6 મહિના પહેલા જ 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે થયુ હતુ બ્રેકઅપ, જાણો કેમ તૂટ્યો હતો સુષ્મિતા-રોહમનનો સંબંધ

સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે.

મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ભલે ફિલ્મોમાંથી ગાયબ હોય પરંતુ તે પોતાની પર્સનલ લાઈફ અને પોતાની લાઈફસ્ટાઈલને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં સુષ્મિતા સેન પૂર્વ IPL કમિશનર અને મોટા બિઝનેસમેન લલિત મોદી સાથે રિલેશનશિપમાં છે. જો કે આ પહેલા પણ તે ઘણા લોકો સાથે રિલેશનશિપમાં રહી ચુકી છે. આ પહેલા સુષ્મિતા સેન ફેશન મોડલ રોહમન શૉલને ડેટ કરી રહી હતી. બંનેનો સંબંધ ત્રણ વર્ષ સુધી ચાલ્યો પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં બંને અલગ થઈ ગયા.

6 મહિના પહેલા થયુ હતુ બ્રેકઅપ

6 મહિના પહેલા થયુ હતુ બ્રેકઅપ

સુષ્મિતા સેનનુ નામ બૉલિવુડના ઘણા સ્ટાર્સ, ક્રિકેટરો સાથે જોડાયેલુ છે. દિગ્દર્શકો, અભિનેતાઓ, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓએ ઘણા લોકો સાથે તેના અફેરની ચર્ચા થઈ પરંતુ કોઈની સાથે સંબંધ ટકી શક્યો નહિ. હાલમાં તે લલિત મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદી સાથેની તેની ઘણી ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને લલિત મોદીએ પોતે શેર કરી છે. લલિત મોદી પહેલા તે મૉડલ રોહમન શૉલને ડેટ કરી રહી હતી પરંતુ ડિસેમ્બર 2021માં તેમનુ બ્રેકઅપ થઈ ગયુ.

રોહમન સાથે બ્રેકઅપનુ કારણ

રોહમન સાથે બ્રેકઅપનુ કારણ

સુષ્મિતા સેને પોતે 23 ડિસેમ્બર 2021ના રોજ રોહમન શૉલ સાથેના બ્રેકઅપની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી અને તેમના સંબંધોના અંત વિશે વાત કરી. તેના અને રોહમનના બ્રેકઅપ અંગે સુષ્મિતાએ લખ્યુ- 'અમે મિત્રતાની શરૂઆત કરી હતી અને હંમેશા મિત્ર રહીશુ. આ લાંબો સંબંધ અત્યારે પૂરો થઈ ગયો છે...પરંતુ પ્રેમ હંમેશા રહે છે.

બ્રેકઅપ પર તોડ્યુ મૌન

બ્રેકઅપ પર તોડ્યુ મૌન

એક ઈન્ટરવ્યુમાં સુષ્મિતાએ રોહમન સાથેના બ્રેકઅપ પર પોતાનુ મૌન તોડ્યુ અને કહ્યુ કે જ્યારે તમે પબ્લિક ફિગર છો ત્યારે તેની સાથે જોડાયેલા લોકો પણ બધાની નજરમાં આવે છે. તે વ્યક્તિ ત્યાં છે કારણ કે તમે તેને ત્યાં લાવ્યા છો, માટે તે વ્યક્તિ સાથે અથવા તમારી સાથે આ વાજબી નથી. એ વાજબી નથી કે તમે દરેકની લાગણીઓ સાથે વળગી રહો અને એમ વિચારો કે આ એક રિલેશન છે. તે બંને માટે જરુરી છે કે મૂવ ઑન કરે.

16 વર્ષ નાનો છે રોહમન

16 વર્ષ નાનો છે રોહમન

રોહમન એક ફેશન મૉડલ છે જે સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો હતો. તેણે ઘણા ફેશન શોમાં રેમ્પ વોક કર્યુ છે. આ સિવાય તેણે એક્ટિંગમાં પણ ડેબ્યુ કર્યુ છે. તે એમેઝોન પ્રાઈમના શો હિયર મી, લવ મીમાં જોવા મળ્યો છે. રોહમન સુષ્મિતા સેન કરતા 16 વર્ષ નાનો છે. બંનેની ઉંમરના તફાવત વિશે ઘણી વખત ચર્ચા થતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X