બાગી 2: ટાઇગર શ્રોફ અને દિશા પટાની વચ્ચે થયો ઝગડો

Posted By:
Subscribe to Oneindia News

ટાઇગર શ્રોફ અને દિશા પટાની ફિલ્મ બાગી 2 રિલીઝ થવાની ખુબ જ નજીક છે. લોકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટાઇગર શ્રોફ અને દિશા પટાની ફિલ્મ પ્રોમોટ કરવા માટે એક પણ મોકો છોડી રહ્યા નથી. તેઓ લગભગ દરેક ટીવી શૉ પર ફિલ્મ પ્રોમોટ કરી રહ્યા છે. પરંતુ હવે ખબર આવી છે કે ફિલ્મ પ્રોમોશન દરમિયાન બંને વચ્ચે થોડી અનબન જોવા મળી રહી છે.

baaghi 2

આ ખબરનો ખુલાસો મીડ ડે ઘ્વારા છપાયેલી ખબર ઘ્વારા કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. તમને જાણી ને હેરાની થશે કે તેની કારણ ફિલ્મ પ્રોમોશન છે. દિશા નારાજ છે કે ફિલ્મ પ્રોમોશન દરમિયાન ટાઇગર બધું જ અટેંશન લઇ જાય છે જયારે તેને જોઈએ એટલું અટેંશન મળતું નથી.

આપણે જણાવી દઈએ કે આ વાતને લઈને દિશા ટાઇગર સાથે લડી રહી છે. ખબર એવી પણ આવી રહી છે કે દિશા ફિલ્મ મેકિંગને લઈને પણ નારાજ છે. તેનું કહેવું છે કે તેઓ એક સારા ડાન્સર છે તેમ છતાં પણ ફિલ્મમાં તેમનું કોઈ સોલો ગીત નથી.

જોવા જઇયે તો આ વાત સાચી પણ છે જે મહેફિલમાં ટાઇગર હોય છે ત્યાં બીજા કોઈના પર ધ્યાન જતું જ નથી. બંને ઘણા રિયાલિટી શૉ પર પોતાની ફિલ્મ પ્રોમોટ કરતા જોવા મળ્યા છે.

આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ 30 માર્ચ દરમિયાન રિલીઝ થઇ રહી છે અને લોકો તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટ્રેડ પંડિતો ઘ્વારા આ ફિલ્મ અત્યારથી સુપરહિટ ગણાવવામાં આવી રહી છે. તેમને કહ્યું છે કે બાગી 2 ટાઇગર શ્રોફની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થશે.

જ્યાંથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારથી લોકો ફિલ્મ રિલીઝ રાહ જોઈ રહ્યા છે. અહેમદ ખાન ઘ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. ટાઇગર શ્રોફ અને દિશા પટાની ઘણા સમયથી એકબીજા ને ડેટ કરી રહ્યા છે એટલા માટે તેમની કેમેસ્ટ્રી ફિલ્મમાં જોવાલાયક હશે.

English summary
Baaghi 2 promotions everything is not well between disha patani tiger shroff

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.