અનુષ્કા શર્માએ કરાવ્યુ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, પ્રિયંકાથી લઈને દીપિકા સુધી બધાએ કરી પ્રશંસા, જુઓ Pics
અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં પ્રેગ્નેન્સી માટે ચર્ચામાં છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા પ્રેગ્નેન્સીમાં વૉગ મેગેઝીન માટે ફોટોશૂટ કરવીને ચર્ચામાં છવાઈ ગઈ છે. ખૂબ જ ગ્લેમરસ અવતારમાં તેણે બેબી બંપ ફ્લૉન્ટ કરીને આ શૂટ કરાવ્યુ છે જેના પરથી નજર હટાવવી ઘણી મુશ્કેલ છે. અનુષ્કાએ ખુદ પણ આ ફોટા શેર કર્યા. વૉગના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પણ પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માના ફોટોને શેર કરવામાં આવ્યા. વળી, અનુષ્કાના પ્રેગ્નેન્સીનુ ફોટોશૂટ જોઈને પતિ વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર રિએક્ટ કર્યુ. તેણે કમેન્ટ બૉક્સમાં લખ્યુ - 'Beautiful ♥️'. વિરાટ ઉપરાંત પણ તમામ બૉલિવુડ સ્ટાર્રસે અનુષ્કા શર્માના ફોટા પર કમેન્ટ કરીને બ્યુટીફૂલ ગણાવ્યા.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

દીપિકા-પ્રિયંકાએ કરી પ્રશંસા
ઝોયા અખ્તર, અથિયા શેટ્ટી, વાણી કપૂર, ઈશાન ખટ્ટર, શિબાની દાંડેકર, પ્રિયંકા કપાડિયા, મૌની રૉય સહિત તમામ બૉલિવુડ સેલેબ્ઝે અનુષ્કા શર્માની પ્રશંસા કરી. વળી, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પણ કમેન્ટ કરીને આ ફોટોશૂટને શાનદાર ગણાવ્યુ.

પ્રેગ્નેન્સીના અનુભવ પર અનુષ્કાએ કહ્યુ
અનુષ્કા શર્માએ મેગેઝીન સાથે વાતચીતમાં પોતાની પ્રેગ્નેન્સી પીરિયજના અનુભવને પણ શેર કર્યો. તેણે જણાવ્યુ કે પરિવાર, પતિ અને દોસ્તોનો તેને પૂરો સપોર્ટ મળ્યો છે.

કોરોના વરદાન
અનુષ્કા શર્માએ જણાવ્યુ કે તેના માટે કોરોના એક રીતે વરદાન સાબિત થયુ. આ દરમિયાન લોકો ઘરમાંથી ઓછુ જ બહાર નીકળત. તે પતિ સાથે માત્ર ક્લિનિક પર જવા માટે ઘરની બહાર નીકળતી હતી અને કોઈ તેને વધુ જોઈ પણ ન શક્યુ. હું મારી પ્રેગ્નેન્સીને સિક્રેટ રાખવા માંગતી હતી. જે આ કોરોના દરમિયાન સંભવ બન્યુ. મે વિરાટ સાથે સમય પસાર કર્યો.

કોરોનામાં બહુ સાવચેતી રાખી
અનુષ્કા જણાવે છે કે કોવિડના કારણે તેમણે બહુ સાવચેતી રાખી. દુબઈ જ્યારે ટ્રાવેલ કર્યુ તો બહુ સાવધાની સાથે હું ત્યાં ગઈ. હું પ્રેગ્નેન્સી દરમિયાન લાંબા સમય સુધી દોસ્તોને પણ ન મળી. બુલબુલ ફિલ્મ દરમિયાન વીડિયો પર પ્રમોશનમાં બિઝી હતી. એક વાર તે અસહજ અને અસ્વસ્થ ફીલ કરવા લાગી. તો અચાનક તેણે પોતાનો કૉલ કટ કરી દીધો અને ભાઈ કર્ણેશને જણાવ્યુ. તેણે એ પણ કહ્યુ કે જો સેટ પર હોત તો કદાચ બધાને આના વિશે ખબર પડી જાત.

હું બહુ ઉત્સાહિત છુ
તે કહે છે કે આ પેરેન્ટ્સ બનવાની સુંદરતા છે કે તે અને નિઃછળ અને અસ્તિત્વ છે. હું વાસ્તવમાં ઉત્સાહિત છુ. મને ખબર છે કે દરેક સમય સરળ નહિ હોય પરંતુ તમારે એ જ કરવુ પડશે જે તમારે કરવાનુ છે. અનુષ્કાએ જણાવ્યુ કે શરૂઆતના ત્રણ મહિના મે માત્ર બિસ્કિટ અને ટોસ્ટ ખાધા. ત્યારબાદ મે ભેળપુરી અને વડાપાઉ પણ ખાધા. એ સૌથી મોટુ મિથ હોય છે કે તમારે બે વ્યક્તિ માટે ખાવાનુ છે. તેણે કહ્યુ કે મારા ડૉક્ટરે ક્યારેય આવી વાત નથી કીધી.
'કુંડલી ભાગ્ય'ની પ્રીતાના બિકિની ફોટાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ Pics