બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે એનિમલ, જાણો કેવી રીતે નક્કી થાય છે ફિલ્મોનું કલેક્શન?
હાલ બોલિવૂડ ફિલ્મ એનિમલની ખુબ ચર્ચા છે. ફિલ્મ આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ કલેક્શન વિશે તો બધા જાણે છે પરંતુ ફિલ્મનું કલેક્શન થાય છે કેવી રીતે તેની કોઈને ખબર નથી.
જણાવી દઈએ કે બોક્સ ઓફિસ કલેક્શન એક ખાસ સિસ્ટમથી અંકાય છે. આ સિસ્ટમાંથી સામાન્ય લોકો સુધી ફિલ્મ કલેક્શનમા આંકડા પહોંચે છે.
મનોરંજનનું આકર્ષણ બોક્સ ઓફિસ કલેક્શન પર આધારિત છે. આ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મહત્વપૂર્ણ પરિમાણ નક્કી કરવામાં આવ્યું છે. વિતરકોને થિયેટર માલિકો તરફથી સાપ્તાહિક ધોરણે વળતર આપવામાં આવે છે.

મલ્ટિપ્લેક્સમાં ડિસ્ટ્રીબ્યુટરને પહેલા અઠવાડિયામાં 50 ટકા, બીજા અઠવાડિયામાં 42 ટકા, ત્રીજા અઠવાડિયામાં 37 ટકા અને ચોથા અઠવાડિયા પછી 30 ટકા મળે છે. જ્યારે સિંગલ સ્ક્રીન પર પ્રથમ અઠવાડિયાથી ફિલ્મ ચાલે ત્યાં સુધી સામાન્ય રીતે 70-90 ટકા મળે છે.
ઉદાહરણ દ્વારા સમજીએ તો, મલ્ટિપ્લેક્સમાં ટિકિટની કિંમત 250 રૂપિયા હોય અને 100 લોકોએ ફિલ્મ જોઈ એટલે કે 100 શો થયા. આ પહેલા પ્રથમ સપ્તાહનું કુલ કલેક્શન 25,00,000 રૂપિયા હતું. 30 ટકા ઘટાડ્યા પછી કમાણી 17,50,000 રૂપિયા થઈ. વિતરકને પ્રથમ સપ્તાહમાં 50 ટકા મળે છે. એ જ રીતે, બાકીના અઠવાડિયામાં પણ વિતરકને સમાન દરે શેર મળશે.
સિંગલ સ્ક્રીન પર ટિકિટ 150 રૂપિયા છે અને 100 શો થયા તો કુલ કલેક્શન 15,00,000 થયું. 30 ટકા બાદ કર્યા પછી કમાણી 10,50,000 રૂપિયા થઈ. આમાં કમાણીનો 80 ટકા ભાગ વિતરકને જાય છે, તેથી પ્રથમ સપ્તાહમાં વિતરક 8,40,000 રૂપિયા કમાય છે. જ્યાં સુધી ફિલ્મ ચાલે છે ત્યાં સુધી વિતરકને તેનો હિસ્સો મળતો રહે છે.












Click it and Unblock the Notifications
