For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધ કાશ્મીર ફાઈલ્સ'ને પ્રોપાગાન્ડા ગણાવવા પર અનુપમ ખેરે આપ્યુ રિએક્શન, કહ્યુ - ભગવાન એ ઈઝરાયેલીને સદબુદ્ધિ આપે

બૉલિવુડ કલાકાર અનુપમ ખેરે પણ પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ વિશે એક ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

Anupam Kher On The Kashmir Files: ગોવામાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સોમવારે થયેલા સમાપન સમારંભમાં જ્યૂરી પ્રમુખ નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર આપેલા નિવેદનથી ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો. વાસ્તવમાં, જ્યૂરીએ ધ કાશ્મીર ફાઈલ્સને પ્રોપાગાન્ડા અને અશ્લીલ મૂવી ગણાવીને ફિલ્મ ફેસ્ટીવલ માટે અયોગ્ય કહી. હવે આ બાબતને લઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બૉલિવુડ કલાકાર અનુપમ ખેરે પણ પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ વિશે એક ટ્વિટ કર્યુ છે.

જ્યૂરીએ કહ્યુ - કાશ્મીર ફાઈલ્સ એક પ્રોપાગાન્ડા

જ્યૂરીએ કહ્યુ - કાશ્મીર ફાઈલ્સ એક પ્રોપાગાન્ડા

ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે ઈવેન્ટના સમાપન સમારોહમાં કહ્યુ હતુ કે તેમને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પ્રોપાગાન્ડા લાગી છે. નદાવ લેપિડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારથી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી છે. હવે આ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

અનુપમ ખેરે કર્યુ આવુ ટ્વિટ

ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને પ્રોપગેન્ડા ગણાવવા પરઆ ફિલ્મના મુખ્ય કલાકારોમાંથી એક અનુપમ ખેરે ટ્વિટ કર્યુ છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ છે - જૂઠનુ કદ ભલે ગમે તેટલુ ઊંચુ કેમ ના હોય, સત્યના મુકાબલે તે હંમેશા નાનુ જ હોય છે. આ સિવાય અનુપમ ખેરે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પોતાની તસવીર પણ શેર કરી છે.

અનુપમ ખેરે કહ્યુ - ભગવાન તેમને સદબુદ્ધિ આપે

અનુપમ ખેરે મંદિરમાં પૂજા કર્યા પછી બહાર આવતાં એએનઆઈ સાથે વાત કરી અને કહ્યુ- જો પ્રલય સાચો છે તો કાશ્મીરી પંડિતોનુ પલાયન પણ સાચુ છે. આ બધુ મને પૂર્વ આયોજિત લાગે છે કારણ કે આ પછી તરત જ ટૂલકીટ ગેંગ સક્રિય થઈ ગઈ હતી. ભગવાન તે ઇઝરાયેલી નિર્માતાને સદબુદ્ધિ આપે, જેથી તે સ્ટેજ પરથી હજારો અને લાખો લોકોની દુર્ઘટનાને પોતાનો એજન્ડા પૂરો કરવા માટે ઉપયોગ ન કરે.

જ્યૂરીના નિવદેનથી દુઃખી થયા દર્શન કુમાર

જ્યૂરીના નિવદેનથી દુઃખી થયા દર્શન કુમાર

આ વિશે ઈટાઈમ્સ સાથે વાત કરતા ફિલ્મના અભિનેતા દર્શન કુમારે કહ્યુ- દરેક વ્યક્તિ જે જુએ છે અને સાંભળે છે તેના પર એક અભિપ્રાય આપે છે પરંતુ એ હકીકતને નકારી શકાય નહિ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' આવી જ એક ફિલ્મ છે જે એક સમુદાય કાશ્મીરી પંડિતોની દુર્દશા દર્શાવે છે. તે હજુ પણ આતંકવાદ સામે ન્યાય માટે લડી રહ્યો છે. અભિનેતા દર્શન કુમારે કહ્યુ- આ ફિલ્મ અશ્લીલતા પર આધારિત નથી પરંતુ એક મોટા સત્ય પર આધારિત છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આપી આકરી પ્રતિક્રિયા

વળી, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે જ્યુરીના નિવેદન પર તેમની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે- તેમને આવા નિવેદનો સામે ઘણો વાંધો છે. મને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે નદાવ લેપિડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા સામે સખત વાંધો છે. તેમણે આગળ કહ્યુ- 3 લાખ કાશ્મીરી પંડિતોના નરસંહારને દર્શાવવુ અશ્લીલ નથી પરંતુ હકીકત છે. હું એક ફિલ્મ નિર્માતા છુ અને એક કાશ્મીરી પંડિત તરીકે આતંકવાદનો ભોગ બનેલા લોકો પ્રત્યેના આ શરમજનક કૃત્યની નિંદા કરુ છુ.

2022ની સફળ ફિલ્મ બની ધ કાશ્મીર ફાઈલ્સ

2022ની સફળ ફિલ્મ બની ધ કાશ્મીર ફાઈલ્સ

મળતી માહિતી મુજબ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી હતા. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર અને અન્ય ઘણા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મની કહાની 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારની કહાની છે. તે વર્ષ 2022ની સુપરહિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ છે.

English summary
Anupam Kher reaction on telling The Kashmir File as propaganda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X