સંજય દત્ત માટે ઠુમકા લગાવતાં અમિતાભ : જુઓ તસવીરો
મુંબઈ, 2 નવેમ્બર : મહાનાયક અમિતાભ બચ્ચન અભિનેતા સંજય દત્તની ફિલ્મ નિર્માણ કમ્પનની ફિલ્મમાં નજરે પડશે. તેમણે ફિલ્મના કેટલાંક દૃશ્યોનું શૂટિંગ કર્યું છે. એટલું જ નહીં, તેમણે શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો પણ પોતાના બ્લૉપ ઉપર શૅર કરી છે.
કહે છે કે આ ફિલ્મ સંજય દત્તને સપોર્ટ કરવા માટે બનાવવામાં આવી રહી છે. બ્લૉગ પર મૂકેલી તસવીરમાં મહાનાયક ભીડ વચ્ચે ઢોલના તાલે ઠુમકા લગાતવાં દેખાય છે. અમિતાભે શુક્રવારે રાત્રે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - આ સંજય દત્તની નિર્માણાધીન ફિલ્મમાં મારી નાનકડી ભૂમિકાના શૂટિંગનો દિવસ છે. આ સંજય દત્ત માટે મારા ટેકા અને સહકારનું પ્રતીક છે.
તસવીરો સાથે જુઓ અમિતાભે વધુમાં શું કહ્યું :

બધુ ભુલાવીને પ્રસ્તુતિ
71 વર્ષીય અમિતાભે એમ પણ જણાવ્યું - જ્યારે તેઓ એક વાર જ્યારે કૅમેરા સામે આવી જાય છે, તો બાકી બધુ ભુલાવીને પોતાની પ્રસ્તુતિ આપે છે.

કૅમેરો જોતા જ સક્રિય
અમિતાભે જણાવ્યું - જ્યારે કૅમેરો ઘુમવાનું શરૂ થાય છે કે મારા શરીરની તમામ મુશ્કેલીઓ છતાં મારૂં શરીર સક્રિય થઈ જાય છે.

પુરતો સમય
અમિતાભે જણાવ્યું - આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે મારી પાસે આજે પુરતો સમય છે, પણ આશા રાખુ છું કે બાકીનું શૂટિંગ પણ જલ્દી થશે.

બિગ બી શીર્ષક
મળતી માહિતી મુજબ બિગ બી ટાઇટલ ધરાવતી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાના જ રોલમાં નજરે પડશે.

સંજય જેલમાં
સંજય દત્ત હાલ બૉમ્બ ધડાકા કેસમાં યરવડા જેલમાં છે. તાજેતરમાં જ તેઓ પૅરોલ રજા પર આવ્યા હતાં કે જે પૂર્ણ થતા પાછા જેલમાં ગયાં છે.