એનઆરઆઈને પરણી અમેરિકા સૅટલ થશે અસીન થોટ્ટુમકલ

મુંબઈ, 8 માર્ચ : ફાયર બ્રિગેડ મંગવા દે... અંગારોં પર હૈં અરમાં... ઓ બલમા... ગીતને પડદા ઉપર ગાનાર અભિનેત્રી અસીન હવે રીયલ લાઇફમાં પણ કદાચ આ જ ગીત ગાતાં હશે, કારણ કે સાંભળવામાં આવ્યું છે કે ગઝની ફેમ અસીન થોટ્ટુમકલ ટુંકમાં જ લગ્ન કરવાનાં છે. તેથી તેમણે નવી ફિલ્મો સાઇન કરવાનું બંધ કર્યું છે.

asin

મળતી માહિતી પ્રમાણે અસીન એક પ્રવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ યુવાન સાથે લગ્ન કરવાનાં છે. તેઓ લાંબા સમયથી આ યુવાન સાથે ડેટિંગ કરી રહ્યાં છે. આ ડેટિંગ હવે સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે. સમાચાર એવાં પણ છે કે અસીન જેમની સાથે લગ્ન કરી રહ્યાં છે, તેઓ અમેરિકામાં રહે છે અને લગ્ન બાદ અસીન પણ અમેરિકામાં સૅટલ થઈ જશે.

નોંધનીય છે કે દક્ષિણ ભારતીય સિનેમામાં મોટી નામના ધરાવતાં અસીને બૉલીવુડમાં આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ગઝની સાથે પ્રવેશ કર્યો હતો અને રાતોરાત સ્ટાર બની ગયા હતાં. પછી અસીને સલમાન ખાન સાથે રેડી, અક્ષય કુમાર સાથે હાઉસફુલ 2, ખિલાડી 786 અને અજય દેવગણ સાથે બોલ બચ્ચન જેવી ચર્ચિત ફિલ્મોમાં કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X