શું વિનોદ ખન્નાના પુત્રને ડેટ કરી રહી છે અમાયરા દસ્તૂર?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂર ની વર્ષ 2015માં આવેલી ફિલ્મ Mr.X બોક્સઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ હતી. હવે અમાયરાને પોતાના ભવિષ્યની ચિંતા થઇ રહી છે. પરંતુ તેનું કહેવું છે કે, તેની મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવશે.

હંમેશાથી ઇમરાન હાશ્મી સાથે કામ કરવાની ઇચ્છા હતી

હંમેશાથી ઇમરાન હાશ્મી સાથે કામ કરવાની ઇચ્છા હતી

અમાયરાએ કહ્યું કે, મને પહેલેથી ઇમરાન હાશ્મી સાથે કામ કરવાની ખૂબ ઇચ્છા હતી. તો વિચારો કે જ્યારે મને ફિલ્મ Mr.X માં કામ કરવાની તક મળી ત્યારે મને કેવું લાગ્યું હશે! મેં એ ફિલ્મમાં ખૂબ ડેડિકેશન સાથે કામ કર્યું હતું, પરંતુ એ ફિલ્મ ન ચાલી. આ કારણે હું ખૂબ નિરાશ થઇ. હું સ્ક્રિન પર માત્ર એક સુંદર ચહેરો બનીને નથી રહેવા માંગતી. મારે સારા રોલ કરવા છે.

વિનોદ ખન્નાના પુત્ર સાક્ષી ખન્નાની ખૂબ નજીક છે અમાયરા

વિનોદ ખન્નાના પુત્ર સાક્ષી ખન્નાની ખૂબ નજીક છે અમાયરા

વિનોદ ખન્નાનો 24 વર્ષનો પુત્ર સાક્ષી ખન્ના અને 22 વર્ષીય એક્ટ્રેસ અમાયરા દસ્તૂર ક્લોઝ ફ્રેન્ડસ છે. બંન્ને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાથે ફોટો પોસ્ટ કરી એકબીજાને વ્હાલભરી બર્થ ડે વિશ પણ કરી ચૂક્યાં છે અને આ કારણે જ આ બંન્ને વચ્ચે ફ્રેન્ડશિપ કરતા કંઇક વધારે હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. બેમાંથી કોઇ અંગે મીડિયા સામે કંઇ પણ બોલવાથી બચે છે, પરંતુ સૂત્રો અનુસાર અમાયરા અને સાક્ષી ઘણા સમયથી એકબીજાની સાથે છે.

મોડેલિંગથી કુંગ ફૂ યોગા સુધી

મોડેલિંગથી કુંગ ફૂ યોગા સુધી

અમાયરા દસ્તૂરે 16 વર્ષની ઉંમરમાં મોડેલિંગ દ્વારા પોતાના કરિયારની શરૂઆત કરી હતી. તેનો જન્મ મુંબઇમાં પારસી પરિવારમાં થયો છે અને તેને એમી રોહિંટન દસ્તૂરના નામથી પણ ઓળખવામાં આવે છે. અમાયરા દસ્તૂર છેલ્લે જેકી ચેન, સોનૂ સૂદ, દિશા પટાણી સ્ટારર ફિલ્મ કુગ ફૂ યોગામાં જોવા મળી હતી. આ સિવાય તે એક તમિલ ફિલ્મમાં ધનુષ સાથે પણ કામ કરી ચૂકી છે, જે માટે તેને બેસ્ટ એક્ટ્રેસ ડેબ્યૂનો SIIMA પણ મળ્યો હતો.

અમાયરાએ જેકી ચેનને શીખવ્યા હતા હિંદી બેડ વર્ડ્સ

અમાયરાએ જેકી ચેનને શીખવ્યા હતા હિંદી બેડ વર્ડ્સ

કુંગ ફૂ યોગામાં જેકી ચેન સાથે સ્ક્રિન સ્પેસ શેર કરવા અંગે અમાયરાએ કહ્યું કે, જેકી ચેન સુપરસ્ટાર હોવા છતાં અત્યંત નમ્ર છે. તેઓ એનર્જીથી ભરપૂર છે અને તેમની સાથે કામ કરવું મારા માટે ખૂબ પ્રેરણાજનક સાબિત થયું છે. સેટ પરના એક રમૂજી કિસ્સાને યાદ કરતાં તેણે કહ્યું કે, મેં તેમને હિંદીમાં નમસ્તે માટે એક હિંદી બેડ વર્ડ શીખવાડ્યો હતો. પછી જ્યારે સોનુ સૂદ સેટ પર આવ્યા અને જેકી ચેને એ હિંદી શબ્દ સાથે તેમનું અભિવાદન કર્યું ત્યારે સેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

English summary
Amyra Dastur doesn’t want to be just a pretty face on screen.
Please Wait while comments are loading...