Bye Bye 2014 : બેસ્ટ કૉમેડી ફિલ્મમાં એંટરટેનમેંટે બાજી મારી
કૉમેડી, એક્શન તથા રોમાંસ... આ ત્રણે બૉલીવુડની ખાસિયતો છે કે જેના પર આધારિત ફિલ્મો બૉક્સ ઑફિસે સારૂં પ્રદર્શન કરે છે. વર્ષ 2014માં પણ અનેક કૉમેડી ફિલ્મો રિલીઝ થઈ કે જે દર્શકોનું ખૂબ મનોરંજન કરવામાં સફળ રહી. અનેક ફિલ્મો તો એટલી શ્રેષ્ઠ હતી કે દર્શકોએ એકથી વધુ વાર જોઈ. જોકે માત્ર કૉમેડીની વાત કરીએ, તો તે બાબતમાં 2014 બોરિંગ વર્ષ રહ્યું, કારણ કે એવી કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ કે જેને બેસ્ટ કહી શકાય.
અક્ષય કુમારે એંટરટેનમેંટ ફિલ્મ આપી, પણ તેમાંય કૉમેડીના નામે માત્ર એક કૂતરૂ બતાવાયું. આ કૂતરાએ લોકોને હસાવ્યા ખરાં, પણ પેટ ન દુઃખાડ્યું. પછી વાત કરીએ રોમાંટિક હીરો સાથે કૉમેડીમાં માહેર શાહરુખ ખાન અંગે. તેમની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ પણ દીપિકા પાદુકોણે હોવા છતાં લોકોને ઇમ્પ્રેસ ન કરી શકી.
જોકે વરુણ ધવન અભિનીત મૈં તેરા હીરો બાજી મારી ગઈ. ગત વર્ષે ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મ સફળ રહી હતી કે જે સેક્સ કૉમેડી પર આધારિત હતી.
ચાલો જોઇએ 2014ની બેસ્ટ કૉમેડી ફિલ્મોની યાદી :

એંટરટેનમેંટ
અક્ષય કુમારની એંટરટેનમેંટને દર્શકોએ વધુ વોટ આપી વર્ષની બેસ્ટ કૉમેડી તરીકે ચૂંટી છે. જોકે અક્ષય એક શ્રેષ્ઠ કૉમેડી એક્ટર છે, પરંતુ એંટરટેનમેંટ વધુ એંટરટેનિંગ હોઈ શકતી હતી.

મૈં તેરા હીરો
કૉમેડી ફિ્લ્મો માટે જાણીતા ડેવિડ ધવનની ફિલ્મ મૈં તેરા હીરો લોકોને ગમી. તેમના દીકરા વરુણ ધવને સારૂ કામ કર્યું. આ ફિલ્મને બીજુ સ્થાન અપાયું છે.

હૅપ્પી ન્યુ ઈયર
રોમાંટિક હીરો શાહરુખ ખાનની હૅપ્પી ન્યુ ઈયર પણ ડ્રામા, કૉમેડી અને રોમાંસથી ભરપૂર હતી, પરંતુ તેને ત્રીજુ સ્થાન મળ્યું છે.

ખૂબસૂરત
રેખાની ખૂબસૂરતની રીમેક ખૂબસૂરતમાં સોનમ કપૂરે મહેનત કરી, પરંતુ ફિલ્મમાં દર બે મિનિટે કૉમેડી સિક્વંસ નંખાયા હતાં. આમ છતાં બહુ ઇમ્પ્રેસિવ ફિલ્મ નહોતી રહી.

ધ શૌકીન્સ
અનુપમ ખેર, અન્નુ કપૂર તથા પીયૂષ શર્મા જેવા શ્રેષ્ઠ સિતારાઓ ધરાવતી ધ શૌકીન્સ શ્રેષ્ઠ કૉમેડી ફિલ્મોમાંની એક રહી. ફિલ્મ શૌકીનની રીમેક હતી.

દાવત એ ઇશ્ક
પરિણીતી ચોપરા તથા આદિત્ય રૉય કપૂરની ફિલ્મ દાવત એ ઇશ્ક પણ કૉમેડી ફિલ્મોની યાદીમાં સામેલ છે. જોકે તેની કમાણી ખાસ નહોતી રહી.

ઇક્કીસ તોપોં કી સલામી
અનુપમ ખેર, નેહા ધુપિયા, દિવ્યેંદુ શર્મા તથા સુપ્રિયાક કુમારી જેવા કૉમેડી કલાકારો ધરાવતી ઇક્કીસ તોપોં કી સલામી ફિલ્મને દર્શકોએ સાતમુ સ્થાન આપ્યું છે.












Click it and Unblock the Notifications
