• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ હિરોઇનોની બ્યૂટી ઢળવાનું નામ જ નથી લઇ રહી!

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] બોલીવુડમાં ખુદને ફિટ અને સુંદર બનાવી રાખવું જ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ત્યારે જ્યારે આપની ઉંમર ઢળવાના આરે હોય. વર્ષો વિત્યા બાદ ચહેરાની ચમક ખોવાઇ જાય છે, જેની પર ક્યારેક આપના ફેન્સ મરતા હતા.

ઢળતી ઉંમર પર મેકઅપનો જાદૂ ચાલવો બંધ થઇ જાય છે અને ચહેરા પર બારીક લકીરો દેખાવા લાગે છે. પરંતુ આપણી બોલીવુડ ઇંડસ્ટ્રીઝમાં ઘણા ઉદાહરણ છે, જે ઉંમર ઢળવાને માત્ર એક નંબર માને છે.

આજે અમે આપને એક તે ફેમશ સ્ટાર્સને મળાવીશું, જેમની ઉંમર ખૂબ જ સુંદરતાપૂર્વક ઢળી રહી છે. શું આપે પણ જાણવું છે કે તેઓ સુંદર અભિનેત્રીઓ કોણ છે અને શું છે તેમની આ સુંદરતાનો રાજ તો આવો જુઓ તસવીરોમાં...

1. સોનાલી બેંદ્રે

1. સોનાલી બેંદ્રે

90ના દાયકાની બેસ્ટ હિરોઇનોમાંથી સોનાલી બેંદ્રે એક જાણીતું નામ છે. સોનાલીની ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે એટલા એટલા માટે તે કોઇને પોતાની ત્વચાની સાથે એક્સપેરિમેંટ નથી કરવા દેતી. તે ચહેરો સાફ કરવા માટે સાધારણ ઘરેલુ ફેસપેક લગાવે છે. તથા વાળમાં તે નારિયલ તેલનો ભરપૂર ઉપયોગ કરે છે કારણ કે તેમાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે.

2. માધુરી દીક્ષિત

2. માધુરી દીક્ષિત

માધુરી એક હેલ્દી લાઇફસ્ટાઇલ અપનાવે છે, જેમાં તે સમયસર સૂવે છે, વર્કઆઉટ કરે છે અને સમયસર ખાવાનું ધ્યાન રાખે છે. તેમની ગ્લોઇંગ ત્વચાનું રાજ છે કે તે દિવસમાં બે વખત પોતાના ચહેરાને ધોવે છે, અને તેની પર સીરમ લગાવે છે. રાત્રે તે ટોનર અને નાઇટ ક્રીમ લગાવે છે, જેનાથી તેમની ત્વચાની ચમક બની રહે. તેઓ ચણાના લોટ, મધ, લીંબૂ, ખીરુ અને દૂધનું ફેસ પેક બનાવીને ચેહરા પર લગાવે છે. વાળમાં તેઓ ઓલિવ ઓઇલ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરીને લગાવે છે.

3. જૂહી ચાવલા

3. જૂહી ચાવલા

જૂહી ચાવલા પોતાની સુંદરતાનું ખાસ ધ્યાન રાખે છે. તે ઊંઘતા પહેલા પોતાના મેકઅપને જોન્સન બેબી ઓઇલથી સાફ કરે છે. તથા મોઇસ્ચરાઇઝર અને આઇ ક્રીમ લગાવીને સૂવે છે. જેમાં તેમની ત્વચામાં નરમાશ યથાવત રહે છે. તેઓ પોતાના ચહેરાને માઇલ્ડ ક્લીંઝરથી સાફ કરે છે. તે ઉપરાંત તેઓ રોજ 8 ગ્લાસ પાણી પણ પીવે છે.

4. શ્રીદેવી

4. શ્રીદેવી

તેમની ઉંમરની તો ખબર જ નથી પડતી કારણ કે તે પોતાના ચહેરાનો ખાસ ખ્યાલ રાખે છે. તેમને મેકઅપ વધારે મેકઅપ કરવાનું પસંદ નથી. તે ગ્લીસરીન અને રોઝવોટરને ચહેરા પર લગાવે છે, જેનાથી તેમની ત્વચા હંમેશા ફ્રેશ રહે છે. સ્પા જવું, ફ્રૂટ પેક્સ, હેડ મસાજ અને વાળમાં સારી રીતે ઓઇલિંગ કરવું, તેમને ઘણું ગમે છે.

5. નીતૂ સિંહ

5. નીતૂ સિંહ

નીતૂ સિંહનું માનવું છે કે આપ જે કંઇપણ ખાવ જો તેની સીધી અસર આપની ત્વચા પર પડે છે. ચમકદાર ત્વચા માટે તેઓ રોજ ખીરાનું જ્યૂસ પીવે છે. તેની સાથે જ તે મુલ્તાની માટીનો ફેસપેક લગાવે છે અને ક્યારેય પણ ફેશિયલ માટે નથી જતી. તે પોતાના વાળને હંમેશા નાના રાખે છે. જેથી તેની કાળજી લઇ શકાય.

6. રેખા

6. રેખા

ક્લીંજર, ટોનિંગ, મોઇંસ્ચરાઇજિંગ અને મેકઅપ રિમૂવ કરવા ઉપરાંત રેખા અરોમાથેરેપી અને સ્પા ટ્રીટમેંટ પણ લે છે. તે ઉપરાંત વાળમાં તેઓ હેર પેક જે દહી, મધ અને ઇંડાના સફેદ ભાગથી બનાવેલ હોય તે લગાવે છે. તેઓ હેર ડ્રાયરનો પ્રયોગ નથી કરતી સાથે જ બાલોમાં કોઇપણ રાસાયણીક પ્રોડક્ટ પણ નથી લગાવતી.

7. હેમા માલિની

7. હેમા માલિની

66 વર્ષની હેમા માલિની પોતાની ડાયેટ પર ખૂબ જ ધ્યાન રાખે છે. તે ખૂબ જ ઓછું મેકઅપ કરે છે. તે પોતાના ચહેરાની અરોમા ઓઇલ તથા ક્લીજિંગ મિલ્કથી સ્પષ્ટ કરે છે. ઊંઘતા પહેલા તે પોતાના ચહેરા પર અવેદા નાઇટ ક્રિમ લગાવે છે. વાળ માટે તે નારિયલ તેલમાં લીમડાના પત્તા અને તુલસીના પત્તા નાખીને લગાવે છે. સાથે જ તેઓ દહી અને પનીર રોજ ખાય છે.

English summary
Read on to discover the beauty secrets of the most graceful superstars of Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X