For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પૉઝિટીવ બીગ બીએ હોસ્પિટલમાંથી શેર કર્યો જીવનનો પાઠ, આનાથી દૂર રહેવાની આપી સલાહ

અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પૉઝિટીવ આવ્યા છે. બંનેને ઈલાજ માટે નાણાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે અભિષેકની પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા પણ કોરોના પૉઝિટીવ છે પરંતુ તેમને ઘરે જ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. અમિતાભ હોસ્પિટલમાંથી સતત પોતાના ફેન્સને તબિયત વિશે અપડેટ આપતા રહે છે. તેમની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં ભરતી હોવા છતાં તેમણે પોતાની દિનચર્યા છોડી નથી. ક્યારેક પોતાના બ્લૉગ દ્વારા ફેન્સને જન્મદિવસની શુભેચ્છા આપે છે તો ક્યારેક દેશભરમાંથી મળી રહેલ પ્રેમ માટે આભાર વ્યક્ત કરે છે. હવે અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. આ કવિતાના માધ્યમથી બિગ બીએ જિંદગીના અમુક પાઠ જણાવવાની કોશિશ કરી છે.

આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ નથી રહેતા

આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ નથી રહેતા

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે કેપ્શનમાં જણાવ્યુ છે કે આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ નથી રહેતા. આવા લોકો જે ઈર્ષા કરે, ઘૃણા કરે, અસંતોષી હોય, ગુસ્સાવાળા હોય, હંમેશા શંકા કરતા હોય કે બીજાના ભરોસે જીવન જીવનારા હોય. આવા લોકો હંમેશા દુઃખી રહે છે. આવા કામોથી દૂર રહેવુ જોઈએ.

એક ફોટો શેર કરીને અમિતાભ બચ્ચને લખી આ વાત

અમિતાભ બચ્ચને એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ, 'શ્વેત વર્ણ આભૂષણ, સેવા ભાવ, સમર્પણ, ઈશ્વર રૂપી દેવતા યે, પીડિતો કે સંબલ યે, સ્વયં કો મિટા દિયા, ગલે હમે લગા લિયા, પૂજા દર્શન કે સ્થાન યે, પરચમ ઈન્સાનિયત કે.' ફેન્સનુ કહેવુ છે કે આને વાંચીને એવુ લાગી રહ્યુ છે કે તેમણે ડૉક્ટરોનો આભાર વ્યક્ત કર્યો છે કારણકે તે આ મુશ્કેલીના સમયમાં ખુદની પરવા ન કરીને લોકોની સેવામાં લાગેલા છે.

દેશભરમાંથી મળી રહેલી દુઆઓ માટે વ્યક્ત કર્યો આભાર

દેશભરમાંથી મળી રહેલી દુઆઓ માટે વ્યક્ત કર્યો આભાર

આ પહેલા બીગ બીએ દેશભરમાંથી મળી રહેલી દુઆઓ માટે આભાર વ્યક્ત કરીને પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યુ હતુ, 'પ્રાર્થનાઓ, સદ ભાવનાઓની મૂસળધાર વરસાદે, સ્નેહરૂપી બંધનનો બાંધ તોડી દીધો છે, વહી ગયો, સ્થિર ન રહી શક્યો, તરબતર કરી દીધો મને આ અપાર પ્રેમે, મેરા આ એકાકીપણાના અંધકારને જે તમે પ્રજ્વલિત કરી દીધો છે, વ્યક્ત નહિ કરી શકુ વ્યક્તિગત આભાર, બસ, નત મસ્તક છુ હું.'

Final Year Exams: 640 યુનિવર્સિટીઓએ UGCને મોકલ્યો જવાબ, જાણો પરીક્ષા માટે શું કહ્યુFinal Year Exams: 640 યુનિવર્સિટીઓએ UGCને મોકલ્યો જવાબ, જાણો પરીક્ષા માટે શું કહ્યુ

English summary
Big B shares life lessons from hospital: Save ourselves from jealous, dissatisfied people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X