
નાના #Bahubaliની આ વાત તમને ખબર છે?
બાહુબલી 2 બોક્સ ઓફિસ કમાણી અને સફળતાના તમામ રેકોર્ડ તોડી રહી છે, ફિલ્મના પાત્રો અને એક્ટર્સ ની લોકપ્રિયતા આભને આંબી રહી છે. લોકો બાહુબલીના પાત્રો અને એક્ટર્સમાં ખાસો રસ લઇ રહ્યાં છે. એવામાં પહેલી ફિલ્મમાં નવજાત મહેન્દ્ર બાહુબલી તરીકે જોવા મળેલ બાળક અંગેની એક વાત બહાર આવી છે.

બાળકનું નામ અક્સિતા વિલ્સન
બાહુબલીના પ્રથમ પાર્ટમાં પહેલા જ સિનમાં રાજમાતા શિવગામીને પાણીમાં ડૂબતા બતાવવામાં આવ્યા છે અને તેમના હાથમાં એક તાજું જન્મેલ બાળક જોવા મળે છે, જે મોટું થઇને મહેન્દ્ર બાહુબલી બને છે. બાહુબલી ફિલ્મનો આ સિન ખૂબ પ્રખ્યાત થયો હતો, ફિલ્મનો સિગ્નેચર ફોટોગ્રાફ બન્યો હતો. તમને જણાવી દઇએ કે, જે બાળક પર આ સિન શૂટ કરવામાં આવ્યો છે, તે એક બાળકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્સિતા વિલ્સન નામની નવજાત બાળકી પર સિન ફિલ્માવવામાં આવ્યો છે.

રેકોર્ડ-બ્રેક કમાણી
બાહુબલી 2 ભારતની પહેલી એવી ફિલ્મ બની છે, જેની ટોટલ કમાણી 1000 કરોડ રૂપિયા છે. ભારતમાં આ ફિલ્મે 800 કરોડથી પણ વધુ કમાણી કરી છે, જ્યારે કે વિદેશમાં આ ફિલ્મની કમાણીનો આંકડો છે 200 કરોડ રૂપિયા. આ ફિલ્મની કમાણી 1500 કરોડ સુધી પહોંચે એવી આશા છે.

માઇલસ્ટોન ફિલ્મ
આ ફિલ્મને કરણ જોહરે ભારતીય સિનેમાની માઇલસ્ટોન ફિલ્મ કહી છે. તેમણે આ ફિલ્મની સક્સેસ અંગે ખુશી વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. ફિલ્મના લીડ એક્ટર પ્રભાસે પણ પોતાના ફેસબૂક પેજ પર ફેન્સનો આભાર માન્યો છે. તેમણે આ ફિલ્મને મળેલ સફળતા અને પ્રેમ બદલ લોકોનો આભાર માનતા એક Thank You નોટ લખી છે.

માત્ર 9 દિવસની અંદર સર્જ્યો ઇતિહાસ
બાહુબલી 2 ફિલ્મે રિલીઝ થયાના માત્ર 9 જ દિવસમાં ચમત્કાર કરી બતાવ્યો છે. રિલીઝના 9 દિવસની અંદર બાહુબલી 2 ફિલ્મ 1000 કરોડ ક્લબમાં એન્ટર થનાર પ્રથમ ફિલ્મ બની છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 9000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. મૂળ તેલુગુમાં બનેલ આ ફિલ્મ હિંદી સહિત 6 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે.
{promotion-urls}