નાના બજેટની ફિલ્મોની સુપરહિટ જોડી છે આ

Written By:
Subscribe to Oneindia News

આ શુક્રવારે આયુષ્માન ખુરાના અને ભુમિ પેડનેકરની ફિલ્મ શુભ મંગલ સાવધાને માત્ર પાંચ દિવસમાં જ તેના બજેટ કરતા વધુ કમાણી કરી લેતાં આ ફિલ્મે નાના બજેટની સુપરહિ્ટ ફિલ્મમાં સ્થન મેળવ્યુ છે. આ પહેલા 2015માં આવેલી યશરાજ બેનરની ફિલ્મ 'દમ લગાકે હઇશા'માં આ જોડી સાથે જોવા મળી હતી, ત્યાર બાદ 2017ની નાની બજેટની આ ફિલ્મ દ્વારા ફરી આયુષ્માન અને ભૂમિને સાથે કામ કરવાનો મોકો મળ્યો. લોકોએ આ જોડીને ખુબ પસંદ કરી છે એટલે જ ફિલ્મ રિલીઝના માત્ર પાંચ દિવસમાં જ તેના બજેટ કરતા વધુ કમાણી કરી છે.

આયુષ્માન અને ભૂમિની જોડી

આયુષ્માન અને ભૂમિની જોડી

આયુષ્માન અને ભૂમિ બે ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં છે. પહેલાં બૉલીવુડમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવનની જ જોડી એવી હતી કે જેમણે બેક ટુ બેક બે ફિલ્મમાં કામ કર્યુ હોય. હવે આ લિસ્ટમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરનુ નામ પણ જોડાયુ છે.

નાના બજેટની સુપરહિટ ફિલ્મો

નાના બજેટની સુપરહિટ ફિલ્મો

આયુષ્માનને નાના બજેટનો સુપરહિરો કહેવામા આવે તો જરા પણ ખોટુ નથી. તે સામાજિક મુદ્દાઓને લઈને ફિલ્મ બનાવતો હોવાથી નાના બજેટની ફિલ્મ હોવા છતાં લોકો તેને પસંદ કરે છે. આયુષ્માનની ફિલ્માં આવતા મુદ્દાઓ લોકોને ગમે છે.

બૉક્સ ઑફિસ કલેક્શન

બૉક્સ ઑફિસ કલેક્શન

તરણ આદર્શના અહેવાલ મુજબ ફિલ્મ શુભ મંગલ સાવધાને પાંચ દિવસમાં 19.84 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું છે. શુક્રવારે આ ફિલ્મે 2.71 કરોડ, શનિવારે 5.56 કરોડ, રવિવારે 6.19 કરોડ સોમવારે 2.53 કરોડ અને મંગળવારે 2.85 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું હતું. જણાવી દઇએ કે આ ફિલ્મનું બજેટ 100 મિલિયન (10 કરોડ) હતું.

આ જોડી લોકોને પસંદ છે

આ જોડી લોકોને પસંદ છે

પહેલી ફિલ્મથી જ સુપરહિટ બની જાય તેવી જોડીઓ બૉલીવુડમાં બહુ ઓછી છે. આયુષ્માન અને ભૂમિ કંઈક આવી જોડીમાં ગણાય છે, તેમની પહેલી ફિલ્મ દમ લગાકે હઇશાથી જ લોકો તેમને પસંદ કરે છે.

શુભ મંગલ સાવધાન રહી સુપરહિટ

શુભ મંગલ સાવધાન રહી સુપરહિટ

નાના બજેટની પરંતુ સામાજિક મુદ્દાની શુભ મંગલ સાવધાન લોકોને ખુબ જ પસંદ આવી છે. તેની રિલીઝને માત્ર પાંચ જ દિવસમાં તેના બજેટ કરતા વધારે કમાણી કરી લીધી છે. હવે આ જોડી આગળ કયો કમાલ કરે છે અને કયા કલાકારો પર ભારી પડે છે એ જોવાનુ રહ્યુ.

English summary
Ayushmann Khurrana and Bhumi Pednekar became a superhit jodi with consecutive two hits together
Please Wait while comments are loading...