
કોરોના પ્રભાવિત ત્રીજો દેશ જરૂર પરંતુ દર 10 લાખ લોકો પર માત્ર 538 દર્દીઃ હર્ષવર્ધન
દેશમાં વધતા કોરોના વાયરસ કેસો પર મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને ભયભીત ન થવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે અમે ટીવી પર જોઈએ છીએ કે ભારત દુનિયાનો ત્રીજો કોરોના વાયરસ પ્રભાવિત દેશ બની ગયો છે. આ વાતથી ઘણા લોકો પરેશાન છે પરંતુ આને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવુ જરૂરી છે. ડૉ. હર્ષવર્ધન કહે છે કે આપણે દુનિયામાં બીજી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આપણા દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સરેરાશ વિશ્વના સંક્રમિતોના દરથી ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે આજે આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોરોના વાયરસ વિશે દિલ્લીમાં જીઓએમની બેઠક થઈ.
ડૉ.હર્ષવર્ધને કહ્યુ, ભારત કોરોના સંક્રમિતોને કેસમાં દુનિયાનો ત્રીજો મોટો દેશ જરૂર બની ગયો છે પરંતુ જો વિશ્વની સરખામણીમાં જોવામાં આવે તો આપણે ત્યાં સંક્રમિતોનો દર ઓછો છે. આપણા કેસ પ્રતિ મિલિયન 538 છે જ્યારે વિશ્વ સરેરાશ 1453 છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આગળ કહ્યુ, વિશેષજ્ઞોએ ફરીથી કહ્યુ કે ભારતમાં આ મહામારીનુ કોઈ સામુદાયિક પ્રસારણ નથી. અમુક એવા વિસ્તારો છે જ્યાં ટ્રાન્સમિશન વધુ છે પરંતુ દેશમાં કોરોના વાયરસનો કોઈ સામાજિક ફેલાવ નથી.
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસને કહેર યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 7,67,296 થઈ ગયા છે. આમાંથી 2,69,789 સક્રિય કેસ છે જ્યારે 4,76,378 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. આ બિમારીથી દેશમાં અત્યાર સુધી 21,129 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 24,879 નવા કેસ સામે આવ્યા છે અને 487 લોકોના મોત થયા છે.
સુશાંત સિંહ સુસાઈડ કેસઃ સલમાન, કરણ જોહર સહિત 8 સેલેબ્ઝ સામે આવ્યો બિહાર કોર્ટનો ચુકાદો