• search

અભિનેત્રીઓ કે જેમણે બીજાનો સંસાર ઉજાડી પોતાનો સંસાર માંડ્યો!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 31 મે : સામાન્ય જગતમાં પણ જ્યારે કોઈ મહિલા સાથે પારિવારિક અન્યાય થાય છે, ત્યારે તે અન્યાય પાછળ પણ કોઈ મહિલા જ જવાબદાર હોય છે, ત્યારે આ વાત બૉલીવુડમાં પણ લાગૂ થાય છે. બૉલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમણે એવા પુરુષો (અભિનેતા કે બિન-અભિનેતા) સાથે લગ્ન કર્યાં છે કે જેઓના બીજા કે ત્રીજા લગ્ન હતાં.

  ગ્લૅમર જગત અને હાઈ સ્ટેટસના પગલે ભલે સામાન્ય રીતે થતી ચર્ચાઓ બૉલીવુડમાં ન થાય, પરંતુ હકીકત તો બદલી શકાતી નથી કે આવી અભિનેત્રીઓ આવા પુરુષો સાથે લગ્ન કરી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોક બીજી મહિલાનો વસેલો સંસાર ઉજાડવાનું કારણ બની છે. આવી અભિનેત્રીઓમાં આપણે ડિમ્પલ કાપડિયાથી લઈ રાણી મુખર્જી સુધીની અભિનેત્રીઓના નામો લઈ શકીએ.

  ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડની ઘરતોડૂ અભિનેત્રીઓ :

  રાણી મુખર્જી

  રાણી મુખર્જી

  બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જીએ દિગ્દર્શક આદિત્ય ચોપરા સાથે ગત મહીને જ લગ્ન કર્યાં છે. આદિત્યના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ પત્ની પાયલ ખન્ના હતાં કે જેમની સાથે તેઓ છુટાછેડા લઈ ચુક્યાં છે. આમ રાણી મુખર્જી જાણે-અજાણે પાયલના ગુનેગાર સાબિત થયાં છે.

  કૅટરીના

  કૅટરીના

  કૅટરીના કૈફ આજકાલ રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં છે. રણબીરના જીવનમાં કૅટની એન્ટ્રી થતા જ દીપિકા પાદુકોણેની એક્ઝિટ થઈ ગઈ. બીજી બાજુ કૅટ પણ સલમાન ખાન સાથે બ્રેક-અપ કરી રણબીર સાથે જોડાયાં છે.

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરાએ પણ ટ્વિંકલ ખન્નાનો રોષ વહોર્યોહતો કે જ્યારે તેઓ ટ્વિંકલના પતિ ખેલાડી અક્ષય કુમારની નજીક હતાં. પછી ટ્વિંકલે અક્ષય ઉપર અંકુશ મૂક્યો અને અક્ષયે પ્રિયંકા સાથે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું.

  કંગના રાણાવત

  કંગના રાણાવત

  કહે છે કે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈના શૂટિંગ દરમિયાન અજય દેવગણ કાજોલ સાથે વિશ્વાસઘાત કરી કંગના રાણાવત સાથે લફરૂ કરી બેઠા હતાં. કાજોલ સુધી આ અફવાઓ પહોંચી કે તરત જ કાજોલે એક્શનમાં આવી પોતાનો સંસાર ઉજડતા બચાવી લીધો હતો.

  શિલ્પા શેટ્ટી

  શિલ્પા શેટ્ટી

  બૉમ્બશેલ ઑફ બૉલીવુડ શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં અને આ સાથે જ તેઓ રાજના ભૂતપૂર્વ પત્ની સાથે અન્યાય કરી બેઠાં. જોકે શિલ્પાએ પછીથી સ્પષ્ટ કર્યુ હતું કે તેમણે રાજ સાથે ત્યારે લગ્ન કર્યાં કે જ્યારે તેઓ પહેલી પત્ની સાથે ઑલરેડી છુટાછેડા લઈ ચુક્યા હતાં.

