Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ત્રણ-ત્રણ વાર પ્રેમ પડ્યા હતાં મિલ્ખા સિંહ

મુંબઈ, 6 જુલાઈ : આગામી 12મી જુલાઈએ પડદા ઉપર પહોંચતી બૉલીવુડ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ભારતના રીયલ હીરો મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. જે વાતો મિલ્ખા સિંહ અંગે આજ સુધી લોકોને ખબર ન પડી શકી, તે તમામ વાતો આ ફિલ્મ દ્વારા લોકોને ખબર પડી જશે.

મિલ્ખા સિંહના વાસ્તવિક જીવનથી પ્રભાવિત આ ફિલ્મથી લોકોને જાણ થશે કે મિલ્ખા સિંહના જીવનમાં ત્રણ વાર મહોબ્બત થઈ અને ત્રણેય વાર તેમના ઇશ્કે તેમના જીવનને ગતિ અને એક નવી દિશા આપી છે. મિલ્ખાના જીવનની ત્રણ પ્રેમિકાઓનો રોલ ફિલ્મમાં સોનમ કપૂર, ઑસ્ટ્રેલિયન અભિનેત્રી રેબેકા એલિઝાબેથ તથા પાકિસ્તાની અભિનેત્રી મિશા શફી કરી રહ્યાં છે. જોકે સોનમ કપૂર સિવાય પ્રમોશનમાં કોઈ દેખાયું નહિં. ફિલ્મમાં મિલ્ખા સિંહ તરીકેના રોલમાં ફરહાન અખ્તર છે.

નોંધનીય છે કે મિલ્ખા સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં આપની પ્રણય-કથા દર્શાવાઈ છે, ત્યારે મિલ્ખા સિંહ હસતા-હસતા બોલ્યા હતાં કે આવા પ્રસંગ દરેક ખેલાડી અને એથલીટના જીવનમાં આવતા હોય છે કે તેને દરેક સ્ટેશને એક પ્રણય-કથા મળે છે. મારા જીવનમાં પણ એવી અનેક ક્ષણો આવી છે કે જેને હું આજેય યાદ કરુ છું અને ખુશ થાઉ છું. જોકે નોંધનીય બાબત એ છે કે મિલ્ખા સિંહ સાથે લગ્ન તો કોઈ પણ પ્રેમિકાના થયાં નહીં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મિલ્ખા સિંહ ભારતના ગૌરવ

મિલ્ખા સિંહ ભારતના ગૌરવ

મિલ્ખા સિંહે 1960માં રોમ તેમજ 1964માં ટોક્યો ખાતે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ફિલ્મ અંગે નિર્માતા રાકેશ મહેરાએ જણાવ્યું - ભાગ મિલ્ખા ભાગ કોઈ ખાસ રમત, ટ્રૉફી કે મેડલ્સ પર આધારિત નથી, પણ તે મિલ્ખા સિંહની આંતરિક અગ્નિ પ્રકટ કરશે.

મિલ્ખાને થઈ મહોબ્બત

મિલ્ખાને થઈ મહોબ્બત

ફિલ્મમાં દર્શાવાયું છે કે હીરો મિલ્ખા સિંહને લાઇફમાં ત્રણ વાર પ્રેમ થાય છે કે જે તેમનું જીવન બદલી નાંખે છે.

યૂએસપી મિલ્ખા સિંહ

યૂએસપી મિલ્ખા સિંહ

રંગ દે બસંતી તથા દિલ્લી 6 જેવી ફિલ્મોના બનાવનાર રાકેશ મહેરાએ ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા મિલ્ખા સિંહ પર આધારિત ફિલ્મ બનાવી છે કે જે એક બાયોગ્રાફિકલ ફિલ્મ છે અને ફિલ્મની યૂએસપી મિલ્ખા સિંહ જ છે.

પ્રસૂન જોશીની કલમે

પ્રસૂન જોશીની કલમે

દેશના રીયલ હીરો મિલ્ખાની વાર્તાને કલમબદ્ધ કરી છે જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર પ્રસૂન જોશીએ.

સ્પેશિયલ સ્ક્રીનિંગ

સ્પેશિયલ સ્ક્રીનિંગ

દિલ્હીમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મ જોઈ મિલ્ખાએ તેના વખાણ કર્યાં. તેમણે ફિલ્મના કોઈ પણ ભાગ સામે વાંધો ઉઠાવ્યો નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X