• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Animals બન્યાં Heros : ટફી ન હોત, તો પ્રેમ-નિશાના લગ્ન કેવી રીતે થાત?

|

મુંબઈ, 9 ઑગસ્ટ : અક્ષય કુમાર અને તમન્ના ભાટિયા અભિનીત એંટરટેનમેંટ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ. જોકે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે, પરંતુ ફિલ્મના હીરો જૂનિયર (ગોલ્ડન રિટ્રાઇવર)નુ પરફૉર્મન્સ શાનદાર રહ્યુ છે.

પ્રાણીઓ કોઈ પણ ફિલ્મમાં એક્સ્ટ્રા એંટરટેનમેંટ જોડે છે અને એંટરટેનમેંટ ફિલ્મમાં એંટરટેનમેંટ નામ ધરાવતા જૂનિયરે વૈસા વસૂલ કામ કર્યુ છે. યુવાનથી લઈ મોટેરાઓ, તમામ દર્શકોને પડદા ઉપર પ્રાણીઓનું કાર્ય કાયમ સારૂ જ લાગતુ હોય છે. કેટલીક વાર તો પ્રાણીઓની ભૂમિકા એટલી દમદાર લાગે છે કે જે હીરો કરતા પણ ચઢિયાતા સાબિત થાય છે. હમ આપકે હૈં કૌન ફિલ્મનું અંતિમ દૃશ્ય યાદ કરો કે જ્યારે રાજેશ (મોહનીશ બહલ) અને નિશા (માધુરી દીક્ષિત)ના લગ્ન થવાની અણીએ હતાં અને તે જ વખતે પ્રેમ (સલમાન ખાન) દ્વારા નિશા માટે લખાયેલી ચિટ્ઠી ટફી (કૂતરા)ના મોઢે આવી જાય છે. ટફી જ આ ચિટ્ઠી રાજેશ સુધી પહોંચાડે છે અને પ્રેમ-નિશાના પ્રેમનો ખુલાસો થાય છે. જો ટફી ન હોત, તો કદાચ પ્રેમ-નિશાના લગ્ન ન થઈ શક્યા હોત.

ચાલો આપને બતાવીએ એવા Animals કે જે પડદા પર દર્શકો માટે Heros બની ગયાં :

એંટરટેનમેંટ

એંટરટેનમેંટ

એંટરટેનમેંટની સ્ટોરી એંટરટેનમેંટ નામ ધરાવતા કૂતરા વિશે છે. અક્ષય કુમારના પિતા પોતાની મિલ્કત આ કૂતરા નામે કરી મૃત્યુ પામે છે. ફિલ્મમાં બતાવાયું છે કે અક્ષય અને તેમના અંકલ્સ આ પ્રૉપર્ટી મેળવવા કેવા-કેવા પ્રયત્નો કરે છે.

ગ્રાન્ડ મસ્તી

ગ્રાન્ડ મસ્તી

ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં રીતેશ, આફતાબ અને વિવેકની ફુલ ફન કૉમેડીમાં પસી નામની કૅટનો પણ મોટો ફાળો હતો.

દેલ્હી 6

દેલ્હી 6

દેલ્હી 6 ફિલ્મનું ગીત મસક્કલી... આ ડવ-બર્ડના નામ પર જ બનાવાયુ હતું. સોનમ કપૂર તથા અભિષેક બચ્ચન આ પક્ષી સાથે દેખાયા હતાં.

વાયપીડી 2

વાયપીડી 2

યમલા પગલા દીવાના 2માં ચિમ્પાઝીના રોલમાં હૅપ્પી સિંહે ખૂબ મનોરંજન કર્યુ હતું.

મટરૂ કી બિજલી કા મંડોલા

મટરૂ કી બિજલી કા મંડોલા

મટરૂ કી બિજલી કી મંડોલા ફિલ્મમાં આ ગુલાબી ભેંસ માટે પંકજ કપૂરને જ દેખાતી હતી.

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા

આ પારેવાએ મૈંને પ્યાર કિયામાં સલમાન ખાન અને ભાગ્યશ્રી વચ્ચે સંદેશવાહક તરીકે કામ કર્યુ હતું.

હિમ્મતવાલા

હિમ્મતવાલા

હિમ્મતવાલા ફિલ્મમાં આ ટાઇગરનું કામ પણ શાનદાર હતું.

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌનમાં લીડ રોલ ધરાવતાં કલાકારો વચ્ચે બહુ દેખાયેલ ટફીને કોણ ભૂલી શકે. જો ટફી ન હોત, તો કદાચ છેલ્લે સલમાન-માધુરીના લગ્ન પણ ન થયા હોત.

આંખેં

આંખેં

આંખેં ફિલ્મમાં ગોવિંદા અને ચંકી પાન્ડેની દરેક શરારતમાં તેમનો સાથ આપતો વાંદરો કોણ ભુલી શકે. છેલ્લી ફાઇટમાં તે જ વિલનથી હીરોસને બચાવે છે.

હાથી મેરે સાથી

હાથી મેરે સાથી

રામૂ નામના હાથીએ હાથી મેરે સાથીમાં મહત્વનો રોલ કર્યો હતો. રાજેશ ખન્ના રામૂને પોતાના પરિજનો કરતા વધુ મહત્વ આપે છે.

તેરી મેહરબાનિયાં

તેરી મેહરબાનિયાં

જૅકી શ્રૉફની ફિલ્મ તેરી મેહરબાનિયાં ફિલ્મમાં આ કૂતરાની લાગણીઓ સૌને લાગણીશીલ બનાવી ગઈ હતી.

મર્દ

મર્દ

મર્દ ફિલ્મમાં અમિતાભના બે-બે સાથીઓ હતાં. એક તરફ મોતી અને બીજી તરફ બાદલ કે જેઓ સંકટના સમયે અમિતાભ બચ્ચનની મદદ કરે છે.

કુલી

કુલી

કુલી ફિલ્મમાં આ બાઝ સૌને મોહી ગયો હતો કે જે ફિલ્મમાં અમિતાભ બચ્ચન સહિત તમામ પૉઝિટિવ કલાકારોની મદદ કરે છે.

English summary
Entertainment movie review shows best films are when animals turned heroes in Bollywood movies. See the best Bollywood movies featuring animals...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more