રણવીર જ નહીં, વિરાટ પણ છે લવર નંબર 7 : જુઓ અનુષ્કાના લવ અફૅર્સ
મુંબઈ, 30 મે : વિરાટ કોહલી ઉપર આજકાલ ક્રિકેટ ઉપરાંત બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જાદૂ છવાયેલો છે. એટલે જ તો વિરાટ ક્રિકેટમાંથી સમય મળતા જ અનુષ્કા શર્મા પાસે પહોંચી જાય છે. વિરાટ-અનુષ્કાના લવ અફૅર્સની ચર્ચા બૉલીવુડમાં જ નહીં, પણ સામાન્ય લોકોમાં પણ પુરજોશમાં ચાલી રહી છે.
રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા શાહરુખ ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્માને જોકે ફિલ્મી ક્ષેત્રે બહુ મોટી સફળતાઓ મળી નથી. બૅન્ડ બાજા બારાત અને જબ તક હૈ જાન જેવી ગણીગાંઠી મહત્વની ફિલ્મોમાં કામ કરનાર અનુષ્કા શર્મા પાસે જોકે કામની કમી નથી અને તેઓ હાલ બૉમ્બે વેલ્વેટનું શૂટિંગ પૂર્ણ કરી ચુક્યાં છે અને તાજેતરમાં જ એનએચ 10નું શૂટિંગ પણ જોધપુરમાં પતાવી ચુક્યાં છે, તો હવે ઝોયા અખ્તરની દિલ ધડકને દોના શૂટિંગ માટે બાર્સિલોના પહોંચી ગયાં છે.
દરમિયાન વિરાટ કોહલી ક્યારેક ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી અનુષ્કા પાસે પહોંચી જાય છે, તો ક્યારેક અનુષ્કા પોતાના વ્યસ્ત શિડ્યુઅલમાંથી સમય કાઢી વિરાટ પાસે પહોંચી જાય છે. વિરાટ-અનુષ્કા છેલ્લા ઘણા સમયથી એક-બીજાને સતત મળે છે અને બંનેનું લવ અફૅર પૂરબહાર ખીલી ઉઠ્યું છે, ત્યારે અમે બતાવવા જઈ રહ્યાં છીએ કે વિરાટ કોહલી અનુષ્કા શર્માના કયા નંબરના લવર છે.
ચાલો તસવીરો સાથે જોઇએ અનુષ્કા શર્માના લવ અફૅર્સ :

ઝોહેબ નંબર 1
ઝોહેબ યુસુફ એક રૅમ્પ મૉડેલ છે કે જેમની સાથે અનુષ્કાની મુલાકાત મૉડેલિંગના દિવસો દરમિયાન બેંગલોર ખાતે થઈ હતી. બંને વચ્ચે બે વર્ષ કરતા વધુ સમય સુધી ગંભીર સંબંધો રહ્યા હતાં. જોકે પછીથી અનુષ્કાના સ્ટાર સ્ટેટસે બંને વચ્ચેના સંબંધો વણસાવી દીધાં.

રણવીર નંબર 2
હાલમાં દીપિકા પાદુકોણેના લવર નંબર 8 બનેલા રણવીર સિંહે અનુષ્કા શર્માની બૅન્ડ બાજા બારાત સાથે જ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને તેઓ અનુષ્કાના બૉયફ્રેન્ડ બની ગયા હતાં.

રણબીર નંબર 3
અનુષ્કાનું નામ રણબીર કપૂર સાથે પણ જોડાયુ હતું કે જ્યારે બંને હૅંગિંગ આઉટ કરતા ઝડપાઈ ગયા હતાં. કરણ જૌહરની પાર્ટીમાં મળ્યા બાદ પણ અનુષ્કા-રણબીરે સાથે ડિનર પણ માળ્યુ હતું. જોકે આ બધી ગૉસિપ હતી કે હકીકત, તે કોઈ નથી જાણતું.

શાહિદ નંબર 4
અનુષ્કા શર્મા ઇમરાન ખાનની ફિલ્મ મેરે બ્રધર કી દુલ્હન ફિલ્મની સક્સેસ પાર્ટીમાં શાહિદ કપૂરને સ્મૂચિંગ કરતા ઝડપાયા હતાં. જોકે આ વાત સાચી છે કે ખોટી, તે સ્પષ્ટ નથી.

સુરેશ નંબર 5
હાલમાં શ્રુતિ હસન સાથે નામ જોડાતા અકળાઈ ઉઠેલા ક્રિકેટ સુરેશ રૈના પણ અનુષ્કાના લવર્સની યાદીમાં સામેલ છે. અનુષ્કાના ભાઈ સ્ટેટ-લેવલ ક્રિકેટર હોવાના કારણે અનુષ્કા ક્રિકેટ જગત સાથે સંકળાયાં. પોતાના ક્રિકેટ પ્રેમના પગલે અનુષ્કા સુરેશ રૈના ઉપર ફિદા થઈ ગયા અને બંને વચ્ચે મૈત્રી પણ બંધાઈ. અહીં સુધી કે સુરેશ રૈનાએ એમ પણ કહી નાંખ્યું કે તેઓ અનુષ્કા ઉપર ફિદા છે.

અર્જુન નંબર 6
હાલમાં આલિયા ભટ્ટ સાથે અફૅરના કારણે ચર્ચામાં રહેલા અર્જુન કપૂર અને અનુષ્કા શર્મા સાથે હૅંગિંગ આઉટ કરતા ઝડપાઈ ગયા હતાં. બંને જુહૂની એક કૉફી શોપમાં પણ સાથે દેખાયા હતાં. બૉલીવુડમાં તો અનુષ્કા-અર્જુન વચ્ચે સંબંધો ખિલ્યાની ચર્ચાઓ પુરજોશમાં ચાલી હતી.

વિરાટ નંબર 7
આજકાલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચે લવ અફૅર પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે આ યાદી જોયા બાદ કહી શકાય કે વિરાટ કોહલી અનુષ્કાના 7મા લવર છે.

દીપિકાના લવ-અફૅર્સ
દીપિકા પાદુકોણેના લવ-અફૅર્સ જાણવા માટે ક્લિક કરો.