દિલકશ, માદક, ખૂબસૂરત, પણ તન્હા રેખા
મુંબઈ, 10 ઑક્ટોબર : ઉપરવાળા દ્વારા ફુરસદે બનાવવામાં આવેલ રચના રેખા કોઈક રહસ્ય કરતાં ઓછા નથી. રીલ લાઇફમાં પ્રેમની મિસાલ રેખા રીયલ લાઇફમાં આજે પણ એકલાં છે, તન્હા છે અને ક્યાંક ખોવાયેલાં છે, પરંતુ ક્યાં અને કેમ? આ જાણવાં સૌ આતુર છે, પરંતુ ન તો ક્યારેય રેખાએ અને ન તેમના ચાહરનાઓએ તેના આ રહસ્ય ઉપરથી પડદો ઉંચક્યો. આજે રેખાનો જન્મ દિવસ છે. બધા તેમના દીર્ઘાયુષ્યની શુભેચ્છા કરે છે. હંમેશાની જેમ રેખા સૌનો આભાર વ્યક્ત કરે છે, પરંતુ કાયમની જેમ આજે પણ તેમના હૃદયમાં ઘણું બધું એવું ધરબાયેલું છે કે જે તેમના જીવનની સચ્ચાઈ છે, પરંતુ તે ક્યારેય તેમના હોઠે નથી આવતી.

ઘણાં લોકોએ રેખાના જીવન ઉપર ફિલ્મો બનાવવાની અને પુસ્તકો લખવાની કોશિશ કરી, પરંતુ તમામ નિષ્ફળ રહ્યાં. તેથી જ કદાચ હવે પોતે રેખાએ પોતાના જીવનને લખવાની કોશિશ કરી છે.
સમાચાર એવાં છે કે રેખા પોતાની ઑટોબાયોગ્રાફી લખવાનાં છે. શક્ય છે કે તેમાં તે તમામ સવાલોના જવાબ હશે કે જેને લોકો લાંબાગાળાથી શોધી રહ્યાં છે. ઘણાં લોકો એવું માને છે કે રેખાની લાઇફ કોઈક રોમાંચક નવલકથા કરતાં જરાય ઉણી ઉતરે એવ નથી કે જેના દરેક પાને લોકોની નવી વાર્તા સાથે મુલાકાત થાય છે.
નોંધનીય છે કે વર્ષ 1970માં સાવન ભાદો ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશનાર અભિનેત્રી રેખાનું જીવન ઘણું ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે. રેખાએ અત્યાર સુધી લગભગ 180 ફિલ્મોમાં કામ કર્યું છે.
ત્રણ વાર ફિલ્મ ફૅર અને એક વાર નેશનલ એવૉર્ડ જીતનાર રેખાની પર્સનલ લાઇફ જાણવાની દરેકની ઇચ્છા છે. તેમનું નામ ઘણાં સ્ટાર્સ સાથે જોડાયું કે જેમાં અભિનેતા વિનો મહેરા અને બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે, પરંતુ કોઈ તેમનું કાયમી સાથી ન બન્યું.
હાલ રેખા પોતાના મુંબઈના બાંદ્રા ખાતે આવેલ ઘરમાં એકાકી જીવન વિતાવે છે. તેઓ ખૂબસૂરત છે, માદક છે અને તેમને જાણનારાઓ કહે છે કે તેઓ સ્વભાવે બહુ જ સરળ અને સ્નેહી પણ છે. તો પઝી આજે ઉંમરના આ તબક્કે તેમનો કોઈ પરિવાર કેમ નથી અને કોઈ હમસફર કેમ નથી?












Click it and Unblock the Notifications
