Happy Birthday : સૂગને બદલી સ્વીકૃતિની મેળવી ભેંટ, સન્નીએ જીત્યાં લાખો દિલ...

અમદાવાદ, 13 મે : પોર્ન સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા સન્ની લિયોન આજે 33 વરસના થઈ ગયાં. સન્ની લિયોન આજે બૉલીવુડમાં એક જાણીતું નામ થઈ ગયાં છે. તાજેતરમાં જ રાગિણી એમએણએસ 2 ફિલ્મ સાથે બૉલીવુડમાં ધમાલ મચાવનાર સન્ની લિયોન હવે એક સ્થાપિત અભિનેત્રી બની ચુક્યાં છે.

સન્ની લિયોનનો જન્મ 13મી મે, 1981ના રોજ થયો હતો. ભારતીય-કૅનેડિયન પોર્ન સ્ટાર તરીકે જાણીતા સન્ની લિયોનને ભારતીય અભિનય જગતમાં માત્ર 3 જ વર્ષ થયાં છે, પરંતુ ત્રણ વર્ષમાં જ સન્ની લિયોને એક એવો મુકામ હાસલ કરી લીધો છે કે જ્યાં પહોંચવું સૌના વશની વાત નથી હોતી.

એક સામાન્ય નવોદિત અભિનેત્રી માટે હજીય આવા મુકામે પહોંચવુ કદાચ સરળ હોઈ શકે, પરંતુ સન્ની લિયોન માટે ભારતીય સિનેમા જગતમાં સ્થાપિત થવું એટલા માટે પણ મુશ્કેલ હતું, કારણ કે તેમની છબી એક પોર્ન સ્ટાર તરીકેની હતી અને એટલે જ સન્ની લિયોનના દીવાના ભારતમાં હોય, તે સ્વાભાવિક છે, પરંતુ આ દીવાનાઓ તેમના છુપા ફૅન્સ હતાં. સન્ની લિયોન સામે એવા ફૅન્સ ઊભા કરવાનો પડકાર હતો કે જે એક સામાન્ય અભિનેત્રીના હોય છે.

સન્ની લિયોને પોતે પણ અનેક વખત કહ્યું કે તેઓ પોતાની છબી બદલવા માંગે છે અને તે વાતમાં તેમના પતિ ડૅનિયલ વેબર પણ તેમનો પૂરો સાથ આપતા રહ્યાં છે. સન્ની લિયોનનો સંકલ્પ હતો કે તેઓ પોતાની પોર્ન સ્ટાર તરીકેની છબીમાંથી એક સામાન્ય યુવતી અને પછી અભિનેત્રી તરીકેની છબી સ્થાપશે અને તેઓ આ સંકલ્પમાં મહદઅંશે સફળ પણ થયાં છે. એટલે જ તો એક વખતે બૉલીવુડમાં અનેક લોકો સન્ની સામે સૂગ ધરાવતા હતાં, પરંતુ આજે સન્ની લિયોન ડિમાંડમાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ ભારતીય મનોરંજન જગતમાં સન્ની લિયોનની સફર :

બિગ બૉસ સાથે શરુઆત

બિગ બૉસ સાથે શરુઆત

સન્ની લિયોને 2011માં કલર્સના બિગ બૉસ 7 સાથે ભારતીય અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

જિસ્મ 2 સાથે બૉલીવુડમાં

જિસ્મ 2 સાથે બૉલીવુડમાં

ટેલીવિઝન બાદ સન્ની લિયોન મોટા પડદે જિસ્મ 2 ફિલ્મ દ્વારા આવ્યા હતાં.

આયટમ સૉંગ હિટ

આયટમ સૉંગ હિટ

સન્ની લિયોને પછી શૂટઆઉટ એટ વડાલામાં એક આયટમ સૉંગ કર્યું હતું કે જે હિટ રહ્યુ હતું.

જૅકપૉટ પહેલી ફિલ્મ

જૅકપૉટ પહેલી ફિલ્મ

સન્ની લિયોને લીડ અભિનેત્રી તરીકે જૅકપૉટ ફિલ્મ સાથે શરુઆત કરી હતી. જોકે આ ફિલ્મ સુપર ફ્લૉપ સાબિત થઈ હતી.

રાગિણીએ મચાવી ધમાલ

રાગિણીએ મચાવી ધમાલ

સન્ની લિયોનની કિસ્મત ચમકાવી એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મે. આ ફિલ્મની સફળતા સાથે જ સન્ની લિયોન સાતમા આસમાને છે.

મસ્તીઝાદે

મસ્તીઝાદે

સન્ની લિયોન હવે એક સેક્સ કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં દેખાશે.

ટીના એન્ડ લોલો

ટીના એન્ડ લોલો

સન્ની લિયોનની આગામી ફિલ્મોમાં ટીના એન્ડ લોલોનો પણ સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X