આલિયાનો Spoof Video જોઈ પેટ પકડી હસ્યું બૉલીવુડ : જુઓ 12 Reactions
મુંબઈ, 27 ઑગસ્ટ : આલિયા ભટ્ટના સ્પૂફ વીડિયોએ બૉલીવુડ સેલિબ્રિટીઓમાં હાસ્યનું મોજૂ ફેરવી દીધું છે. આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટથી લઈ કરણ જૌહર અને અર્જુન કપૂરથી લઈ પરિણીતી ચોપરા સુધીના સ્ટાર્સ આલિયાનો આ વીડિયો જોઈ પેટ પકડીને હસી રહ્યા છે.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર, હાઈવે, 2 સ્ટેટ્સ અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મો વડે પ્રસિદ્ધિ અને સફળતા હાસલ કરનાર આલિયા ભટ્ટ સાથે એઆઈબી વાળા એક જોરદાર વીડિયો લઈને આવ્યા છે. આ વીડિયોમાં દર્શાવાયું છે કે આલિયા ડમમાંથી નંબર વન કેવી રીતે બન્યાં.
આલિયાનો આ વીડિયો જોયા બાદ ઘણી સેલિબ્રિટીઓએ ટ્વિટર વડે તેના વિશે પ્રત્યાઘાત આપ્યા છે. આ વીડિયોને એક લાખ કરતા વધુ હિટ્સ મળી ચુકી છે. મહેશ ભટ્ટે ટ્વીટ કર્યું - બી ઍ ગૉડ એન્ડ લાફ એટ યોરસેલ્ફ. આલિયાના નજીકના મિત્ર અર્જુન કપૂર પેટ પકડીને હસ્યા છે, તો કરણ જૌહરે ટ્વીટ કર્યું કે તેઓ આલિયા પાસે હૉટ અને ક્લેવર બનવાની અપેક્ષા ધરાવે છે અને ખરાબ વાત એ છે કે તે ખૂબ જ દબાણ ધરાવતુ કામ છે.
એઆઈબી વાળાઓએ કરણ જૌહરના શો કૉફી વિથ કરણના એક એપિસોડમાં આલિયા ભટ્ટ દ્વારા કેટલાક સવાલોના જવાબ નહીં આપી શકાયા બાદ સોશિયલ મીડિયા સહિતના સ્થળોએ થયેલી મજાકને કેન્દ્રમાં રાખી આ વીડિયો તૈયાર કર્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટ ઉપરાંત બીજા પણ ઘણા સ્ટાર્સ છે. ઉપરાંત એઆઈબીની ટીમ પણ વીડિયોનો ભાગ છે. પહેલી વાર જોતા તો વીડિયો આલિયાની ઇમેજ મેકિંગની કોશિશ લાગે છે, પણ વીડિયો ખતમ થતા-થતા આલિયા ફરીથી પોતાના જૂના સ્વરૂપે આવી જાય છે.
ચાલો તસવીરો સાથે આલિયા ભટ્ટના સ્પૂફ વીડિયો વિશે બૉલીવુડ સેલિબ્રિટીઓના પ્રત્યાઘાતો :

શ્રદ્ધા કપૂર
@aliaa08 broooo I love you haha that video is beyond hilarious! Good one!!!

શાહિદ કપૂર
@aliaa08 killlaaaaa video haaaaahaaaaahaaaaaa

હૃતિક રોશન
Fell down laughing!! Talent wth a twist, @aliaa08 u are sensational!

પરિણીતી ચોપરા
@aliaa08 muaaaaah!

અનુષ્કા શર્મા
Hilarious !!! Kudos for being such a sport @aliaa08 great job AIB ! Too too funny !

પ્રિયંકા ચોપરા
Hahaha!! Toooo clever u r baby...

ઉદય ચોપરા
If you weren't already in love with @aliaa08 you won't be able to stop yourself after this

ફરહાન અખ્તર
Now this is funny.. Hahahaha.. Love it. Full points to @aliaa08 @shakunbatra @karanjohar

કુણાલ કપૂર
Hahahahahahaha!! This haha is haha @tiny_mce_marker## brilliant!! @karanjohar @aliaa08 @shakunbatra

કરણ જૌહર
So proud of you my baby!!! @aliaa08 this is what you call "sporting".....

અભિષેક બચ્ચન
BRAVO @aliaa08 this is superb! And it's also @karanjohar ‘s best performance ever!

રીતેશ દેશમુખ
Unbelievably funny -Take a Bow @aliaa08 Shakun @AllIndiaBakchod - @karanjohar you are superb (award winning performance).
