
Birthday: ડિમ્પલ કાપડિયાની છોકરીઓ સની દેઓલને કહે છે 'છોટે પાપા', આવી હતી લવ લાઈફ
બૉલિવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા 8 જૂને પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. રાજેશ ખન્નાની પત્ની અને ટ્વિકલ ખન્નાની મા ડિમ્પલ કાપડિયા હાલમાં જ ઈરફાન ખાન સાથે અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં જોવા મળી હતી. એક સમય હતો જ્યારે ડિમ્પલ કાપડિયાએ એક મોટી હિટ ફિલ્મ આપી અને ઈન્ડસ્ટ્રીમાં ટૉપ સ્ટાર સાથે કામ કર્યુ. ડિમ્પલ કાપડિયા પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે સાથે લવ લાઈફ માટે પણ ખૂબ ચર્ચામાં રહી છે.

ડિમ્પલ-સનીના અફેરના સમાચારો ચર્ચામાં
એક સમય હતો જ્યારે ડિમ્પલ કાપડિયા અને સની દેઓલના અફેરના સમાચારો ઘણી વાર ચર્ચામાં રહેતા. 16 વર્ષની ઉંમરે ડિમ્પલ કાપડિયાએ બૉબી ફિલ્મથી ડેબ્યુ કર્યુ. પહેલી જ ફિલ્મથી ડિમ્પલે ખૂબ પ્રશંસા મેળવી. એ જ વર્ષે તેણે રાજેશ ખન્ના સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ અમુક કારણોસર બંનેમાં તિરાડ પડવા લાગી અને પછી બંને અલગ રહેવા લાગ્યા. પરંતુ કાકાના દરેક મુશ્કેલ સમયમાં ડિમ્પલે તેમનો સાથ આપ્યો.

લંડનમાં સાથે ફરતા દેખાયા
ડિમ્પલની રાજેશ ખન્ના સાથે અને સની દેઓલની પૂજા સાથે લગ્ન થઈ ચૂક્યા હતા. પરંતુ ફિલ્મો સાથે સાથે ડિમ્પલ અને સની દેઓલની રિયલ કેમેસ્ટ્રી પણ પરવા ચડવા લાગી હતી. 2017માં એક ફોટો વાયરલ થયો. ડિમ્પલ અને સનીને લંડનના રસ્તા પર સાથે જોવામાં આવ્યા હતા.

ઘણા વર્ષો સુધી સંબંધ રહ્યો
અર્જૂન, મંઝિલ મંઝિલ, આગ કા ગોલા, ગુનાહ અને નરસિંહા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ ડિમ્પલ અને સનીની રિયલ લવ લાઈફ ખૂબ જ ચર્ચામાં રહી. રાજેશ ખન્ના સાથે અલગ થયા બાદ સની દેઓલ ડિમ્પલની જિંદગીમાં આવ્યા. કહેવાય છે કે ઘણા વર્ષો સુધી સની સાથે તે રહી હતી.

સની દેઓલને છોટે પાપા કહીને બોલાવે છે દીકરીઓ
આ અફેર વિશે તો એમ પણ કહેવાય છે કે સની દેઓલને ડિમ્પલને પત્નીનો દરજ્જો પણ આપ્યો હતો. જ્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે ડિમ્પલની દીકરીઓ ટ્વિંકલ અને રિંકી ખન્ના સનીને છોટે પાપા કહીને બોલાવતી હતી.
વેબ સીરિઝના વિવાદિત સીન પર એકતા કપૂરે તોડ્યુ મૌન, 'મતલબ કે રેપ યોગ્ય છે'