બોલિવૂડ એક્ટ્રેસિસનો આ બ્રાઇડલ અવતાર જોઇ દંગ રહી જશો

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં જુલાઇ 24થી જુલાઇ 30 દરમિયાન ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(FDCI) દ્વારા યોજવામાં આવેલ ઇન્ડિયા કોશર વિક 2017માં મનીષ મલ્હોત્રા સહિત ભારતના ટોપ 14 ડિઝઆઇનર્સે ભાગ લીધો હતો. ડિઝાઇનર્સના બેસ્ટ આઉટફિટને શોકેસ કરવા માટે બોલિવૂડની વિવિધ એક્ટ્રેસિસ રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટની તસવીરો FDCIના ઓફઇશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પણ જોવા મળે છે. આ ઇવેન્ટના એક્ટ્રિસિસના બેસ્ટ ટ્રેડિશનલ અવતાર જુઓ અહીં....

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

ઇન્ડિયા કોશર વિક 2017માં શિલ્પા શેટ્ટીએ ડિઝાઇનર મોનિષા જયસિંગનો શો-સ્ટોપર આઉટફિટ પહેરી રેમ્પવોક કર્યું હતું. ડિઝાઇનરના લેટેસ્ટ બ્રાઇડલ કલેક્શનની આ સાડી યુનિક રીતે ડ્રેપ કરવામાં આવી હતી, જેને કારણે બોહેમિક ફીલ ઊભી થતી હતી. શિલ્પાએ આ સ્ટાયલ ખૂબ ગ્રેસ અને કોન્ફિડન્સ સાથે કેરી કરી હતી.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

એક્ટ્રેસ દિયા મિર્ઝાએ અંજુ મોદીના બ્રાઇડલ કલેક્શનનો શો-સ્ટોપર આઉટફિટ પહેર્યો હતો. મરૂન કલરના લહેંગા-ચોલી, ગોલ્ડન દુપટ્ટો અને સુંદર ગોલ્ડન જ્વેલરી સાથે દિયા મિર્ઝા અદભૂત લાગી રહી હતી. વેલવેટ ચોલી અને લહેંગા પર કરવામાં આવેલ વર્ક પણ ખૂબ સુંદર અને અદભૂત હતું.

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકર

એક્ટ્રેસ ભૂમિએ રૈનુ માટે રેમ્પ વોક કર્યું હતું. રૈનુએ પોતાના કલેક્શનને નામ આપ્યું હતું, CYAN - Time to Find the Calm in the Chaos. તેમનું આ કલેક્શન પિકોક બ્લૂના વિવિધ શેડને સમર્પિત હતું, આ કલેક્શનમાં અનેક બોલ્ડ અને કલરફુલ વેરિએશન જોવા મળ્યા હતા. ભૂમિએ કલેક્શનના સૌથી સુંદર ગોલ્ડન અને બ્લ્યૂ લહેંગા સૂટમાં રેમ્પ વોક કર્યું હતું.

દિશા પટાણી

દિશા પટાણી

દિશા પટાણીએ ડિઝાઇનર માનવ ગંગવાની માટે રેમ્પ વોક કર્યું હતું. દિશાએ બ્લેક એન્ડ ગોલ્ડન લહેંગા પર પસંદગી ઉતારી હતી. તેના બ્લેક લહેંગામાં અતિ-સુંદર ગોલ્ડન વર્ક જોવા મળ્યું હતું. તે બ્રાઇડલ લૂકમાં એકદમ પરફેક્ટ લાગી રહી હતી.

આથિયા શેટ્ટી

આથિયા શેટ્ટી

આથિયા શેટ્ટીએ ડિઝાઇનર પેર શ્યામલ અને ભૂમિકા રેમ્પ વોક કર્યું હતું. આ ડિઝાઇનર પેર બોલિવૂડ સેલેબ્સમાં ખૂબ ફેમસ છે. એશા દેઓલ, સોનમ કપૂર, દિયા મિર્ઝા સહિતના સેલેબ્સ અનેકવાર તેમના આઉટફિટ્સમાં જોવા મળે છે. ઇન્ડિયા કોશર વિકમાં આ વર્ષે તેમનું ડેબ્યૂ હતું, ઇવેન્ટમાં રજૂ થયેલ તેમના કલેક્શનનું નામ હતું 'The Princess's Soiree'. તેમના આ કલેક્શનમાં પરંપરાગત જરદોસી અને આરી વર્ક, જરીનું કામ જોવા મળ્યું હતું, આથિયા અહીં ગોલ્ડન અને બ્લેક લહેંગામાં જોવા મળી હતી.

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરીએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના શો-સ્ટોપર આઉટફિટ માટે રેમ્પ વોક કર્યું હતું. તેમના આ લેટેસ્ટ બ્રાઇડલ કલેક્શનનું નામ હતું 'મૂનડસ્ટ'. પોતની થિમને વળગી રહેતાં તેમણે સુંદર અને ડિફરન્ટ બ્રાઇડલ વેર રજૂ કર્યાં હતા. તેમનું કલેક્શન નેચર, ફોરેસ્ટ અને ફેરીટેલથી ઇન્સ્પાયર્ડ હતું. તેમના શો-સ્ટોપર આઉટફિટમાં અદિતિ અંત્યંત સુંદર લાગી રહી હતી.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ

આ ઇવેન્ટના છેલ્લા દિવસે આલિયા ભટ્ટ અને રણવીર સિંહે મનિષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું. તેમના કલેક્શનનું નામ હતું, Sensual Affair. મનિષ મલ્હોત્રા છેલ્લા 7 વર્ષથી આ ઇવેન્ટનો ભાગ છે. અહીં રણવીર સિંહ બ્લુ શેરવાનીમાં જોવા મળ્યા હતા, જેની પર ગેલ્ડન એમ્બ્રોઇડરી હતી. આલિયા ભટ્ટ બેજ અને સિલ્વર ડ્રેસમાં જોવા મળી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

ઇન્ડિયા કોશર વિક પહેલાં મુંબઇમાં ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાનો ફેશન શો યોજાયો હતો, જેની થીમ પણ બ્રાઇડલ વેર જ હતી. આ શોમાં સોનમ કપૂરે વ્હાઇટ કલરના બ્રાઇડલ વેરમાં રેમ્પ વોક કર્યું હતું, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. બ્રાઇડલ વેર માટે રેડ કલરને છોડીને ડિઝાઇનર્સે અન્ય કલરમાં બ્રાઇડલ વેર કલેક્શન તૈયાર કર્યું હતું, જે ખૂબ સુંદર અને યુનિક હતું.

English summary
Traditional Avtar of Bollywood Actresses in India Couture Week 2017 and Sonam Kapoor in Abu Jani Sandeep Khosla's bridal wear.
Please Wait while comments are loading...