For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંદ્રા પોલિસ સ્ટેશન રિયાના સેકન્ડ હોમ જેવુ થઈ ગયુ છેઃ સુશાંત પરિવારના વકીલ વિકાસ સિંહ

એફઆઈઆર નોંધાવાયા બાદ સુશાંત સિંહના પિતાના વકીલ વિકાસ સિંહે મુંબઈ પોલિસ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીએ સોમવારે મુંબઈ પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. રિયા દ્વારા એફઆઈઆર નોંધાવાયા બાદ સુશાંત સિંહના પિતાના વકીલ વિકાસ સિંહે મુંબઈ પોલિસ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. મંગળવારે વિકાસ સિંહે કહ્યુ કે મુંબઈ પોલિસનુ બાંદ્રા પોલિસ સ્ટેશન રિયાનુ સેકન્ડ હોમ જેવુ બની ગયુ છે અને તે એ રીતે ત્યાં અધિકારપૂર્વક જાય છે જેમ કોઈ પોતાના ઘરે જાય છે.

રિયા ચક્રવર્તી માટે મુંબઈ પોલિસ તમામ કાયદાથી પરે રાખી રહી છેઃ વિકાસ સિંહ

રિયા ચક્રવર્તી માટે મુંબઈ પોલિસ તમામ કાયદાથી પરે રાખી રહી છેઃ વિકાસ સિંહ

સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યુ છે કે આ કેસમાં અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે ક્યારેય પણ કોઈ ગુનામાં શંકાસ્પદ વ્યક્તિને એ સ્વતંત્રતા નથી આપી કે કોઈની પણ સામે જઈને એફઆઈઆર કરાવી દે, રિયા ચક્રવર્તી માટે મુંબઈ પોલિસે તમામ કાયદાઓને પરે રાખ્યા છે અને તેમના કહેવા પર કોઈ પણ પ્રકારની એફઆઈઆર નોંધી રહી છે. એવુ લાગી રહ્યુ છે કે મુંબઈ પોલિસનુ બાંદ્રા પોલિસ સ્ટેશન રિયાનુ બીજુ ઘર છે. દરેક નાના નાના પ્રસંગે ભાગીને તે ત્યાં જાય છે અને શરણ લે છે જેમ કોઈ પોતાના ઘરમાં શરણ લે છે.

'મુંબઈ પોલિસે રિયાને આટલી છૂટ કેમ આપી છે'

'મુંબઈ પોલિસે રિયાને આટલી છૂટ કેમ આપી છે'

વિકાસ સિંહે કહ્યુ કે મુંબઈ પોલિસે રિયાને આટલી છૂટ કેમ આપી છે જ્યારે તે એક કેસમાં શંકાસ્પદ છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી તો મુંબઈ પોલિસ પાસે એ અધિકાર નથી કે તે રિયાના કહેવા પર એફઆઈઆર નોંધાવે. બાંદ્રા પોલિસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટના આદેશો સામે જે એફઆઈઆર નોંધાવ છે તે કોર્ટના આદેશનુ ઉલ્લંઘન છે અને સંપૂર્ણપણે અયોગ્ય છે.

રિયાનુ પગલુ સુપ્રીમ કોર્ટના આદેશની સીધી અવગણનાઃ વિકાસ સિંહ

રિયાનુ પગલુ સુપ્રીમ કોર્ટના આદેશની સીધી અવગણનાઃ વિકાસ સિંહ

વિકાસ સિંહે કહ્યુ કે રિયા ચક્રવર્તી જે આ એફઆઈઆરના માધ્યમથી કહેવા ઈચ્છી રહી છે તે સીબીઆઈને પોતાના નિવેદનમાં આપી શકતી હતી અને સીબીઆઈને લાગતુ તો તેના પર પોતાની ચાર્જશીટમાં વિચાર કરત. બીજી એફઆઈઆરજે નોંધાવી છે તે સુપ્રીમ કોર્ટના આદેશમાં બિલકુલ માન્ય નથી અને સુપ્રીમ કોર્ટના આદેશની સીધી અવગણના છે. વિકાસ સિંહે કહ્યુ કે એફઆઈઆર નોંધવામાં મુંબઈ પોલિસે આઈપીસી અને એનડીપીએસના સેક્શનોને જે રીતે ભરી દીધા છે તેનાથી લાગે છે કે તેમણે રિયાને પોલિસ સ્ટેશનથી ખુશ કરીને મોકલવાની હતી. આના પર અમે ગંભીર કાર્યવાહી કરીશુ.

કરણ જોહરે મારુ પણ જાહેરમાં અપમાન કર્યુ હતુઃ આમિર ખાનનો ભાઈ ફૈઝલ ખાનકરણ જોહરે મારુ પણ જાહેરમાં અપમાન કર્યુ હતુઃ આમિર ખાનનો ભાઈ ફૈઝલ ખાન

English summary
Bandra Police Station seems to be RheaChakrobarty's second home: Sushant familty layer Vikas Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X