Pics : કેમ ન્યુડ થયાં હૅર ડ્રેસર સપના ભાવનાણી ?
મુંબઈ, 22 જાન્યુઆરી : બિગ બૉસ સીઝન 6 સમાપ્ત થયે એક અઠવાડિયા કરતાં વધુ થઈ ગયું છે. સામાન્ય રીતે આ શોની અંદર જ લોકો ઊટપટાંગ રોલ કરતાં હોય છે, પરંતુ આ વખતે થોડુંક ઉંધુ થઈ ગયું છે. શોના એક બહુ બોલકણા પ્રતિસ્પર્ધી હૅર ડ્રેસર સપના ભાવનાણી શોની અંદર તો સુફિયાણી વાતો કરતાં દેખાયાં, પરંતુ શો ખતમ થયા બાદ તેઓએ પોતાનું જાણે પોત પ્રકાશ્યું છે.
કાળા રંગની અસ્તવ્યસ્ત હૅર સ્ટાઇલમાં નજરે ચડનાર સપનાએ શોમાંથી બહાર આવ્યા બાદ શોના હોસ્ટ સલમાન ખાન સામે પક્ષપાતપૂર્ણ વલણનો આરોપ મુક્યો હતો. એટલું જ નહીં બીજાઓને અશ્લીલ કહેનાર સપનાએ શોમાંથી બહાર આવ્યાં બાદ પોતે એક ટીકાપાત્ર કામ કર્યુ છે.
મૅડમ સપનાએ પ્રાણીઓના હિતો માટે કામ કરતી સંસ્થા પેટા માટે ન્યુડ ફોટોશુટ કરાવ્યું છે. આ ન્યુડ ફોટોશુટમાં તેઓ બેઠેલાં છે અને તેમના શરીરનો પાછલો ભાગ દેખાય છે. તસવીર બ્લૅક એન્ડ વ્હાઇટ છે. સપનાની દેહે ઘણાં બધાં ટૅટૂ છે. બીજું કંઈ નથી. આ તસવીર નીચે લખ્યું છે - SAY NO TO FUR AND LEATHER (રુંવાટા અને ચામડાંને ના કહો).
એવું નથી કે સપના ભાવનાણીએ આ પ્રકારની બોલ્ડનેસનો પરિચય પ્રથમ વાર આપ્યો છે. આ અગાઉ પણ તેઓ આ પ્રકારના કૃત્યો કરી ચુક્યાં છે, પરંતુ કોઈની પરવા ન કરનાર સપના કહે છે કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. તેથી તેઓ તેમને બચાવવા કંઈ પણ કરી શકે છે. હવે કંઈ પણનો મતલબ તો આપ સમજી જ ગયા હશો.
આવો આપને બતાવીએ સપના ભાવનાણીની તસવીરો.

સુફિયાણા સપના થયાં ન્યુડ
સપના ભાવનાણી પેટા સંસ્થા માટે ન્યુડ થયાં છે. સપનાનું કહેવું છે કે તેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે અને તેમના બચાવવા કંઈ પણ કરી શકે છે.

સુફિયાણા સપના થયાં ન્યુડ
સપના જાણીતાં હૅર ડ્રેસર છે. તેમનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું કે જ્યારે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હૅર ડિઝાઇનર બન્યાં. ધોની ઉપરાંત બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ કૅટરીના કૈફ, બિપાશા બાસુના પણ તેઓ હૅર ડ્રેસર છે.

સુફિયાણા સપના થયાં ન્યુડ
સપના પ્રાણીઓના લેધર (ચામડા) તથા ફર (રુંવાટા)ના ઉપયોગની વિરુદ્ધ છે. તેથી તેમણે વિરોધ કર્યો છે. તેઓ ન્યુડ થઈ લોકો સામે આવ્યાં છે.

સુફિયાણા સપના થયાં ન્યુડ
સપનાનું કહેવું છે કે પ્રાણીઓમાં પણ પ્રાણ હોય છે. તેઓ પણ આપણી જેમ શ્વાસ લે છે. તેથી આપણાં ફાયદા માટે તેમનું મારવું એકદમ અયોગ્ય છે.

સુફિયાણા સપના થયાં ન્યુડ
સપનાએ જણાવ્યું કે પ્રાણીઓને મારી નદીઓ કે તળાવોમાં ફેંકવું અયોગ્ય છે, કારણ કે તેનાથી અનેક પ્રકારની પ્રાણઘાતક બીમારીઓ જેમ કે કૅંસર અને અસ્થમા થાય છે.












Click it and Unblock the Notifications
