For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નાના પડદે જજ બનવા માંગે છે જૉલી એલએલબી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 માર્ચ : ફિલ્મોમાં જુદી-જુદી ભૂમિકાઓ ભજવનાર અરશદ વારસીનું કહેવું છે કે હવે તેઓ નાના પડદે આવવા માંગે છે. અરશદનું માનવું છે કે ટીવી ઇન્ડસ્ટ્રીઝ હવે અન્ય ઇન્ડસ્ટ્રીઝની જેમ જ ઝડપથી પ્રગતિ કરી રહી છે. અરશદને પૂછવામાં આવ્યું કે તેઓ નાના પડદે કેવો રોલ કરવા માંગે છે? તો તેમણે જણાવ્યું - હું રિયલિટી શોનો જજ બનવા માંગુ છું.

arshad-warsi

અરશદ વારસી બિગ બૉસ 1 હોસ્ટ પણ કરી ચુક્યાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જૉલી એલએલબીમાં તેમણે વકીલનો રોલ કર્યો છે અને તેમની આગામી ફિલ્મ છે ડેઢ ઇશ્કિયા કે જે અત્યારે પોસ્ટ પ્રોડક્શન સ્ટેજે છે. તેમાં માધુરી દીક્ષિત પણ છે.

અરશદ વારસીએ જણાવ્યું કે ડેઢ ઇશ્કિયા બાદ તેઓ કેટલાંક સમય માટે બ્રેક લેવા માંગે છે, કારણ કે તેઓ પોતાની એક ફિલ્મ ચંબલ સફારી ઉપર રિસર્ચ કરશે. કયા રોલમાં પોતે સહજતા અનુભવે છે? આ સવાલના જવાબમાં અરશદનું કહેવું છે કે કૉમેડી ફિલ્મો કરવી તેમને ખૂબ ગમે છે. આવી ફિલ્મોને તેઓ ક્યારેય ઇનકાર નથી કરતાં.

નોંધનીય છે કે તાજેતરમાં જ જિલા ગાઝિયાબાદમાં એક કૉમ્યુનિસ્ટની ભૂમિકા ભજવનાર અરશદે જૉલી એલએલબીમાં વકીલની ભૂમિકા ભજવી છે. 44 વર્ષીય અરશદનું કહેવું છે કે તેઓ બજેટ જોઈ ફિલ્મો સાઇન નથી કરતાં, પણ સ્ક્રિપ્ટને ખૂબ મહત્વ આપે છે. તેમણે જણાવ્યું - જ્યારે મેં ફિલ્મોમાં કામ શરૂ કર્યું, તો હું પોતાને એક બેકાર એક્ટર સમજતો હતો, પરંતુ મને લાગે છે કે હવે હું બહેતર કામ કરી રહ્યો છું.

તેમણે જણાવ્યું - ઇશ્કિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન નસીરુદ્દીન શાહે મારા વખાણ કર્યા હતાં. હું પોતે અમિતાભ બચ્ચન અને નસીરુદ્દીન શાહના પ્રશંસક છે. આજના દોરની ફિલ્મો અંગે અરશદે જણાવ્યું કે હવે સિનેમા બદલાઈ રહ્યું છે. હવે અલગ-અલગ પ્રકારની ફિલ્મો બને છે. સ્પેશિયલ 26 તથા કાઇ પો છે તેના દાખલા છે. સાથે જ આપણે 100 કરોડ રુપિયા કમાનાર ફિલ્મો પણ બનાવીએ છીએ. તેમણે એ બાબત ઉપર ભાર મૂક્યો કે ફિલ્મો ઉપર બિનજરૂરી પ્રતિબંધો લગાવવો અયોગ્ય છે. સૌને કળાત્મક સ્વાતંત્ર્ય મળવું જોઇએ.

English summary
Quite active on the big screen playing a variety of roles, Arshad Warsi is also keen to be seen on the small screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X