Pics : એસએલબીના પગલે રામલીલામાં થઈ હેરાનગતિ : દીપિકા

મુંબઈ, 20 સપ્ટેમ્બર : મહાન ફિલ્મમેકર સંજય લીલા ભાનુશાળીની આવનાર ફિલ્મ રામલીલાના ફર્સ્ટ લુકે જ લોકોને પોતાના ફૅન બનાવ્યાં છે. ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા ટ્રેલર જોતા જ વધી ગઈ છે. ફિલ્મમાં ટ્રિગર દબાવતી અને લહેંગો-ચોળી પહેરી પોતાના જલવા પાથરતા અભિનેત્રી દીપિકા પાદુકોણે જણાવ્યું કે ફિલ્મ રામલીલાનું એક-એક શૉટ્સ પરફેક્ટ છે કે જેનું મુખ્ય કારણ સંજય લીલા ભાનુશાળી છે.

દીપિકાએ જણાવ્યું કે ભાનુશાળી એટલા પૂર્ણતાવાદી છે કે તેઓ તેમના મનમાં જે કંઈ છે, તેમાં કંઈ પણ ઓછું નથી કરતાં. તેથી મને ફિલ્મ રામલીલા કરતાં ઘણી મુશ્કેલીઓ પેદા થઈ. દીપિકાએ જણાવ્યું કે તેમની પાસે એક દૃષ્ટિકોણ છે તથા સૌ કોઈ તે મુજબ જ કામ કરે છે. સ્વાભાવિક છે કે આ સફર મુશ્કેલીભર્યો રહ્યો. આ ઉત્સાહજનક અને પડકારજનક હતું અને થોડો મુશ્કેલ પણ થઈ ગયો હતો.

નોંધનીય છે કે આતંકના ઓછાયા હેઠળ પાંગરતી પ્રણય-કથા જોવા માટે સૌ કોઈ ખૂબ ઉત્સુક છે. ફિલ્મ ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા ગામની વાર્તા છે કે જેમાં બે કટ્ટર હરીફ પરિવારો વચ્ચે બે યુવાન દિલોને મોહબ્બત થઈ જાય છે. ફિલ્મ ગુજરાતી બૅકગ્રાઉન્ડમાં રચાયેલી રોમિયો-જુલેયટની વાર્તા છે. હાલ તો ફર્સ્ટ લુકમાં જ દીપિકા પાદુકોણે ખૂબ પ્રભાવશાળી લાગે છે, તો રણવીર સિંહ પણ જામી રહ્યાં છે. ફિલ્મ 15મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

મુશ્કેલ રહી ફિલ્મ

મુશ્કેલ રહી ફિલ્મ

રામલીલામાં એસએલબી સાથે પ્રથમ વાર કામ કરનાર દીપિકા કહે છે કે ફિલ્મ બહુ મુશ્કેલ રહી.

ભાનુશાળી પૂર્ણતાવાદી

ભાનુશાળી પૂર્ણતાવાદી

દીપિકાએ જણાવ્યું કે ભાનુશાળી એટલા પૂર્ણતાવાદી છે કે તેઓ તેમના મનમાં આવેલી વાત સાથે કોઈ બાંધછોડ નથી કરતાં.

માનસિક-શારીરિક-ભાવનાત્મક માંગણી ધરાવતી ફિલ્મ

માનસિક-શારીરિક-ભાવનાત્મક માંગણી ધરાવતી ફિલ્મ

આ ફિલ્મ ઉપર એક વર્ષથી વધુ કામ કરનાર દીપિકા કહે છે કે આ સરળ નહોતું, કારણ કે હકીકતમાં આ માનસિક, શારીરિક અને ભાવનાત્મક માંગણી ધરાવતી ફિલ્મ છે.

રોમિયો-જૂલિયેટની વાર્તા

રોમિયો-જૂલિયેટની વાર્તા

ગુજરાતના એક ગ્રામ્ય વિસ્તારની પૃષ્ઠભૂમિ પર બનેલી રામલીલા રોમિયો-જૂલિયેટ વાર્તા છે કે જેનો અંત કદાચ દુઃખદ જ થવાની શક્યતા છે.

કિસિંગ સીન

કિસિંગ સીન

હાલ તો ફિલ્મના પ્રોમોને હકારાત્મક પ્રતિભાવ મળે છે. ફિલ્મમાં દીપિકા, રણવીર અને રીચા ચડ્ઢા સારા લાગે છે. પ્રોમોમાં દીપિકા-રણવીરનું કિસિંગ સીન પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X