• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હોઠે સિગરેટ મૂકી વધુ હૉટ લાગે છે આ હસીનાઓ : જુઓ જરા...

|

મુંબઈ, 5 જુલાઈ : જાહેર સ્થળે સિગરેટ પીતાં પકડાતાં ભલે જ કાનૂન બૉલીવુડ સેલિબ્રિટીઝને દંડ કરે, પણ ઑન સ્ક્રીન સિગરેટ પીવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. હવે તો સેંસર બોર્ડે પણ ફિલ્મોમાં સ્મૉકિંગ સીન્સનાં ફિલ્માંકન પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. બસ ફિલ્મ દરમિયાન કલાકારો દ્વારા એક નો સ્મૉકિંગનો ઑડિયો મેસેજ રેકૉર્ડ કરીને ફિલ્મની શરુઆત અને ફિલ્મના અંતે રિલીઝ કરવાનો હોય છે.

પરંતુ સેંસર બોર્ડે આ પગલું ભરતા અગાઉ જ ફિલ્મોમાં એક્ટરો દ્વારા જ નહિં, પણ હસીન અભિનેત્રીઓ દ્વારા પણ સ્મૉકિંગના ધુમાડા ઉડાવવાના સીન્સ કંડારવામાં આવ્યાં છે. આ હસીનાઓના હોઠે લાગેલી આ સિગરેટ જોઈને કોણ જાણે કેટલા ફેન્સના દિલ દાઝી જતાં હશે કે આ સિગરેટ પણ કેટલી ખુશનસીબ છે, જે આવા નાજુક હોઠોએ લાગી છે. ફેશન, ધ ડર્ટી પિક્ચર, હીરોઇન અને કોણ જાણે કેટલીય એવી ફિલ્મો છે, જેમાં સુંદર હસીનાઓએ સિગરેટ પી પોતાના સીનને એક રીયલ ફીલ આપ્યું છે.

તો આવો તમે પણ જુઓ કે આ હસીનાઓમાં કોણ-કોણ સામેલ છે ?

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ફિલ્મ ગુઝારિશમાં બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય હૃતિક રોશન સાથે ગાડીમાં બેસી સિગરેટના કશ ખેંચતાં દર્શાવાયું હતું. આ સીનના પોસ્ટર્સ પણ ફિલ્મના પ્રમોશન દરમિયાન યુઝ કરવામાં આવ્યા હતાં. આ પોસ્ટર અંગે ઘણો વિવાદ જાગ્યો અને કેટલાંય લોકોએ આ સીનને ફિલ્મમાંથી હટાવવાની માંગણી કરી હતી.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

બૉલીવુડની બિન્દાસ્ત અભિનેત્રી રાણી મુખર્જીએ પોતાની ફિલ્મ નો વન કિલ્ડ જેસિકામાં એક બિન્દાસ્ત રિપોર્ટરનો રોલ કર્યો હતો અને આ ફિલ્મમાં ઘણાં સીન્સમાં તેઓ સિગરેટ પીતાં નજરે ચડ્યા હતાં. આ ફિલ્મમાં એક રિપોર્ટર તરીકે રાણી જેસિકા નામની એક છોકરીની ક્રૂર હત્યા અંગે મીડિયા દ્વારા તેની બહેનને ન્યાય અપાવવાની કોશિશ કરે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ પણ મધુર ભંડારકરની જ ફિલ્મ ફેશનમાં સિગરેટ પીધી હતી. આ ફિલ્મમાં પ્રિયંકાએ પણ એક મૉડેલનું પાત્ર ભજવ્યું, જે પોતાના કરિયરને ઊંચાઈએ લઈ જવા પોતાનું સર્વસ્વ દાવ ઉપર લગાવી દે છે અને અંતે તેની પાસે કઈં નથી બચતું.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર ફિલ્મ હીરોઇનમાં સિગરેટ પીતા દેખાયા હતાં. આ ફિલ્મમાં કરીનાએ એક સુપરસ્ટારની ભૂમિકા ભજવી છે, જે પોતાના જીવન તેમજ કરિયરમાં ઘણી ચડતી-પડતી જુએ છે તેમજ તેનામાંથી પાર ઉતરવા સિગરેટ અને દારૂનો સહારો લે છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે કે જે રીયલ લાઇફમાં આરોગ્ય અંગે ઘણી જાગૃત છે અને સિગરેટ-દારૂથી દૂર જ રહે છે. તેણે ફિલ્મ કાર્તિક કૉલિંગ કાર્તિકમાં સ્મૉકિં સીન્સ કર્યાં હતાં. તેમને સ્મૉકિંગ કરતાં જોઈ પોતે ફરહાન પણ આશ્ચર્યચકિત હતાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યાના હોઠે લાગેલી આ સિગરેટે તો સૌના દિલમાં આગ લગાવી દીધી હતી. તેમનો સિગરેટ પીવાનો અંદાજ જ એટલો આકર્ષક હતો કે તેમને જોઈ કદાચ દરેક વ્યક્તિ આ સિગરેટને પોતાના હોઠે લગાવવા આતુર થઈ ઉઠશે.

કંગના રાણાવત

કંગના રાણાવત

મધુર ભંડારકરની સ્ત્રી-પ્રધાન ફિલ્મ ફેશનમાં કંગના રાણાવતને ઘણી વાર સિગરેટ પીતા દર્શાવાઈ હતી. કંગના એમ તો રીયલ લાઇફમાં પણ સ્મૉકિંગ કરે છે. આ ફિલ્મમાં કંગનાએ એક શો સ્ટૉપરની ભૂમિકા ભજવી હતી, જે પોતાના કરિયરને અસ્ત થતું જોઈ ઘણી એગ્રેસિવ થઈ જાય છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિણીતી ચોપરાએ ખૂબ જ બોલ્ડ રોલ કર્યો છે. પરિણીતી આ ફિલ્મમાં અનેક દૃશ્યોમાં સ્મૉકિંગ કરતાં દેખાયા છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફે મેરે બ્રધર કી દુલ્હન ફિલ્મમાં ધુણકી સૉંગમાં સિગરેટ પી પોતાની રૉકસ્ટાર ઇમેજ સાથે ન્યાય કર્યો હતો.

English summary
There are many actresses in Bollywood who have smoked cigarettes on-screen. For example, Priyanka Chopra smoked cigarette in the much talked about hit films, Fashion which showed the life of a model. In Madhur Bhandarkar's next film Heroine too, Kareena Kapoor lit cigarettes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more