For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અતૃપ્ત વાસનાની આંધી એટલે બીએ પાસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 ઑગસ્ટ : દિગ્દર્શક અજય બહેલની ફિલ્મ બીએ પાસ ગઈકાલે રિલીઝ થઈ ગઈ. પ્રારંભિક ઓપનિંગ જોઇએ, તો ફિલ્મ બહુ બહેતરન લાગે છે. ફિલ્મનું શીર્ષક એટલું જોરદાર છે કે ફિલ્મ જોવા માટે લોકોમાં ઘણી ઉત્સુકતા પેદા થાય છે. બીજી બાજુ શાદાબ કમલ અને શિલ્પા શુક્લાએ પણ બહેતરીન કામ કર્યું છે. બીએ પાસ જોયા બાદ દર્શકોએ સારા પ્રત્યાઘાતો આપ્યાં છે. બીએ પાસને ટીકાકારો દ્વારા પણ સારા કૉમેંટ્સ મળી રહ્યાં છે. ફિલ્મ અંગે અગાઉથી જ ચર્ચાઓ ચાલતી હતી, કારણ કે ચક દે ફિલ્મથી ચર્ચામાં આવેલા શિલ્પા શુક્લા પહેલી વાર લીડ રોલમાં આવ્યાં છે.

શિલ્પા શુક્લા અને શાદાબ કમલ અંગે દર્શકોના મિશ્ર પ્રત્યાઘાત છે. કેટલાંકનું કહેવું છે કે બંનેએ સારૂ કામ કર્યું છે, તો કેટલાંકે જણાવ્યું કે શિલ્પા સામે શાદાબ થોડા ફીકા પડે છે. બીએ પાસ ફિલ્મનું ટ્રેલર અને પ્રોમો જોઈ લોકોને લાગ્યુ હતું કે ફિલ્મ બહુ બોલ્ડ હશે. એટલું જ નહિં, કેટલાંક લોકોએ તો બીએ પાસની સરખામણી પૂનમ પાન્ડે અભિનીત નશા ફિલ્મ સાથે કરી હતી, પણ આવી બધી ગેરસજમણ ખોટી પડી છે. બીએ પાસ એક યુવાન દ્વારા મજબૂરીઓ અને જવાબદારીઓ પૂર્ણ કરવા માટે કરાતી સમજૂતીની વાર્તા છે. સરવાળે બીએ પાસ ફિલ્મ લોકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહી છે.

બીએ પાસની વાર્તા જાણવા માટે સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો :

શાદાબ અને તેની બહેનો

શાદાબ અને તેની બહેનો

મુકેશ (શાદાબ)ની બે બહેનો છે. મુકેશ અનાથ છે અને પોતાની બંને બહેનોની જવાબદારી તેની ઉપર જ છે. મુકેશની બહેનો સરકારી આશ્રમમાં રહે છે કે જ્યાં અનાથ છોકીરીઓને રાખવામાં આવે છે. મુકેશ પોતાની બહેનોને સારૂં શિક્ષણ આપવા માંગે છે અને તેમના સારા ઘરે લગ્ન થાય, તેવી તેની મહેચ્છા છે.

મુકેશ અને આંટી

મુકેશ અને આંટી

મુકેશ પોતાની એક આંટી (ગીતા અગ્રવાલ) ના ઘરે રહે છે. આંટીનો એક પુત્ર છે કે જે ખૂબ જ કમીનો છે. મુકેશની આંટી પણ બહુ ખરાબ છે. તે મુકેશને ઘરમાં રાખે છે, પણ તેને મુકેશ જરાય નથી ગમતો. તે મુકેશ ઉપર ખરાબ નજર રાખે છે અને તેને યૂઝ કરવા માંગે છે. મુકેશ કોઈ પણ રીતે આંટીથી કાયમ અંતર જાળવવાનો પ્રયત્ન કરે છે.

ફસાઈ જાય છે મુકેશ

ફસાઈ જાય છે મુકેશ

મુકેશ એમ તો કાયમ કોશિશ કરતો કે તે પોતાની આંટીથી દૂર રહે, પણ અંતે તે આંટીના ચુંગલમાં ફસાઈ જ જાય છે. મુકેશે પોતાની મજબૂરીઓના પગલે પોતાની આંટીને ખુશ રાખવું પડે છે અને તેને શારીરિક સુખ આપવું પડે છે. અહીંથી જ મુકેશના જીવનની એક નવી વાર્તા શરૂ થાય છે.

મુકેશ ઉપર આંટીની બહેનપણીની નજર

મુકેશ ઉપર આંટીની બહેનપણીની નજર

પોતાની આંટીના અત્યાચારો સહન કરતા મુકેશ ઉપર આંટીના બૉસની મિત્ર અને આંટીની કિટી પાર્ટી બહેનપણી સારિકા આંટી (શિલ્પા શુક્લા)ની નજર પણ પડે છે. સારિકા પણ મુકેશ પાસે ખુશ કરવાની અને શારીરિક સુખની અપેક્ષા ધરાવે છે. પહેલા તો મુકેશને કંઈ સમજાતું નથી, પણ પછી પોતાની મજબૂરીઓના પગલે મુકેશ પુનઃ પોતાનું શરીર વેચવા તૈયાર થઈ જાય છે.

બીએ પાસનો અંત

બીએ પાસનો અંત

બીએ પાસ ફિલ્મનો અંત ખૂબ જ માર્મિક અને હૃદયસ્પર્શી છે. મુકેશની વાર્તા એક સામાન્ય છોકરાની વાર્તા છે કે જેની ઉપર બહુ બધી જવાબદારીઓ છે અને જે પોતાના ભાગ્ય આગળ મજબૂર થઈ ખોટો માર્ગ પસંદ કરી લે છે, પણ અંતે તેની સાથે શું થાય છે અને તેના તે નિર્ણયો તેને કઈ મંજિલે પહોંચાડે છે? જાણવા માટે જુઓ બીએ પાસ.

English summary
B.A. Pass movie, starring Shadab Kamal and Shilpa Shukla in lead roles, is based on the stories, THE RAILWAY AUNTY written by Mohan Sikka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X