અમિતાભે કહ્યું હતું નહીં ઉજવાય બર્થ ડે, તો પછી આ શું?

Written By:
Subscribe to Oneindia News

11 ઓક્ટોબર એટલે બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનો જન્મ દિવસ. અમિતાભ બચ્ચનનો આ 75મો જન્મ દિવસ છે. પરંતુ તેમણે પોતાના આ બર્થ ડેની ઉજવણી કરવાની ના કહી હતી. થોડા સમય પહેલાં જ એક લીડિંગ ડેઇલીએ જ્યારે અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસની પાર્ટી અંગે સવાલ કર્યો હતો, ત્યારે તેમણે બર્થ ડે પાર્ટીને બિનજરૂરી ગણાવી હતી. એ સમયે તેમના આ જવાબ પાછળના અનેક કારણો હોવાની ચર્ચા ચાલી હતી.

અમિતાભે કર્યું હતુ ટ્વીટ

અમિતાભે કર્યું હતુ ટ્વીટ

ઉપલબ્ધ અહેવાલો અનુસાર, અમિતાભે બહુ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરે. ત્યાર બાદ થોડા દિવસ પહેલાં જ એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ વર્ષે દિવાળીની ઉજવણી પણ કરવાના નથી. નોંધનીય છે કે બચ્ચન પરિવાર દર વર્ષે દિવાળી પાર્ટી રાખે છે, જેમાં બોલીવૂડની અનેક સિલેબ્રિટીઓ આવે છે. પરંતુ આ વર્ષે અચાનક અમિતાભે આવું ટ્વીટ કર્યુ હતું.આ પાછળનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે આ વર્ષે ઐશ્વર્યાના પિતાના મૃત્યુને કારણે બચ્ચન પરિવાર કોઇ જાહેર ઉજવણી નહીં કરે.

 શ્વેતા અને એશ્વર્યાના સંબંધોમાં તણાવ

શ્વેતા અને એશ્વર્યાના સંબંધોમાં તણાવ

અમિતાભે પોતાનું બર્થ ડે સેલિબ્રેશન કેન્સલ કર્યું હોવાનું એક કારણ શ્વેતા નંદા અને ઐશ્વર્યા વચ્ચેના કડવા સંબંધો હોવાનું પણ કહેવાઇ રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ બે વચ્ચે ખટાશ આવી હોવાની વાતો થઇ રહી છે. શ્વેતા નંદાએ રેમ્પ વોક કર્યું ત્યારે સમગ્ર બચ્ચન પરિવાર ઇવેન્ટમાં હાજર હતો, ઐશ્વર્યા સિવાય. ત્યાર બાદ વોગ બ્યૂટી એવોર્ડ્સમાં ઐશ્વર્યા અને શ્વેતા સહિત સમગ્ર બચ્ચન પરિવાર હાજર હોવા છતાં, ઐશ્વર્યાએ તેમની સાથે એક પણ ફોટો નહોતો પડાવ્યો. આ કારણે પણ ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચે પ્રોબ્લેમ હોવાની વાતોએ જોર પકડ્યું હતું.

માલદિવમાં ઉજવણી

માલદિવમાં ઉજવણી

જો કે, મંગળવારે સમગ્ર બચ્ચન પરિવાર એક સાથે જોવા મળતાં આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. મંગળવારે સમગ્ર પરિવાર સાથે માલદિવ જવા રવાના થયો હતો, જેમાં અશ્વર્યા રાય બચ્ચન અને ક્યુટ આરાધ્યા પણ જોવા મળી હતી. અભિષેક બચ્ચન પણ તેમની સાથે જ રવાના થયા હતા.

શ્વેતા નંદા અને નવ્યા નવેલી

શ્વેતા નંદા અને નવ્યા નવેલી

આ માલદિવસ ટ્રિપમાં શ્વેતા નંદા અને તેમની પુત્રી નવ્યા નવેલી નંદા પણ જોઇન થયા હતા. ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચે પ્રોબ્લેમ હોય કે ન હોય, તેઓ આ ફેમિલી ટ્રિપ સાથે એન્જોય કરતા જોવા મળશે, એ વાત ચોક્કસ છે. શ્વેતાની પુત્રી નવ્યા નવેલી પણ આનંદના મૂડમાં જોવા મળી હતી. જો કે, આ સૌમાં જયા બચ્ચન ક્યાંય જોવા નહોતા મળ્યા.

અમિતાભ બચ્ચનનો જન્મદિવસ

અમિતાભ બચ્ચનનો જન્મદિવસ

બચ્ચન પરિવાર આમ તો પોતાની ગ્રાન્ડ પાર્ટીઝ માટે જાણીતું છે. પંરતુ આ વખતે અમિતાભ બચ્ચન કોઇ પણ જાતના હોહા વિના, પેપરાઝીથી દુર, શાંતિપૂર્વક અને પોતાના પરિવાર સાથે જ જન્મદિવસ મનાવવા માંગતા હોય એમ લાગી રહ્યું છે. આથી જ તેમના જન્મદિવસના એક દિવસ પહેલાં જ સમગ્ર બચ્ચન પરિવાર માલદિવ જવા રવાના થઇ ગયો હતો. જયા બચ્ચન પણ ટૂંક સમયમાં જ પોતાના પરિવારને આ સલિબ્રેશનમાં જોઇન કરે એવી શક્યતા છે.

English summary
Bachchan Family leaves for Maldives to celebrate Amitabh Bachchan 75th Birthday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.