For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પ્રાઇમ ટાઇમે પ્રસારિત થશે બિગ બૉસ 6

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 સપ્ટેમ્બર : ગયા મહીને સેલિબ્રિટી પબ્લિસિટી ડેલ ભગવાગરે જણાવ્યુ હતું, ‘ભારતના સૌથી મોટા રિયાલિટી શોની આગામી સીઝન હવે નેક્સ્ટ જનરેશનને ટાર્ગેટ કરશે, જેથી આ શોનું ફેન બેઝ બાળકો અને ટીનેજર્સમાં પણ ફેલાય.'

Salman-In-Bigg-Boss-6

ભગવાગરે સાથે-સાથે એમ પણ જણાવ્યુ હતું કે જો આમ થઈ શકે, તો શક્ય છે કે બિગ બૉસ પોતાનો લેટ નાઇટનો સમય બદલી પ્રાઇમ ટાઇમે ટેલીકાસ્ટ થાય અને સલમાન ખાન (ગેલેરી) બાળકો તેમજ યંગસ્ટર્સ સાથે વાતચીત કરતાં દેખાય.

ગઈકાલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સલમાને જણાવ્યુ હતું, ‘આ સીઝન સમગ્ર પરિવાર સાથે કનેક્ટ થશે. આ વખતે ઘણી બધી વાતો અને ગેમ્સ થશે. હવે 7મી ઑક્ટોબરથી અમે પ્રાઇમ ટાઇમે એટલે કે 9 વાગ્યે આવશું.'

ડેલ ભગવાગરે અત્યાર સુધી બૉલીવુડની લગભગ ઘણી બધી વિવાદાસ્પદ સેલિબ્રિટીઓ જેમ કે બિગ બ્રધરમાં શિલ્પા શેટ્ટી, બિગ બૉસ વખતે રાખી સાવંત, કાશ્મીરા શાહ, સંભાવના શેઠ, શર્લિન ચોપરા, પૂજા મિશ્રા, ડિયાના હેડન, શમિતા શેટ્ટી, બિન્દુ દારા સિંહ, અશ્મિત પટેલ, વીણા મલિક તેમજ અમર ઉપાધ્યાયના મીડિયા અફેરને હેંડલ કર્યું છે.

ડેલે જણાવ્યું હતું કે બાળકો માટે આ શોમાં કઈંક અલગથી ગેમ્સ અને પ્લેહાઉસ હોવા જોઇએ, જેથી તેઓ પોતાનું મનોરંજન કરી શકે. આમ જોઇએ તો અત્યાર સુધી બૉલીવુડના સુપરસ્ટાર્સ જેમાં હૃતિક રોશન, શાહરુખ ખાન અને આમિર ખાને બાળકો માટે સુપરહીરો બનીને અને બાળકો માટે કોઈ મિલગયા, ધૂમ, ક્રિશ, રા-વન, તારે જમીન પર, રંગ દે બસંતી, જિંદગી ના મિલેગી દોબારા, દિલ ચાહતા હૈ, ડૉન જેવી ફિલ્મો બનાવીને પોતાને દેશ આખામાં યુવાઓ તેમજ બાળકો વચ્ચે ઘણું પૉપ્યુલર કર્યું છે. તો હવે જોઇએ કે બિગ બૉસ 6ના આ બદલાયેલાં સ્વરૂપથી સલમાન પોતાને યુવાઓ અને બાળકો વચ્ચે કેટલું પૉપ્યુલર કરી શકે છે.

English summary
Salman Khan said that Bigg Boss 6 will connect with the whole family. There will be more tasks and games this time. We have moved into the prime time slot of 9 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X