'પદ્માવતી' પોસ્ટરની વાહવાહીથી અકળાઇ અનુષ્કા શર્મા!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં કેટ-ફાઇટ નોર્મલ ગણાય છે, પરંતુ કેટલીક એક્ટ્રેસિસ એવી છે જેમની પાસેથી લોકો સમજદારીની આશા રાખે છે. આવી એક્ટ્રેસિસની લિસ્ટમાં આજ સુધી અનુષ્કા શર્માનું નામ પણ હતું, પરંતુ 'પદ્માવતી' પોસ્ટર અંગે તેણે આપેલ રિપ્લાય બાદ તેની સમજદારી પર પ્રશ્ન થાય છે. 'પદ્માવતી' પોસ્ટર અંગેના તેના જવાબ બાદ કેટલાક લોકો તો અનુષ્કાની આલોચના પણ કરી રહ્યાં છે.

'પદ્માવતી'નું પોસ્ટર કેવું લાગ્યું?

'પદ્માવતી'નું પોસ્ટર કેવું લાગ્યું?

એક ઇવેન્ટમાં અનુષ્કા શર્માને 'પદ્માવતી'ના પોસ્ટર અંગે પૂછવામાં આવ્યું હતું કે, તેને આ પોસ્ટર કેવું લાગ્યું. હા કે નામાં જવાબ આપવાની જગ્યાએ અનુષ્કાએ લાંબી વાર્તા કરી અને બહાનુ આપ્યું કે, તેના મોબાઇલમાં નેટવર્ક ન હોવાને કારણે તેને આ અંગે કંઇ ખબર હતી. તેના જવાબ પરથી લોકોને લાગ્યું કે, તેના દીપિકાના આ પોસ્ટરની ચર્ચાથી બળતરા થઇ રહી છે.

જુઠ્ઠાણું પકડાયું

જુઠ્ઠાણું પકડાયું

વળી, અનુષ્કાએ અહીં મોબાઇલમાં નેટવર્ક અને ઇન્ટરનેટ ન હોય તો મનને કેટલી શાંતિ મળે એ અંગે પણ વાત કરી નાંખી. જ્યારે કે, એ જ દિવસે સવારે અનુષ્કાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જો અનુષ્કાના ફોનમાં નેટવર્ક ના હોય તો તસવીર કઇ રીતે પોસ્ટ થાય? આમ અનુષ્કાનું જુઠ્ઠાણું પણ પકડાઇ ગયું હતું.

દીપિકાથી બળે છે અનુષ્કા?

દીપિકાથી બળે છે અનુષ્કા?

દીપિકાનું 'પદ્માવતી'નું પોસ્ટર રીલિઝ થતાં વેંત જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે અને લોકો તેની સુંદરતાના ખૂબ વખાણ પણ કરી રહ્યાં છે. ચારે બાજુ દીપિકાની થઇ રહેલી વાહ-વાહી કદાચ અનુષ્કા પચાવી નથી શકી. અનુષ્કા પોતાના બોલ્ડ નિવેદનો માટે જાણીતી છે, પરંતુ તે હંમેશા પોતાનો મત ખૂબ સ્પષ્ટતાથી મુકે છે. તે આ પહેલા પણ દીપિકા અંગે તીખી ટિપ્પણી કરી ચૂકી છે.

આ અનુષ્કાનો અહંકાર છે?

આ અનુષ્કાનો અહંકાર છે?

અનુષ્કા શર્માને એકવાર તેની ફિલ્મોની ચોઇસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે, હું રાજકુમાર હિરાની અને યશ ચોપરા જેવા લોકોની પસંદ છું, અન્ય લોકો અયાન કે એવા કોઇની ચોઇસ હોઇ શકે છે. એ સમયે દીપિકા પાદુકોણ અયાન મુખર્જીની 'યે જવાની હે દીવાની' માટે શૂટિંગ કરી રહી હતી.

અન્ય હીરોઇન પ્રત્યે પણ નારાજગી

અન્ય હીરોઇન પ્રત્યે પણ નારાજગી

અનુષ્કા શર્માએ યશ ચોપરા બેનરની ફિલ્મ 'રબ ને બના દી જોડી' દ્વારા ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી, પરંતુ એ વર્ષના તમામ ડેબ્યૂ એવોર્ડ ફિલ્મ 'ગજની' માટે અસિનને આપવામાં આવ્યા હતા. આ અંગે અનુષ્કાએ ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી.

મોટી ઉંમરના હીરો અંગે ટિપ્પણી

મોટી ઉંમરના હીરો અંગે ટિપ્પણી

એક ઇન્ટરવ્યુમાં અનુષ્કાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ પુરુષોની ઇન્ડસ્ટ્રી છે. અહીં 25 વર્ષથી માંડીને 50 વર્ષ સુધીના એક્ટર્સ છે, પરંતુ હિરોઇન સૌની એક જ છે. ઇન્ડસ્ટ્રીમાં હિરોઇનનો કાર્યકાળ તે 27-28 વર્ષની થાય ત્યાં સુધી ચાલે છે. અનુષ્કા શર્મા પોતે શાહરૂખ, આમિર, સલમાન એમ ત્રણેય સાથે હિટ ફિલ્મો આપી ચૂકી છે.

English summary
Anushka Sharma sparks a controversy with Deepika Padukones Padmavati poster.
Please Wait while comments are loading...