લગ્ન પહેલા જ રણબીર કપૂરે આલિયા સાથે કર્યુ હતુ આ કામ, હવે સામે આવ્યુ સત્ય
તેના જન્મદિવસના અવસર પર અમે તમને જણાવીએ કે રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે તેના વિશે કયા મોટા ખુલાસા કર્યા છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે જ્યારથી તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી લોકો રણબીર કપૂર અને તેની ચર્ચા કરી રહ્યા છે. બંનેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો થઈ રહી છે. આલિયા ભટ્ટ અને તેના રિયલ લાઈફ પતિ રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. જેણે બૉક્સ ઑફિસ પર ઘણી કમાણી કરી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળ્યા છે. જો આલિયાની વાત માનીએ તો તેની સ્ટોરી અને રણબીર કપૂરની શાનદાર એક્ટિંગ આ ફિલ્મને સુપરહિટ બનાવવામાં અદ્દભૂત છે. આજે રણબીર કપૂરનો 40મો જન્મદિવસ છે. તેના જન્મદિવસના અવસર પર અમે તમને જણાવીએ કે રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે તેના વિશે કયા મોટા ખુલાસા કર્યા છે.

રણબીરને પસંદ હતી લિવ ઈન રિલેશનશિપ
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેતા હતા. આલિયા ભટ્ટે રણબીર અને તેના લિવ-ઈન રિલેશનશિપને લઈને મીડિયા સામે ઘણા મોટા ખુલાસા કર્યા છે. આલિયા ભટ્ટે કહ્યુ કે મને લાગે છે કે લિવ-ઈનમાં રહેવુ ખરાબ વાત નથી અને રણબીરને પણ તે પસંદ છે. લિવ ઇનમાં, તમે એકબીજાને સારી રીતે ઓળખી શકો છો. સાથે જ રણબીર કહે છે કે લગ્ન પહેલા પાર્ટનર સાથે લિવ-ઈનમાં રહેવાથી પણ ઘણી યાદો સર્જાય છે જે ઘણી સારી હોય છે. એકબીજા પ્રત્યે સહજતા પણ આવે છે.

લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેતા હતા રણબીર
પતિ રણબીર કપૂરની સામે પોતાના લિવ-ઈન રિલેશનશિપ વિશે વાત કરતાં આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે તે અને રણબીર કપૂર લગ્ન કરવા માગતા હતા માટે જ બંનેએ લગ્ન પહેલા સાથે રહેવાનુ પ્લાનિંગ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્ન પહેલા લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને લિવ-ઈનમાં પણ રહેતા હતા. બાદમાં બંનેએ એપ્રિલ 2022માં લગ્ન કરી લીધા અને હવે આલિયા તેના પ્રેગ્નન્સી પીરિયડને ભરપૂર એન્જોય કરી રહી છે.

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ વખતે થયો હતો પ્રેમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણા સમય પહેલા એકબીજાના સારા મિત્રો હતા. જોકે, ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. જે બાદ બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. આલિયાએ લગ્નના 2 મહિના પછી જ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. બાદમાં તેનુ બેબી બમ્પ પણ દેખાવા લાગ્યુ હતુ. લોકોનુ માનવુ છે કે આલિયા પતિ રણબીર કપૂર સાથે લિવ-ઈનમાં રહેતાં ગર્ભવતી થઈ હતી. તેથી જ બંનેએ વહેલા લગ્ન કરી લીધા અને ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા લોકોને તેમના માતા-પિતા બનવાના સારા સમાચાર આપ્યા.

એકબીજાને સમજવા માટે લિવ-ઈનમાં રહેવુ જરુરી
લિવ-ઈન રિલેશનશિપ વિશે વાત કરતા રણબીર કપૂરે કહ્યુ- જો તમે લગ્ન પહેલા સાથે રહી શકતા હોવ તો ચોક્કસ રહો. લિવ-ઈનમાં રહેવાથી બંને પાર્ટનર એકબીજાને સમજવા લાગે છે. તમે તમારા સંબંધોમાં સહજ થશો. તમે ઘણી બધી યાદો બનાવી શકો છો. તે પણ કોઈપણ દબાણ કે બોજ વગર અને જો તમારે લગ્ન કરવા હોય તો કેમ નહીં. સમયસર લગ્ન કરી લો.

લૉકડાઉનમાં એકબીજાની સાથે રહેવાનો મોકો મળ્યો
આલિયાએ રણબીર વિશે કહ્યુ હતુ - અમે ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા હતા તેથી અમે સાથે રહેવાની યોજના બનાવી હતી. જો કે આ પછી કોરોના આવ્યો પરંતુ આયોજન ચાલુ રહ્યુ. લૉકડાઉન દરમિયાન રણબીરે મારી સાથે સમય પસાર કરવાનો હતો. લૉકડાઉનને કારણે અમને એકબીજા સાથે ઘણો સમય પસાર કરવાનો મોકો મળ્યો. અમે અમારા સંબંધમાં આગળ વધી રહ્યા હતા. અમે વિચારતા હતા કે અમે બધુ ઠીક કરીશુ, બધુ વ્યવસ્થિત થઈ જશે.












Click it and Unblock the Notifications