  સુષ્મિતા સેન

  સુષ્મિતા સેન

  બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન દસ્તક ફિલ્મના શૂટિંગ દરમિયાન દિગ્દર્શક વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડ્યા હતાં. વિક્રમે સુષ્મિતા માટે તેમની બાળપણની મિત્ર અદિતીને છુટાછેડા પણ આપી દીધાં. જોકે સુષ્મિતા-વિક્રમ લગ્ન ન કરી શક્યાં.

  પ્રીતિ ઝિંટા

  પ્રીતિ ઝિંટા

  બૉલીવુડના પિમ્પલ ગર્લ અને ફિલ્મો સિવાય પણ સતત હૅડલાઇન્સમાં રહેતા પ્રીતિ ઝિંટાનું શેખર કપૂર સાથે અફૅર ચર્ચાસ્પદ બન્યુ હતું કે જેથી શેખર અને તેમના પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિના છુટાછેડા થઈ ગયા હતાં. જોકે પ્રીતિએ આવા કોઈ અફૅરનો ઇનકાર કર્યો હતો.

  લારા દત્તા

  લારા દત્તા

  ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિના પ્રથમ પત્ની શ્વેતા જયશંકરે આરોપ મૂક્યો હતો કે લારા દત્તાએ તેમનો સંસાર ઉજાડ્યો. લારાએ આ આરોપ નકાર્યો હતો. જોકે પછી લારા-મહેશે ગોવા ખાતે લગ્ન કરી લીધા હતાં.

  શ્રીદેવી

  શ્રીદેવી

  બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી એક સમયે મિથુન ચક્રવર્તી સાથે ડેટિંગ કરતા હતાં કે જે યોગિતા બાલી સાથે પરણેલા હતાં. શ્રીદેવીને જ્યારે ભાન થઈ ગયું કે તેમના માટે મિથુન યોગિતાને છુટાછેડા નહીં આપે, ત્યારે શ્રીદેવીએ રસ્તો બદલી નાંખ્યો. પછી તેમણે નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યાં અને બોનીના પ્રથમ પત્ની મોના કપૂરના લગ્ન-ભંગાણનું કારણ બન્યાં.

  ઝીનત અમાન

  ઝીનત અમાન

  ઝીનત અમાનનું નામ અભિનેતામાંથી દિગ્દર્શક બનેલા સંજય ખાન સાથે જોડાયુ હતું. સંજયના લગ્ન ઑલરેડી ઝરીન ખાન સાથે થઈ ચુક્યા હતાં. જોકે સંજય-ઝરીન દ્વારા કથિત રીતે જાહેરમાં એસેયુલ્ડ થતા ઝીનતે સંજય સાથે સંબંધો તોડી નાંખ્યા હતાં.

  પરવીન બાબી

  પરવીન બાબી

  હુશ્નની મલિકા પરવીન બાબીનો રોમાંસ મહેશ ભટ્ટ સાથે ચર્ચિત થયો હતો. મહેશ ભટ્ટ પરિણીત હતાં. તેમના પત્ની કિરણ ભટ્ટ હતાં. મહેશ ભટ્ટની ફિલ્મ અર્થ પણ મહેશ-પરવીનના રોમાંસની કથા વર્ણવતી હતી. જોકે પરવીન-મહેશના લગ્ન ન થયાં. કહે છે કે પરવીને ડૅની, કબીર બેદી અને અમિતાભ બચ્ચન સાથે પણ ડેટિંગ કરી હતી.

  શબાના આઝમી

  શબાના આઝમી

  બૉલીવુડના વાર્તા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે હની ઈરાની સાથે લગ્ન કર્યા હતાં. આમ છતાં તેઓ શબાના આઝમીને રુદિયુ દઈ બેઠાં. ફરહાન અને ઝોયાના પિતા જાવેદે શબાના માટે હનીને છુટાછેડા આપ્યાં અને શબાના સાથે લગ્ન કરી લીધાં.

  સ્મિતા પાટિલ

  સ્મિતા પાટિલ

  નાદિરા બબ્બરના જીવનમાં મોટો ભૂકમ્પ સર્જાયો કે જ્યારે તેમના પતિ રાજ બબ્બરે છુટાછેડા આપી સ્મિતા પાટિલ સાથે લગ્ન કરી લીધાં. સ્મિતાએ રાજના પુત્ર પ્રતીકને જન્મ પણ આપ્યો. દરમિયાન સ્મિતાનુ નિધન થઈ ગયું અને નાદિરાએ રાજને ફરીથી પતિ તરીકે સ્વીકારી લીધાં.

