અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ બૉયફ્રેન્ડ સાથે કર્યુ લિપલૉક, સમુદ્રમાં આપ્યા ઈંટિમેટ પોઝ, જુઓ Pics
મુંબઈઃ બોલિવૂડના ફેમસ ડિરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ ભલે ફિલ્મી દુનિયામાં એક્ટિવ ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આલિયા દરરોજ પોતાની હૉટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે તેના બૉયફ્રેન્ડ સાથે યુરોપ વેકેશનની એક ઝલક શેર કરી. આલિયાએ એક સીરિઝ શેર કરી જેમાં તે શેન સાથે ચિલ કરતી જોવા મળે છે. આ સીરીઝમાં આલિયાએ કેટલીક બોલ્ડ તસવીરો પણ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આલિયાએ કર્યુ લિપલૉક
આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બૉયફ્રેન્ડ શેન સાથે લિપલૉક કરતી જોઈ શકાય છે. તેણે તસવીરને કોઈ કેપ્શન આપ્યુ નથી. આ સિવાય કેટલાક ઈમોજી પણ બનાવવામાં આવ્યા છે. આલિયાએ આ તસવીર શેર કરીને ઈન્ટરનેટનુ તાપમાન વધાર્યુ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફેન્સને ગમી આલિયા-શેનની કેમેસ્ટ્રી
તમને જણાવી દઈએ કે આલિયા અને શેન છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતા રહે છે. આલિયાની વાત કરીએ તો તે વ્યવસાયે યુટ્યુબર છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આલિયા કશ્યપ અને શેન ગ્રેગોયરની આ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો આ બંનેની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે.

આ રીતે થઈ શેન સાથે મુલાકાત
આલિયાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તે શેનને ડેટિંગ એપ પર મળી હતી. તે પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. આલિયા અને શેન છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફેન્સ આ કપલને ખૂબ પસંદ કરે છે.

ડિવોર્સ લઈ ચૂક્યા છે આલિયાના માતાપિતા
તમને જણાવી દઈએ કે આલિયા કશ્યપ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને તેની પ્રથમ પત્ની આરતી બજાજની પુત્રી છે. અનુરાગ કશ્યપ અને આરતી બજાજના છૂટાછેડા થઈ ગયા છે.