કોરોના અનલૉકમાં આયુષ્માન ખુરાનાએ ખરીદ્યુ કરોડોનુ ઘર, કિંમત જાણીને ચોંકી જશો
આયુષ્માન ખુરાનાની ગુલાબો સિતાબો હાલમાં જ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ. આ પહેલા આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે થિયેટરો બંધ છે. એવામાં સતત હિટ ફિલ્મોની લાંબી લાઈન લગાવનાર આયુષ્માન ખુરાના ઓટીટી પર જોવા મળ્યા. એ કહેવામાં કોઈ સંકોચ નથી કે સિનેમાના સફળ અને કમાઉ કલાકારમાં આયુષ્માન ખુરાનાની ગણતરી થાય છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આયુષ્માન ખુરાનાની ઓળખ બની ગઈ છે. વર્ષ 2019 આયુષ્માન માટે બાલા, ડ્રીમ ગર્લ જેવી કરોડોની કમાણીવાળી ફિલ્મો લઈને આવ્યુ છે.

ચંદીગઢના પંચકૂલામાં એક ઘર ખરીદ્યુ
પરંતુ હવે વર્ષ 2020 પણ ખુરાના પરિવાર માટે ખુશીનો નવો મોકો લઈને આવ્યુ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આયુષ્માન ખુરાનાએ પોતાના નાના ભાઈ અપારશક્તિ ખુરાના સાથે મળીને ચંદીગઢના પંચકૂલામાં એક ઘર ખરીદ્યુ છે. તેમનુ આ ઘર સેક્ટર 6માં સ્થિત છે. જણાવાઈ રહ્યુ છે કે તેમના આ ઘરની કિંમત 9 કરોડ આસપાસ છે. થોડા દિવસો પહેલા જ આયુષ્માન પોતાના પરિવાર સાથે ચંદીગઢ પહોંચ્યા છે. જ્યાં તેમનો આખો પરિવાર હાજર છે. આયુષ્માને આ પ્રોપર્ટીનુ રજિસ્ટ્રેશન પણ કરાવી લીધુ છે.

આયુષ્માને વધારી ફી
આયુષ્માન એ સ્ટાર્સમાંના એક છે જે કૉમર્શિયલ સિનેમા સાથે કન્ટેન્ટ બેઝ્ડ ફિલ્મોમાં પણ ખુદને કમાઉ એક્ટર સાબિત કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ સતત મળી રહેલા સફળતાના કારણે આયુષ્માને પોતાની ફીસ વધારી દીધી છૈ. જણાવવામાં આવી રહ્યુ છે કે ગયા વર્ષે તેમને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં મળેલા રાષ્ટ્રીય પુરસ્કાર બાદ આયુષ્માને પોતાની ફીસ 3 ગણી વધારી દીધી છે. પછી ભલે તે ફિલ્મ હોય કે જાહેરાત.

પ્રાઈવેટ પાર્ટ જોવા માંગે છેઃ આયુષ્માનનો ખુલાસો
બાકીના ટૉપ સ્ટાર્સ કૉમર્શિયલ ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં જ આયુષ્માનની ટીમે પણ આટલી ફીસની માંગ કરી છે.
આયુષ્માને ફેશન ડિઝાઈનર અનીતા શ્રોફ અડજાનિયાના ચેટ શોમાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે એક વાર કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યુ હતુ કે તે તેનો પ્રાઈવેટ પાર્ટ જોવા માંગ છે. આયુષ્મામે આગળ જણાવ્યુ કે આ સાંભળતા જ હું જોરજોરથી હસવા લાગ્યો. પછી મે તેમને કહ્યુ કે શું વાત કરી રહ્યા છો યાર, તમે ખરેખર સીરિયસ છો? ત્યારબાદ હું ત્યાંથી ચાલ્યો ગયો.
કોરોના પ્રભાવિત ત્રીજો દેશ જરૂર પરંતુ દર 10 લાખ લોકો પર માત્ર 538 દર્દીઃ હર્ષવર્ધન