
કેટરીના કૈફે બ્લેક ડ્રેસમાં વરસાવ્યો કહેર, બોલ્ડ અંદાજ પર ફીદા થયા ફેન્સ
બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન બાદ બંને સતત છવાયેલા રહે છે. કેટરીના કૈફના અમુક ફોટા સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે જે તેણે પોતે શેર કર્યા છે. આ તસવીરોમાં કેટરીના કૈફ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. કહેવાય છે કે કેટરીના ભાગ્યે જ બોલ્ડ લુકમાં પબ્લિક ગેધરીંગનો ભાગ બનતી જોવા મળે છે, પરંતુ અહીં તે છવાઈ ગઈ છે.

'કાલી તેરી ગીત લૉન્ચ, ફોન ભૂત'
આ ફોટાની વાત કરીએ તો કેટરીના કૈફ બ્લેક ડ્રેસમાં જોઈ શકાય છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને તેની તસવીરો બહાર આવતા જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીર પોસ્ટ કરતાં તેણે લખ્યુ, 'કાલી તેરી ગીત લૉન્ચ, ફોન ભૂત.' આ ગીતના લૉન્ચિંગમાં પહોંચેલી કેટરીના કૈફે બધાને દિવાના બનાવી દીધા છે તે ચોક્કસ છે.

ફિલ્મ ફોન ભૂતનુ ટ્રેલર રિલીઝ
ફેન્સ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેને સતત શેર પણ કરી રહ્યા છે. કેટરીના કૈફની ફિલ્મ ફોન ભૂતનુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે અને આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર જોવા મળશે. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે.

આત્માનુ પાત્ર ભજવી રહી છે કેટ
આ ફિલ્મમાં કેટરીના કૈફ એક આત્માનુ પાત્ર ભજવી રહી છે જે ઈશાન અને સિદ્ધાંત સાથે મળીને ભૂતો સાથે વાત કરે છે. આ સિવાય કેટરીના કૈફ આવતા વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ટાઈગર 3માં વ્યસ્ત છે.