સ્વચ્છ ભારત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની અનુષ્કા શર્મા

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ અને કેપ્ટન વિરાટ કોહલી ની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઇ ગઇ છે. શહેરી વિકાસ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા માટે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની પસંદગી કરી છે.

જાણવા મળ્યા મુજબ, ગ્રામીણ ભારત અને કસબાઓમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અનુષ્કા શર્માને લઇને નવી ઝુંબેશ શરૂ કરવામાં આવશે, જેમાં અનુષ્કા દેશભરમાં આ અભિયાનનો પ્રચાર-પ્રસાર કરતી જોવા મળશે.

anushka sharma

અનુષ્કાની પ્રસિદ્ધિને ધ્યાનમાં રાખતા સરકારે તેમની પર પસંદગી ઉતારી છે. આથી હવે અનુષ્કા શર્મા મહિલાઓને સફાઇ અંગે જાગૃતિનો સંદેશ આપતી જોવા મળશે. આ પહેલાં અભિનેત્રી વિદ્યા બાલન ઘર-ઘરમાં શૌચાલયના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવતી નજરે પડી હતી. હાલ બોલિવૂડના મહાન કલાકાર અમિતાભ બચ્ચન પણ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં છે. હવે એમાં અનુષ્કા શર્માનું નામ પણ જોડાયું છે.

અહીં વાંચો - શું છે એશ, પરણિતી, અનુષ્કા જેવા સેલેબ્રિટીના "Pet name"? જાણો અહીં

ઉપલબ્ધ માહિતી અનુસાર, અનુષ્કા શર્માએ આ અભિયાન માટે બે વીડિયો પણ શૂટ કરી લીધા છે. અહીં અનુષ્કા શર્માની પસંદગી પાછળનું મુખ્ય કારણ છે, મહિલાઓ. વધુમાં વધુ મહિલાઓ સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે તથા ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને જાગૃત કરવા માટે સરકારે અનુષ્કા શર્માની પસંદગી કરી છે.

English summary
Anushka Sharma becomes the female face of PM Modi's Swachh Bharat Abhiyan.
Please Wait while comments are loading...