Video: શું અનન્યા પાંડે-આદિત્ય રૉય કપૂરના રિલેશન કન્ફર્મ? દિવાળી બેશમાં દેખાઈ બંને વચ્ચે રોમેન્ટીક કેમેસ્ટ્રી
બૉલિવુડના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાંથી એક નવા જ સમાચારની અફવાઓએ જોર પકડ્યુ છે.
બૉલિવુડના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાંથી એક નવા જ સમાચારની અફવાઓએ જોર પકડ્યુ છે. જેમાં અનન્યા પાંડે અને આદિત્ય રૉય કપૂર એકબીજાના હાથમાં હાથ પરોવીને ફરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનન્યા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનો ગણગણાટ શરુ થઈ ગયો હતો પરંતુ કોઈ પણ આ વિશે ખુલીને બોલી નથી રહ્યુ.

નેહા ધૂપિયાએ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીથી પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં આદિત્ય અને અનન્યા પાછળ સૌથી અલગ એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ગુરુવારે બંને સાથે જોવા મળતા જ તેમના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
અનન્યા અને આદિત્ય જ્યારે પાર્ટીમાં પહોંચ્યા ત્યારા પાપારાજી સામે બંનેએ પોઝ આપ્યા. બંને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. હવે જ્યારે બંનેના ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે લોકો અંદાજ લગાવી રહ્યા છે કે તેમણે પોતાના રિલેશનશિપને કન્ફર્મ કરી દીધી છે. ઘણા યુઝર્સને આ જોડી ગમી રહી છે.
તમને જણાવી દઈએ કે 'કૉફી વિથ કરણ' પછી તેમના સંબંધોના સમાચાર હેડલાઇન્સમાં આવ્યા હતા. કરણ જોહરે કહ્યુ હતુ કે તેણે બંનેને એક પાર્ટીમાં સાથે જોયા હતા અને વિચાર્યુ હતુ કે બંને રિલેશનશિપમાં છે. અનન્યા પાંડેએ આદિત્ય રૉય કપૂરને હૉટ કહ્યો હતો. જો કે, તેમના સંબંધોનુ સત્ય શું છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
