રિવ્યૂ: બજરંગી ભાઇજાન, સલમાન અને હર્ષાલીની કેમેસ્ટ્રી જોવાલાયક
ફિલ્મ "બજરંગી ભાઇજાન" આ ફિલ્મને અમે 5 માંથી 3.5 સ્ટાર આપ્યા છે. આ ફિલ્મ વિષે બે શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે ઇદના દિવસે સલમાન ખાને તેના ફૈન્સને ઇદીના રૂપમાં એક સુંદર અને ઇમ્શોનલ ભેટ આપી છે. વળી આ ફિલ્મમાં બોડીગાર્ડ ફેમ સુપર હિટ જોડી કરીના કપૂર અને સલમાન ખાનની કેમેસ્ટ્રી પણ જોવા લાયક છે
સાથે જ નવાજુદ્દીન સિદ્દીકીની ભૂમિકા પણ સરસ છે. પણ આ ફિલ્મનું હાર્ટ એન્ડ સોલ છે સલમાન ખાન અને ચાઇલ્ડ એક્ટ્રેસ હર્ષાલીની ઇમોશનલ અને ક્યૂટ જોડે. આ બન્નેનો પ્રેમ જોઇને તમારી આંખોમાં આસું જરૂરથી આવી જશે.
વળી આ ટ્વિટર પર આ ફિલ્મનો ક્લાઇમેક્સ પણ રિવિલ થઇ ગયો છે. તો આ ફિલ્મના વિવિધ પાસાઓ અને તેનાક ક્લાયમેક્સની માહિતી મેળવા આ ફોટોસ્લાઇડરમાં.

સ્ટોરી
ફિલ્મની શરૂઆત પાકિસ્તાનના એક ગામથી થાય છે જ્યાં ક્રિકેટ મેચ દરમિયાન એક ગર્ભવતી મહિલા એક બાળકીને જન્મ આપે છે. બાળકી જન્મથી જ મૂકબધિર છે. તેની માં તેનું નામ શાહિદા રાખે છે. લોકો તેની માંને દિલ્હીની નિઝામિદ્દિન દરગાહમાં લઇ જવાનું કહે છે. પોતાની દિકરી બોલતી થઇ જાય તે માટે મા-દિકરી દિલ્હી જાય છે.

સ્ટોરી
પણ પાછા ફરતી વખતે ટ્રેનથી શાહિદા ઉતરી જાય છે અને તેની માં ટ્રેનમાં સૂતી રહી જાય છે. અને ટ્રેન સરહદ પાર કરી દે છે. ત્યાં જ પવન એટલે કે સલમાન ખાનની એન્ટ્રી થાય છે. શાહિદા સલમાનની પાછળ પાછળ ચાલવા લાગે છે. પવન શાહિદાને પોતાની જીવન વિષે જણાવે છે.

સ્ટોરી
વળી પવન શાહિદાને તેનો પ્રેમ એટલે કે રસિકા (કરીના કપૂર) સાથે પણ ઓળખાણ કરાવે છે. ક્રિકેટમેચ દરમિયાન સલમાનને ખબર પડે છે જેને તે મુન્ની બોલાવે છે તે પાકિસ્તાની છે. પછી પવન તેને પરત તેના ઘરે લઇ જવાનું પ્રોમિસ કરે છે.

નવાઝુદ્દીન
ફિલ્મના સેકન્ડ હાફમાં પાકિસ્તાનમાં પવન અને મુન્નીની મુલાકાત પત્રકાર નવાઝુદ્દીન જોડે થાય છે. ત્યારે પવન મુન્નીનું પ્રોમિસ નીભાવી શકશે. અને શું તે જીવતો પાછો ભારત પરત ફરશે કે કેમ તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

કાશ્મીરનું સુંદરતા
ફિલ્મના બીજા ભાગમાં નવાઝુદ્દીનની એન્ટ્રી અને કાશ્મીરની અદ્ધભૂત સુંદરતાને ખૂબ જ સુંદર રીતે બતાવી છે. જે ફિલ્મને એક અલગ લેવલ પર લઇ જાય છે.

સંગીત
બજરંગી ભાઇજાન ફિલ્મ સંગીત તેનો વીક પોઇન્ટ છે. સલમાનની અન્ય ફિલ્મોની કમ્પેરમાં આ ફિલ્મ સંગીત ઓકે ઓકે છે. બસ એક અદનાન સમીની કવ્વાલી સારી છે. અને રોમાન્ટિક ગીતો પણ ઠીકઠાક છે.

નિર્દેશન
નિર્દેશક તરીકે કબીર ખાને શ્રેષ્ઠ કામ કર્યું છે. સૌથી મોટી વાત ધણા લાંબા સમય બાદ સલમાન ખાન રૂપેરી પડદા પર આટલા માસૂમ, ઇમોશનલ અને સીધા અને સરળ વ્યક્તિરૂપે દેખાડવામાં આવ્યા છે. ફિલ્મ એક ઇમોશ્લનલ પળે પૂરી થાય છે.

કોમેડી
બજરંગી ભાઇજાન કોમેડી સીનથી ભરપૂર છે. જે તમને હસાવી હસાવીને પેટ દૂખાડશે.

કરીના સલમાન
બોડીગાર્ડ બાદ ફરી એક વાર કરીના અને સલમાન ખાનને એકી સાથે જોવા ખરેખરમાં આઇ ટ્રીટ છે. બન્નેની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ છે.

હર્ષલી અને સલમાન ખાન
ફિલ્મમાં ચાઇલ્ડ એકટ્રેસ હર્ષલી કંઇના બોલીને પણ તેના માસૂમ ચહેરા અને ભોળી આંખોથી ધણુ બધુ બોલી દીધું છે. તેની અદાકારી અને સલમાન સાથે તેની કેમેસ્ટ્રી ખરેખરમાં જોવા લાયક છે.

ક્લાયમેક્સ રિવિલ
સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનો ક્લાયમેક્સ રિવિલ થઇ ચૂક્યો છે. જે મુજબ સલમાન ખાન આ ફિલ્મના અંતમાં મરી જાય છે. વળી નવાઝુદ્દીનને આ રાઝ પણ અંતમાં ઉજાગર થાય છે કે તે એક આતંકવાદી હોય છે. જો કે હવે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જોવા માટે તો આ ફિલ્મ એક વાર જોવી જ રહી.

રિવ્યૂ
જો તમને સલમાન ખાન ગમતો હોય હોય તો આ ફિલ્મ તમારા માટે ખરેખરમાં આઇ ટ્રીટ છે. વળી આ ફિલ્મની ચાઇલ્ડ એક્ટ્રેસ હર્ષલી માટે પણ આ ફિલ્મ એક વાર જોવી બને છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
