ઐશ્વર્યા, પ્રિયંકા અને દીપિકા સાથે છે એમી જેક્સનની હરીફાઇ?

Written By:
Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બોલિવૂડમાં મોટી હસ્તી છે. આ ત્રણેય એક્ટ્રેસિસે પોતાની મહેનતના દમ પર હોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યાં પણ નામના મેળવી છે. બોલિવૂડમાં આ ત્રણેય એક્ટ્રેસિસની લોકપ્રિયતા અપાર છે, વળી હોલિવૂડમાં પ્રિયંકા ચોપરાની પોપ્યૂલારિટીને કદાચ જ કોઇ બોલિવૂડ એક્ટ્રેસ ટક્કર આપી શકે એમ છે. જો કે, સલમાન ખાનની પ્રિય મિત્ર કહેવાતી એમી જેક્સનની હાલ આ ત્રણેય અભિનેત્રીઓ સાથે સરખામણી થઇ રહી છે.

એમીની પ્રથમ ફોરેન ફિલ્મ

એમીની પ્રથમ ફોરેન ફિલ્મ

આ સરખામણી પાછળનું કારણ છે, એમી જેક્સનની ફોરેન ફિલ્મ. એમીએ હાલમાં જ પોતાની ફર્સ્ટ ફોરેન ફિલ્મ 'બૂગી મેન'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આથી જ તેની સરખામણી પ્રિયંકા, દીપિકા અને ઐશ્વર્યા જેવી એક્ટ્રેસિસ સાથે થઇ રહી છે.

હરીફાઇ અંગે એમી જેક્સન

હરીફાઇ અંગે એમી જેક્સન

આ સરખામણી અને હરીફાઇ અંગે એમી જેક્સનનું કહેવું છે કે, મારી એમની(દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા) સાથે કોઇ હરીફાઇ હોઇ જ ન શકે. હું તેમને પ્રેરણાસ્ત્રોત તરીકે જોઉં છું.

એક્ટિંગ અંગે પેશનેટ

એક્ટિંગ અંગે પેશનેટ

'હું મારા કામ અને એક્ટિંગ અંગે પેશનેટ છું, પરંતુ મારા માટે આ કોઇ હરીફાઇ નથી. હું દીપિકા કે પ્રિયંકા સાથે હરીફાઇ નથી કરી રહી. પ્રિયંકા ચોપરા તો આ ઇન્ડસ્ટ્રીમાં મારા અને દીપિકા કરતાં ઘણી પહેલા આવી હતી. હું તે બંન્નેને પ્રેરણાસ્ત્રોત માનું છું.'

ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સરખામણી

ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સરખામણી

ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ એમી જેક્સનની સરખામણી થઇ છે. આ અંગે તેણે કહ્યું હતું કે, ઐશ્વર્યા રાય બચ્ચન પણ એક એવી વ્યક્તિ છે, જેમને મેં હંમેશા અહોભાવ અને માનની લાગણીથી જોઇ છે.

વધુ ને વધુ સારું કામ કરવું છે

વધુ ને વધુ સારું કામ કરવું છે

'તેમની સાથેની સરખામણીથી મને કોઇ દબાણ નથી લાગતું, પરંતુ પ્રેરણા મળે છે. એનાથી મને વધુ મહેનત કરવાની, વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે અને હું મારા ડ્રીમ અને ગોલ તરફ વધુ જુસ્સાથી આગળ વધું છું.'

વધુ ગ્લોબલ ફિલ્મો કરવા અંગે

વધુ ગ્લોબલ ફિલ્મો કરવા અંગે

એમી જેક્સને ફોરેનમાં વધુ ફિલ્મો કરવા અંગે જણાવ્યું કે, હું લોસ એન્જલસમાં હતી ત્યારે મેં કેટલીક સ્ક્રિપ્ટ્સ વાંચી હતી અને મને પસંદ પણ પડી હતી. હું કેટલાક ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરને પણ મળી છું. પરંતુ હજું કંઇ ફાઇનલ નથી.

ઐશ્વર્યાની જગ્યાએ એમી

ઐશ્વર્યાની જગ્યાએ એમી

રજનીકાંતની સુપરહિટ ફિલ્મ 'રોબોટ'માં તેમની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મની સિક્વલ '2.0'માં એમી જેક્સન રજનીકાંત સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ બાદ એમીની ઐશ્વર્યા સાથે વધુ સરખામણી થાય એવું બને.

English summary
Amy Jackson opens up about her competition in Bollywood with Aishwarya Rai, Deepika Padukone and Priyanka Chopra.
Please Wait while comments are loading...