
પુત્ર એક મહિનાનો થવા પર એમી જેક્સને શેર કર્યો ક્યુટ વીડિયો
બોલિવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમા કામ કરી ચૂકેલી અભિનેત્રી એમી જેક્સના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે. પુત્રને જન્મ આપ્યા બાદ તેમના ફોલોઅર્સની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. એમીએ પોતાના પુત્ર એક મહિનાનો થવા પર એક ક્યુટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પુત્ર એંડ્રિયાસ સાથે જોવા મળી રહી છે.
એમીએ સપ્ટેમ્બર મહિનામાં પુત્રને જન્મ આપ્યો છે. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ સિંહ ઈઝ બ્લિંગમાં જોવા મળી હતી. તેણે પુત્રના જન્મના અમુક સમય બાદ જ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. એમીએ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે ફિલ્મ 2.0માં સુપરસ્ટાર રજનીકાંત સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે વિલનની ભૂમિકા નિભાવી હતી. તેમનો આ વીડિયોને એક લાખ 76 હજારથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા પોતાના બાળક એંડ્રિયાસનુ ફોટોશૂટ પણ કરાવ્યુ છે. 'નૉટ લિટલ ફૉર લૉંગ' ફોટોગ્રાફીના ફોટામાં તેમનો પુત્ર ઘણો ક્યુટ લાગી રહ્યો છે.
View this post on InstagramA post shared by Amy Jackson (@iamamyjackson) on
એમીના ફેન્સને આ ફોટા ઘણા પસંદ આવ્યા છે. એમીએ ગયા વર્ષે જૉર્જ પૈનાયિટોઉને ડેટ કરવાનુ શરૂ કર્યુ હતુ. આ વર્ષે બાળકને જન્મ આપ્યા બાદ તેણે પોતાના પ્રેમી સાથે સગાઈ કરી લીધી. રિપોર્ટ્સની માનીએ તો એમી અને જૉર્જ આવતા વર્ષે લગ્ન કરી શકે છે. એમીએ પોતાના બાળકનુ નામ તેના દાદા એટલે કે જૉર્જના પિતા એંડ્ર્યાસના નામ પર રાખ્યુ છે.
આ પણ વાંચોઃ વિદેશમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનુ પહેલુ કડવા ચોથ, વાયરલ થયા ફોટા