• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અને શાહરુખે ગૌરીને કહ્યું - મુઝે ભી અપના ભાઈ સમઝો... જુઓ પહેલી નજરનો પ્રેમ

|

મુંબઈ, 30 મે : પ્રેમ એક એવી બાબત છે કે જે યુવાનીમાં લગભગ બધાને કોઇકને કોઇકની સાથે થાય જ છે. કોઈ તેને વ્યક્ત કરી દેતો હોય છે, તો કોઈ રહી જાય છે. કેટલાક વ્યક્ત કર્યા પછી પણ પ્રેમ પામી નથી શકતા, તો કેટલાક પામ્યા બાદ નિભાવી જાણવામાં નિષ્ફળ રહે છે.

ગ્લૅમર જગત એટલે કે બૉલીવુડ પણ આ પ્રેમની બાબતમાંથી બાકાત નથી. અહીં પણ અનેક સેલિબ્રિટીઓએ પ્રેમ કર્યા બાદ લગ્ન કર્યા એટલે કે પ્રેમ લગ્ન કર્યા છે. પ્રેમ લગ્ન કરનાર બૉલીવુડ સેલિબ્રિટીઓની યાદી બહુ લાંબી છે અને તેમાં ધર્મેન્દ્ર-હેમા માલિનીથી લઈ સૈફ અલી ખાન અને કરીના કપૂર જેવી જોડીઓનો સમાવેશ થઈ શકે છે.

પરંતુ અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એવી બૉલીવુડ સેલિબ્રિટીઓની કે જેમનો પ્રેમ પહેલી નજરનો પ્રેમ હતો :

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન જ્યારે ગૌરીને મળ્યા, ત્યારે તેઓ એક્ટર નહોતાં. એક સામાન્ય યુવાન તરીકે 18 વર્ષીય શાહરુખ ખાનની મુલાકાત ગૌરી સાથે 1984માં એક મિત્રની પાર્ટીમાં થઈ હતી. શાહરુખે ગૌરી પાસે ગયાં અને તેમની સાથે ડાન્સની ઑફર કરી. ગૌરીએ ઇનકાર કરતા કહ્યું કે તેઓ પોતાના બૉયફ્રેન્ડની રાહ જોઈ રહ્યાં છે. જોકે ગૌરી પોતાના ભાઈ સાથે પાર્ટીમાં આવ્યા હતાં અને કોઈ બૉયફ્રેન્ડની રાહ નહોતા જોતાં. પછી જ્યારે શાહરુખને આ વાતની જાણ થઈ, તો તેઓ ગૌરી પાસે ગયાં અને જણાવ્યું - મુઝે ભી અપના ભાઈ સમઝો. બસ, શાહરુખની આજ નિખાલસ મજાકે ગૌરી તેમના પ્રેમમાં પડ્યાં અને આજે તેઓ આઇડિયા કપલ ઑફ બૉલીવુડ છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

પોતાની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈના એક દૃશ્યની જેમ જ હૃતિક રોશનની મુલાકાત સુઝાન ખાન સાથે એક ટ્રાફિક સિગ્નલ ઉપર થઈ હતી. બંનેની કાર જ્યારે ટ્રાફિક સિગ્લન પર આજુબાજુ આવી ઊભી હતી, ત્યારે હૃતિકે જાજરમાન સુઝાનને જોઈ હતી. જોકે હાલ આ યુગલ જુદુ થઈ ગયું છે, પરંતુ તેમનો પહેલી નજરનો પ્રેમ ફિલ્મી વાર્તા જેવો છે અને તેમની ફિલ્મ જેવો રોમાંટિક છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

માત્ર પુરુષો જ નહીં, મહિલાઓને પણ પહેલી નજરમાં પ્રેમ થતો હોય છે. મલાઇકા અરોરા તથા અરબાઝ ખાન કૉફીની એક જાહેરખબરના શૂટિંગ દરમિયાન એક-બીજાને મળ્યા હતાં. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમાંકુરો ફૂટ્યાં. બંને મિત્ર થયાં અને પાંચ વર્ષની ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

કુશળ એક્ટર ફરહાન અખ્તર પોતાના અર્ધાંગિની અધુનાને ત્યારે મળ્યા હતાં કે જ્યારે અધુના મુંબઈની જે49 ક્લબમાં યોજાયેલી એક પાર્ટીમાં ભારે ભીડ વચ્ચે કાર્ટવ્હીલ કરી રહ્યા હતાં. બસ, અહીં જ ફરહાન અધુના પ્રત્યે આકર્ષાયાં કે જેઓ તેમના કરતા 6 વર્ષ મોટા છે.

અરશદ વારસી

અરશદ વારસી

અરશદ વારસીને એક કૉલેજમાં ડાન્સ કૉમ્પીટિશનમાં જજ તરીકે બોલાવાય હતાં. અહીં જ અરશદની મુલાકાત કૉમ્પીટિશનમાં ભાગ લઈ રહેલા મારિયા ગોરેટ્ટી સાથે થઈ હતી. અરશદ પહેલી જ નજરમાં મારિયાના પ્રેમમાં પડી ગયાં. અરશદે એક સ્થળે મારિયાને ડાન્સ ગ્રુપ સાથે આવવાની ઑફર કરી કે જે તેમણે શરુઆતમાં નકારી દીધી. જોકે પછી બંને મિત્રો ઘણી વખત મળ્યાં. મારિયા અરશદને પ્રેમ કરતા હતાં, પણ સ્વીકારતા નહોતાં. મારિયાના મુખમાંથી પ્રેમનો ઇઝહાર ત્યારે થયો કે જ્યારે અરશદે મારિયાના ડ્રિંકમાં થોડીક બીયર નાંખી દીધી અને મારિયાએ પ્રેમનો ઇઝહાર કરી નાંખ્યો. પછી અરશદ-મારિયાએ 1999માં લગ્ન કરી લીધાં અને હાલ બંનેના 2 બાળકો છે.

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ

રફ એન્ડ હૅન્ડસમ એક્ટર જૅકી શ્રૉફ પોતાના પ્રેમિકા આયેશાને એક રેકૉર્ડ સ્ટોરમાં મળ્યા હતાં. આયેશા તે વખતે સ્કૂલમાં હતાં અને જૅકી પણ અભિનેતા નહોતાં. જૅકી રેકૉર્ડ સ્ટોરમાં મુલાકાત દરમિયાન આયેશા પાસે ગયાં અને એક રેકૉર્ડની પસંદગીમાં મદદ માંગી. તત્કાળ આકર્ષણે બંનેને પ્રેમમાં નાંખ્યાં. બંને ફરી વાર મળ્યાં અને શરૂ થયુ ડેટિંગ. 1987માં બંનેએ લગ્ન કરી લીધાં અને બંનેનો પુત્ર ટાઇગર શ્રૉફ હાલ અભિનેતા છે.

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી એક પૅસ્ટ્રી પૅલેસમાં પોતાના મિત્રો સાથે ખરીદી કરવા ગયા હતા, ત્યારે તેઓ માના સાથે અથડાયા હતાં. સુનીલ શેટ્ટી ફરીથી માનાને મળ્યાં એક મિત્રની પાર્ટીમાં. માના તે વખતે માત્ર 17 વર્ષના હતાં. પછી ધીમે-ધીમે માના સુનીલ સાથે ક્લોઝ થયાં અને 9 વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરી લીધાં.

English summary
Falling in love at first sight is not just in books. There are many people who have falling in love on first sight. If you see love at first sight scenes in Bollywood movies, you must be thinking that this is all only seen on silver screen. The real life is completely different and falling in love just on first sight is not simple!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more