જુઓ તસવીરો : અર્જુન-સોનાક્ષીએ શરૂ કર્યું તેવરનું શૂટિંગ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 27 જાન્યુઆરી : ઇશકઝાદે ફૅમ અર્જુન કપૂરે પોતાના પિતાની ફિલ્મ તેવર માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. અર્જુન સાથે તેમના કો-સ્ટાર સોનાક્ષી સિન્હાએ પણ ફિલ્મના સેટ ઉપર મસ્તી સાથે શૂટિંગ શરૂ કર્યું છે. બોની કપૂર પહેલી વાર પુત્ર માટે કોઈ ફિલ્મ બનાવી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ બોની કપૂર શરુઆતથી જ પોતાની આ ફિલ્મનું નામ તેવર રાખવા માંગતા હતાં અને પછી આદિત્ય ચોપરાએ પણ આ માટે લીલી ઝંડી આપી દીધી. બોની કપૂરની ફિલ્મનું નામ તેવર યશ ચોપરાને પણ ગમ્યુ હતું. જ્યારે અર્જુને આ અંગે આદિત્ય ચોપરા સાથે વાત કરી, તો તેમણે આ શીર્ષક વિના વિલમ્બે તેમને આપી દીધું.

ચાલો જોઇએ તેવર ફિલ્મના સેટ ઉપરની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

પિતાની ફિલ્મ

પિતાની ફિલ્મ

પહેલી વાર અર્જુન કપૂર પિતાની ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેમની પાસે ગુન્ડે, 2 સ્ટેટ્સ તથા ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીઝ જેવી ફિલ્મો પણ છે.

પહેલી વાર સોનાક્ષી

પહેલી વાર સોનાક્ષી

અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા પહેલી વાર આ ફિલ્મમાં સાથે દેખાશે.

કૉલેજ વિદ્યાર્થી

કૉલેજ વિદ્યાર્થી

તેવર ફિલ્મમાં અર્જુન કપૂર આગ્રાના એક કૉલેજ સ્ટુડન્ટ બન્યાં છે કે જે એક કબડ્ડી ચૅમ્પિયન પણ છે.

તેલુગુ ફિલ્મની રીમેક

તેલુગુ ફિલ્મની રીમેક

તેવર તેલુગુ એક્શન ફિલ્મ ઓક્કડુની રીમેક છે. તેવર ફિલ્મનું દિગ્દર્શન પહેલી વાર દિગ્દર્શન ક્ષેત્રે ઉતરી રહેલાં અમિત શર્મા કરશે.

સંજય-અમિત પણ

સંજય-અમિત પણ

તેવર ફિલ્મમાં અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા ઉપરાંત અમિત શર્મા અને સંજય કપૂર પણ છે.

English summary
Tevar(2014) is a Bollywood movie, directed by Amit Sharma & Produced by Sanjay Kapoor. Starring Arjun Kapoor, Sonakshi Sinha and Manoj Bajpayee in lead roles. The shooting has begun for this movie.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.