બિગ બૉસ ઓટીટીમાં જીશાન બોલ્યો - છોકરી છે તો લિમિટમાં રહે, કરણ જોહરે બરાબર ઝાટક્યો

શોનો કન્ટેસ્ટન્ટ જીશાન ખાન પોતાના એક નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયો છે.

મુંબઈઃ ઓટીટી પ્લેટફૉર્મ પર બિગ બૉસ સ્પેશિયલ સિઝન લોકોને ખૂબ જ ગમી રહી છે. આ શોમાં ભાગ લઈ રહેલા કન્ટેસ્ટન્ટ સતત અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે. આ વખતે શોનો કન્ટેસ્ટન્ટ જીશાન ખાન પોતાના એક નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયો છે. જીશાન ખાને શોમાં કહ્યુ હતુ કે છોકરી હોય તો માપમાં રહે. તેના આ નિવેદન પર કરણ જોહરે રવિવારે સન્ડે કા વાર એપિસોડમાં જીશાનને બરાબર ઝાટક્યો.

જીશાનની કરણ જોહરે લઈ લીધી ક્લાસ

જીશાનની કરણ જોહરે લઈ લીધી ક્લાસ

જીશાનના નિવેદનની ટીકા કરીને કરણ જોહરે કહ્યુ કે તમે નિવેદનને સમજાવો, તમારે શું અર્થ હતો. જીશાને પોતાના નિવેદનને સમજાવવાની કોશિશકરી અને બોલ્યો કે મે પલટવાર કરવા માટે એ કહી દીધુ હતુ પરંતુ મારા નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યુ પરંતુ જીશાનની આ સફાઈથી કરણ જોહર બિલકુલ સંતુષ્ટ નહોતો. કરણ જોહરે કહ્યુ કે તારી સફાઈ સામે આવી જ નથી. હાલના દિવસોમાં કોઈ પુરુષના મોઢેથી બોલાયેલુ મહિલાઓ વિરુદ્ધનુ આ સૌથી ભદ્દુ નિવેદન છે.

હું મહિલા વિરોધી નથી

હું મહિલા વિરોધી નથી

કરણ જોહરે કહ્યુ કે હું તમને જણાવી દેવા માંગુ છુ કે તમારી આ ટિપ્પણી મહિલા વિરોધી છે જેનો બિલકુલ સ્વીકાર કરી શકાય નહિ. પરંતુ ખુદને નારીવાદી ગણાવીને જીશાને કહ્યુ કે હું દિલથી સમાનતાના પક્ષમાં છુ. હું નારીવાદી છુ. માટે જ્યારે હું આ પ્રકારની વાતો સાંભળુ છુ તો મને ઘણી તકલીફ થાય છે. મને એ વખતે ખૂબ ગુસ્સો આવે છે જ્યારે દેશના લોકોને હકની દુકાન કહેવામાં આવે છે. હું આ રીતના વિચારોનો ક્યારેય સ્વીકાર નહિ કરુ. ગુસ્સામાં કહેલી વાત પણ સાચી હોય છે.

હકીકત આવી સામે

હકીકત આવી સામે

જીશાને કહ્યુ કે મારો બિલકુલ એવો હેતુ નહોતો કે હું મહિલાઓનુ અપમાન કરુ પરંતુ કરણ જોહરે કહ્યુ કે તમે એ લાઈનને પાછી ન લઈ શકો જે તમે ગુસ્સામાં કીધી હોય. કરણ જોહરે કહ્યુકે જ્યારે તમે મજાકમાં કે ગુસ્સામાં કંઈ પણ કહેતા હોય તો એમાં એક સચ્ચાઈ હોય છે. તમારી સચ્ચાઈ તમે જ્યારે આ કહ્યુ ત્યારે સામે આવી ગઈ.

આવી ગઈ વિક્ટિમ કાર્ડ રમવા

આવી ગઈ વિક્ટિમ કાર્ડ રમવા

જીશાનના એ નિવેદનની પણ કરણ જોહરે ટીકા કરી જેમાં તેણે કહ્યુ હતુ કે આવી ગઈ છોકરીનુ વિક્ટીમ કાર્ડ રમવા. જીશાને કહ્યુ કે મે આ વાત લડાઈ દરમિયાન અક્ષરાને કીધી હતી, આના પર કરણ જોહરે કહ્યુ કે તમે આ જનરલ સ્ટેટમેન્ટ આપ્યુ હતુ, અક્ષરાનુ નામ નહોતુ લીધુ.

6 સપ્તાહ ચાલશે આ સિઝન

6 સપ્તાહ ચાલશે આ સિઝન

તમને જણાવી દઈએ કે બિગ બૉસ ઓટીટી એક પ્રકારની બિગ બૉસની પહેલી સિઝન છે જેને ટીવી પર બતાવવાના બદલે ઓટીટી પ્લેટફૉર્મ પર બતાવવામાં આવી રહ્યુ છે. આ શોને 6 સપ્તાહ સુધી બતાવવામાં આવશે. આ શોમાં શામેલ શમિતા શેટ્ટી, પ્રતિક સહજપાલ, દિવ્યા અગ્રવાલ, રાકેશ બાપત, મૂસે જતાના, મિલન્દ ગાબા, નેહા ભસીન, નિશાંત ભટ્ટ, રિધિમા પંડિત, કરન નાથ શામેલ છે. આ પહેલા ઉર્ફી જાવેદ પણ શોનો હિસ્સો હતી જે પહેલા સપ્તાહમાં જ બહાર થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X