For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉસે કર્યા ખુશ, એન્થૉની હવે હવાઈ કારનામાઓ પર બનાવશે ફિલ્મ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 ઑક્ટોબર : ફિલ્મ બ્લ્યુના દિગ્દર્શક એન્થૉની ડિસૂઝા પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી બૉસ ફિલ્મને મળતા હકારાત્મક પ્રત્યાઘાતથી ચમત્કૃત છે. હવે તેઓ હવાઈ કારનામાઓ પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ડિસૂઝાએ જણાવ્યું - આ મારો પોતાનો વિચાર છે. આ વિચાર મારા હૃદયની બહુ નજીક છે અને હું પોતાની રીતે આ ફિલ્મ બનાવવા માંગુ છું. હું ખુશ ચું કે બૉસને દર્શકોએ સ્વીકારી. પોતાના કરતાં હું પોતાના પત્ની માટે વધુ ખુશ છું કે જેણે ત્રણ વર્ષ અનિશ્ચિતતાઓ વચ્ચે પસાર કર્યાં. મારા આઠ વર્ષના પુત્રને પણ બૉસ ગમી.

boss
બૉસ અંગે દર્શકોના પ્રત્યાઘાત પર ચર્ચા કરતાં એન્થૉની ડિસૂઝાએ જણાવ્યું - હું કેવો અનુભવ કરી રહ્યો છું? એવી વાત નથી કે મેં પોતાની જાતને સાબિત કરી બતાવી, હું બસ ખુશ છું અને રાહત અનુભવુ છું કે નિર્માતાઓના પૈસા વસૂલ થઈ ગયાં. ફિલ્મે ખૂબ જ સારી શરુઆત કરી છે. આ સમગ્ર ફિલ્મ મસાલા ફિલ્મ છે. બૉસની સરખામણી રીતેશ બત્રાની લંચબૉક્સ ફિલ્મ સાથે ન કરી શકાય. મારી ફિલ્મ લંચબૉક્સ શૈલીની ફિલ્મ કરતાં જુદી છે અને બંને ફિલ્મોના દર્શક વર્ગો જુદા છે.

તેમણે જણાવ્યું - મને લાગે છે કે અક્ષય કુમાર અને હું બને બાળપણથી જ અમિતાભ બચ્ચની ફિલ્મો જોતા મોટા થયાં છીએ અને આ ફિલ્મ અમારા દ્વારા તે વખતના સિનેમાને શ્રદ્ધાંજલિ છે. તેમણે જણાવ્યું - બ્લ્યુની નિષ્ફળતા બાદ મેં વ્યવાસિયક ફિલ્મોનો રુખ કર્યો. મેં બ્લ્યુ દ્વારા કંઈક નવું કરવાની કોશિશ કરી, પણ હું નિષ્ફળ નિવડ્યો. એન્થૉની ડિસૂઝા પોતાની નવી શરુઆત અને સફળતા બદલ બૉસ ફિલ્મના નાયક અક્ષય કુમાર પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું નથી ચૂકતાં. બૉસમાં અક્ષય ઉપરાંત અદિતી રાવ હૈદરી અને શિવ પંડિત પણ છે.

English summary
"Blue" director Anthony D'Souza would have gone into oblivion had it not been for Akshay Kumar's support. Now he marvels at the response to his new film "Boss", and he is planning an aerial adventure drama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X