  હેમા માલિની

  હેમા માલિની

  હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચે પ્રેમાંકુરો શોલેના શૂટિંગ દરમિયાન ફૂટ્યાં. ધર્મેન્દ્ર પોતાના પ્રથમ પત્ની પ્રકાશ કૌર સાથે છુટાછેડા નહોતા લેવા માંગતાં અને હિન્દૂ તરીકે તેઓ બે પત્નીઓ નહોતા રાખી શકતાં. એટલે ધર્મેન્દ્રે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી હેમા સાથે લગ્ન કરી લીધાં.

  વહીદા રહેમાન

  વહીદા રહેમાન

  વહીદા રહેમાન અને ગુરુ દત્તની પ્રેમ-કહાણી તેમની ફિલ્મ કાગઝ કે ફૂલમાં સ્પષ્ટ રીતે વર્ણવાઈ છે. જોકે પછીથી ગુરુ દત્તે આપઘાત કર્યો હતો અને તેમના મોત બાદ તેમના પત્ની ગીતા દત્તે દારૂની લતે ચઢી મોત વહોરી લીધુ હતું.

  નરગિસ

  નરગિસ

  કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કરી ચુકેલા રાજ કપૂર નરગિસના પ્રેમમાં પડ્યા હતાં. રાજ સાથે ડઝનબંધ ફિલ્મોમાં કામ કરી ચુકેલા નરગિસે રાજ સાથેના સંબંધો તુટ્યા બાદ સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા હતાં.

  કિરણ રાવ

  કિરણ રાવ

  આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરવા માટે પોતાના પ્રથમ પત્ની રીના દત્તાને છુટાછેડા આપી દીધાં. આમિરે 2001માં લગાનના સેટ પર કિરણને જોઈ હતી. આમ કિરણ રાવ રીના દત્તાના ઘરતોડૂ સાબિત થયાં.

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરાનું નામ શાહરુખ ખાન સાથે પણ જોડાયુ હતું. જોકે શાહરુખના પત્ની ગૌરી ખાન સાવચેત થઈ ગયાં અને તેમણે શાહરુખ ઉપર અંકુશ લગાવી પોતાનો સંસાર ઉજડતા બચાવી લીધો.

  કંગના રાણાવત

  કંગના રાણાવત

  કંગના રાણાવતે આદિત્ય પંચોલી સાથેના અફૅરનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો, પરંતુ પછીથી બંને વચ્ચેના સંબંધો તુટી ગયાં અને આદિત્ય પોતાના પત્ની ઝરીના વહાબ પાસે પરત ફર્યાં.

  બાર્બરા મોરી

  બાર્બરા મોરી

  હૃતિક રોશન અને સુઝાન વચ્ચેના વણસેલા સંબંધો પાછળના કારણોમાં એક કારણ બાર્બરા મોરીને પણ ગણાય છે. ઝિંદગી ના મિલેગી દોબારાના સેટ પર હૃતિક અને બાર્બરા વચ્ચે સંબંધો શરૂ થયા હતાં.

  રેખા

  રેખા

  રેખાએ અમિતાભ બચ્ચન અને જયાનો સંસાર ભાંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જયાના પ્રેમ સામે રેખાનો પ્રેમ હારી ગયો.

  રાણી મુખર્જી

  રાણી મુખર્જી

  તાજેતરમાં જ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરનાર રાણી મુખર્જી એક સમયે ગોવિંદા સાથે રિલેશનશિપમાં હતાં અને તેથી ગોવિંદાના લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયુ હતું. જોકે પછીથી બંનેના સંબંધો તુટી ગયાં અને ગોવિંદાનો સંસાર બચી ગયો.

  English summary
  Bollywood actress who broke a happy marriage so that they could marry the desired person. While some succeeded, others did not. Let's check out such actresses.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more