલ્મ 102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના પિતા અને ઋષિ કપૂર 75 વર્ષના પુત્રના રોલમાં જોવા મળશે.

English summary
Amitabh Bachchan Posts REAL Picture Of 102 Not Out, earlier was LEAKED!
Please Wait while comments are loading...