For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ પહોંચી કંગના રનોત, એરપોર્ટ પર શિવસૈનિકોએ બતાવ્યા કાળા વાવટા

મહારાષ્ટ્ર સરકાર સાથે ટકરાવ વચ્ચે ફિલ્મ અભિનેત્રી કંગના રનોત આજે મુંબઈ પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્ર સરકાર સાથે ટકરાવ વચ્ચે ફિલ્મ અભિનેત્રી કંગના રનોત આજે મુંબઈ પહોંચી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર કંગના રનોત માટે ભારે સુરક્ષા તૈનાત હતી અને તેને કડક સુરક્ષા વચ્ચે ખાર સ્થિત ઘરે પહોંચાડવામાં આવી. મુંબઈ એરપોર્ટ પર કંગના રનોતનો શિવસૈનિકોએ વિરોધ કર્યો અને તેને કાળા વાવટા બતાવ્યા. તમને જણાવી દઈએ કે આજે કંગના રનોતની ઑફિસ સામે બીએમસીએ કાર્યવાહી કહી અને બીએમસીના બુલડોઝરે કંગના રનોતની ઑફિસ તોડી દીધી. ત્યારબાદ કંગના રનોતે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કોર્ટે કંગનાને રાહત આપીને બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી.

kangana

તમને જણાવી દઈએ કે કંગના રનોત આજે જ્યારે મુંબઈ એરપોર્ટ પહોંચી ત્યારે અહીં શિવસેનાના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર હતા. આ ઉપરાંત કંગનાના સમર્થનમાં રિપલ્બિકન પાર્ટી ઑફ ઈન્ડિયા અને કરણી સેનાના સમર્થનમાં એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન શિવસેના અને કરણી સેના તેમજ આરપીએના કાર્યકર્તાઓ વચ્ચે ઘણી ચર્ચા થઈ. તમને જણાવી દઈએ કે કંગના રનોતને કેન્દ્ર સરકાર તરફથી વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે જેમાં કંગનાની સુરક્ષામાં 11 કમાંડો તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કંગના રનોતને ગોરખપુરમાં કરણી સેના અને વારાણસીમાં ભાજપ બેટી બચાવો બેટી પઢાવો પ્રકલ્પની મહિલા સભ્યોનો સાથ મળ્યો છે. કંગના રનોતના સમર્થનમાં ઉતરેલી કરણી સેના બુધવારે ગોરખપુરના શાસ્ત્રી ચોક પર સંજય રાઉતનુ પૂતળુ ફૂંકીને વિરોધ પ્રદર્શન કર્યુ. સાથે જ મહારાષ્ટ્ર સરકાર પાસે સંજય રાઉત પર કાર્યવાહીની માંગ કરી છે. કરણી સેના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર સિંહે કહ્યુ, 'સંજય રાઉતે કંગના માટે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો, તેનાથી બધી મહિલાઓનુ અપમાન થયુ છે. જ્યારે જ્યારે મહિલાઓનુ અપમાન થયુ છે, રાજપૂત તેમના સમર્થનમાં ઉભા થયા છે.'

બૉમ્બે હાઈકોર્ટે કંગનાની ઑફિસ તોડવા પર લગાવ્યો સ્ટે, BMC પર ઉઠાવ્યા સવાલબૉમ્બે હાઈકોર્ટે કંગનાની ઑફિસ તોડવા પર લગાવ્યો સ્ટે, BMC પર ઉઠાવ્યા સવાલ

English summary
Bollywood actress Kangana Ranuat finally reached Mumbai, Shivsena workers shows black flag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X